Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૦ મો] દ્વીપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર
[૩૯૩ વાસુદેવના શંખનો અવનિ છે.” એટલે કપિલે પૂછયું, “શું એક જ સ્થાને બે વાસુદેવ થાય?' પછી પ્રભુએ દ્રૌપદી, કૃષ્ણ અને પદ્મરાજાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે કપિલે કહ્યું કે “હે નાથ! જ બુદ્વીપના અધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ વાસુદેવનું અભ્યાગત અતિથિની જેમ હું આતિથ્ય કરું.” પ્રભુ બોલ્યા, “જેમ એક સ્થાને બે તીર્થકર અને બે ચક્રવત્તી મળે નહીં તેમ બે વાસુદેવ પણ કારણોગથી એક ક્ષેત્રમાં આવ્યા છતાં મળે નહીં. આવાં અહંતનાં વચન સાંભળ્યાં, તે પણ કપિલ વાસુદેવ કૃષ્ણને જેવાને ઉત્સુક થઈને તેના રથને ચીલે ચીલે સમુદ્રના તટ ઉપર આવ્યા. ત્યાં સમુદ્રની વચ્ચે થઈને જતા એવા કૃષ્ણ તથા પાંડવોના રૂપા અને સુવર્ણના પાત્ર જેવા શ્વેત અને પીળા રથના દવજ તેના જેવામાં આવ્યા, એટલે “હું કપિલ વાસુદેવ તમને જોવાને ઉત્કંઠિત થઈ સમુદ્રકિનારે આવ્યો છું, માટે પાછા વળે.' આવા સ્પષ્ટ અક્ષરો સમજાય તેમ તેણે શંખને નાદ કર્યો. તેના ઉત્તરમાં “અમે દૂર ગયા છીએ, માટે હવે તમારે કાંઈ બોલવું નહીં.” આવા સ્પષ્ટ અક્ષરના દવનિવાળે શંખ કૃષ્ણ સામે પૂર્યો. તે શંખને વનિ સાંભળી કપિલ વાસુદેવ ત્યાંથી પાછા ફર્યા, અને અમરકંકાપુરીમાં આવીને “આ શું?” એમ પદ્મરાજાને પૂછયું-એટલે પ પિતાના અપરાધની વાર્તા કહીને પછી જણાવ્યું કે, “હે પ્રભુ! તમારા જેવા સ્વામી છતાં જબૂદ્વીપના ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણ મારે પરાભવ કર્યો. એટલે કપિલ વાસુદેવે કહ્યું કે “અરે અસામાન્ય વિગ્રહવાળા દુરાત્મા ! તારું આ કૃત્ય સહન કરવા યોગ્ય નથી.” એમ કહી તેને રાજ્યથી ભ્રષ્ટ કર્યો, અને તેના રાજ્ય ઉપર તેના પુત્રને બેસાડ્યો.
અહીં કૃષ્ણ સમુદ્ર ઉતરી પડવે પ્રત્યે બેલ્યા–“હે પાંડે! જ્યાં સુધી હું સુસ્થિત દેવની રજા લઉં ત્યાં સુધીમાં તમે ગંગા ઉતરી જાઓ.” પછી તેઓ નાવમાં બેસી સાડીબાસઠ
જન વિસ્તારવાળા ગંગાના ભયંકર પ્રવાહને ઉતરીને પરસ્પર કહેવા લાગ્યા કે, “અહીં આપણે નાવ ઉભું રાખી કૃષ્ણનું બળ જોઈએ કે કૃષ્ણ નાવ વિના આ ગંગાના પ્રવાહને શી રીતે ઉતરે છે?” આ પ્રમાણે સંકેત કરી તેઓ નદીના તટ ઉપર સંતાઈ રહ્યા. પછી કૃષ્ણ કાર્ય સાધી કૃતકૃત્ય થઈ ગંગાના તીરે આવ્યા. નાવને જોયું નહીં, એટલે એક ભુજા પર અશ્વ સહિત રથને રાખી બીજા હાથવતી જળ તરવા લાગ્યા. એ પ્રમાણે તરતાં તરતાં જ્યારે ગંગાના મધ્યમાં આવ્યા ત્યારે શ્રાંત થઈને વિચારવા લાગ્યા કે, “અહા! પાંડ ઘણી શક્તિવાળા કે જેઓ નાવ વિના ગંગાને તરી ગયા.” કૃષ્ણના આ પ્રમાણેના ચિંતીતને જાણીને ગંગાદેવીએ તત્કાળ તાગ આપે (સ્થળ કરી આપ્યું.) એટલે વિસામે લઈને હરિ સુખે કરી તેને ઉતરી ગયા. તીરે આવીને પાંડવેને પૂછયું કે, “તમે વહાણ વગર શી રીતે ગંગા ઉતર્યા?” પાંડેએ કહ્યું, “અમે તે નાવથી ગંગા ઉતર્યા.” કૃષ્ણ કહ્યું કે, “ત્યારે નાવને પાછું વાળીને મારે માટે કેમ ન કહ્યું? ” પાંડવો બેલ્યા- “તમારા બળની પરીક્ષા કરવાને અમે નાવને મોકલ્યું નહીં.” તે સાંભળી કૃષ્ણ કોપ કરીને કહ્યું કે, “તમે સમુદ્ર તરવામાં કે અમરકંકા નગરી C - 50
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org