Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૯૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું જિતવામાં શું મારું બળ જાયું નહતું, કે હવે મારૂં બળ જાણવું બાકી હતું ?' આ પ્રમાણે કહી પાંડવોના પાંચે રથને લેહદંડવડે ચૂર્ણ કરી નાંખ્યા, અને તે ઠેકાણે રથમર્દન નામે નગર વસાવ્યું. પછી કૃષ્ણ પાંડને દેશપાર કર્યા, અને પિતે પિતાની છાવણીમાં આવીને સર્વની સાથે દ્વારકામાં આવ્યા.
પાંડેએ પિતાના નગરમાં આવી એ વૃત્તાંત કુંતીમાતાને કહ્યો, એટલે કુંતી દ્વારકામાં આવ્યા અને કૃષ્ણને કહ્યું કે, “હે કૃષ્ણ! તમે દેશપાર કરેલા મારા પુત્રો હવે ક્યાં રહેશે? કારણ કે આ ભરતાદ્ધમાં તે એવી પૃથ્વી નથી કે જે તમારી ન હોય.” કૃષ્ણ બોલ્યા-દક્ષિણ સમુદ્રના તટ ઉપર પાંડુમથુરા નામે નવીન નગરી વસાવીને તેમાં તમારા પુત્રો નિવાસ કરે.” કુંતીએ આવીને એ વાર્તા (કૃષ્ણની આજ્ઞા) પુત્રોને કહી; એટલે તેઓ સમુદ્રની વેલાથી પવિત્ર એવા પાંડુ દેશમાં ગયા. કૃષ્ણ હસ્તિનાપુરના રાજ્ય ઉપર પિતાની બેન સુભદ્રાના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતને રાજ્યાભિષેક કર્યો.
ભગવાન નેમિનાથ પૃથ્વીતળને પવિત્ર કરતા અનુક્રમે સર્વ નગરમાં શ્રેષ્ઠ એવા ભદિલપુરમાં પધાર્યા. ત્યાં સુલસા અને નાગના પુત્રો કે જે દેવકીના ઉદરથી ઉત્પન્ન થયા હતા અને જેમને નિગમેલી દેવતાએ હરી લાવીને સુલતાને આપ્યા હતા તે રહેતા હતા. તેઓ પ્રત્યેક બત્રીશ બત્રીશ કન્યાઓ પરણ્યા હતા. તેઓએ શ્રી નેમિનાથના બેધથી તેમની પાસે વ્રત ગ્રહણ કર્યું. તે છએ ચરમશરીરી હતા. તેઓ દ્વાદશાંગીને ધારણ કરી મોટું તપ આચરતા સતા પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા.
શ્રી નેમિનાથ વિહાર કરતા કરતા અન્યદા દ્વારકા સમીપે પધાર્યા. ત્યાં સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં સમોસર્યા. તે સમયે દેવકીના છ પુત્રોએ છઠ્ઠ તપના પારણાને અર્થે બે બેની જેડ થઈ ત્રણ ભાગે જુદા જુદા વહોરવા માટે દ્વારકામાં પ્રવેશ કર્યો. તેમાં પ્રથમ અનીયશા અને અનંતસેન દેવકીને ઘેર ગયા. તેમણે કૃષ્ણના જેવા જઈ દેવકી ઘણે હર્ષ પામ્યાં. પછી તેણીએ સિંહકેશરીઆ મેદકથી તેમને પ્રતિલાભિત કર્યા, તેઓ ત્યાંથી બીજે ગયા. એટલામાં તેના સહોદર અજિતસેન અને નિહતશત્ર નામે બે મહામુનિ ત્યાં આવ્યા. તેમને પણ દેવકીએ પ્રતિલાભિત કર્યા, એટલામાં દેવયશા અને શ સેન નામે ત્રીજા બે મુનિ પણ ત્યાં પધાર્યા. તેમને નમસ્કાર કરી અંજલિ જેડીને દેવકીએ પૂછયું, “હે મુનિરાજ ! શું તમે દિશાના મેહથી વારંવાર અહીં આવે છે કે શું મારી મતિમાં મહ થઈ ગયો છે? તમે તેને તે નથી? અથવા સંપત્તિથી સ્વર્ગપુરી જેવી આ નગરીમાં શું મહર્ષિઓને યેગ્ય ભક્તપાન નથી મળતું?” આવા દેવકીના પ્રશ્નથી તે મુનિ બોલ્યા- “અમને કાંઈ પણ દિગમેહ થયે નથી, પણ અમે છ સદર ભાઈઓ છીએ, ભદિલપુરના રહેવાસી છીએ, અને સુલસા ને નાગદેવના પુત્રો છીએ. શ્રી નેમિનાથની પાસે ધમ સાંભળી અમે છએ બંધુએ દીક્ષા લીધી છે. આજે ત્રણ જેડા થઈ વહોરવા નીકળેલા છીએ, તે ત્રણે યુગલ અનુક્રમે તમારે ઘેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org