Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧૦ મ ] દ્રોપદીનું પ્રત્યાહરણ-ગજસુકુમાળ વિગેરેનું ચરિત્ર [ ૩૯૫ આવ્યા જણાય છે.” તે સાંભળી દેવકી વિચારમાં પડ્યાં કે, “આ છએ મુનિએ કૃષ્ણના જેવા કેમ હશે? તેમનામાં એક તિલમાત્ર એટલે પણ ફેર નથી. પૂર્વે અતિમુક્તક સાધુએ મને કહ્યું હતું કે–તમારે આઠ પુત્રો થશે અને તે જીવતા રહેશે તે શું આ છએ મારા પુત્રો તે નહીં હૈય' આ વિચાર કરી બીજે દિવસે દેવકી દેવરચિત સમવસરણમાં શ્રી નેમિનાથને પૂછવા ગયાં. દેવકીના હૃદયને ભાવ જાણી તેના પૂછવા અગાઉ જ પ્રભુએ કહ્યું કે “હે દેવકી! તમે કાલે જોયા તે છએ તમારા પુત્રો છે. તેને ગમેલી દેવતાએ જીવતાજ તમારી પાસેથી લઈને અલસાને આપ્યા હતા.” પછી ત્યાં તે છ સાધુઓને જોઈને દેવકીના સ્તનમાં પય ઝરવા લાગ્યું. તેણે છએ મુનિને પ્રેમથી વંદના કરીને કહ્યું કે “હે પુત્રો ! તમારાં દર્શન થયાં તે બહુ સારું થયું. મારા ઉદરમાંથી જન્મ લેનાર પૈકી એકને ઉત્કૃષ્ટ રાજ્ય મળ્યું અને તમને છને દીક્ષા પ્રાપ્ત થઈ તે તે બહુ સારી વાત થઈ પણ મને એમાં એટલે જ ખેદ છે કે “તમારામાંથી કેઈને મેં રમાડયા કે ઉછેર્યા નહીં ભગવાન નેમિનાથ બેલ્યા“દેવકી! વૃથા ખેદ શા માટે કરે છે? પૂર્વજન્મના કૃત્યનું ફળ આ જન્મને વિષે પ્રાપ્ત થયું છે, કેમકે તમે પૂર્વ ભવમાં તમારી સપત્નીના સાત રને ચોર્યા હતાં, પછી જ્યારે તે રોવા લાગી ત્યારે તમે તેમાંથી માત્ર એક રત્ન પાછું આપ્યું હતું. આ પ્રમાણે સાંભળી દેવકી પોતાના પૂર્વ ભવનું દુષ્કૃત નિંદતી ઘેર ગઈ અને પુત્રજન્મની ઈચ્છાથી ખેદયુક્ત ચિત્તે રહેવા લાગી, તેવામાં કૃષ્ણ આવીને પૂછયું કે “હે માતા! તમે ખેદ કેમ કરે છે?” દેવકી બેલયાં-“હે વત્સ! મારું બધું જીવિત નિષ્ફળ ગયું છે, કેમકે તમે બાળપણમાં નંદને ઘેર મોટા થયા, અને તમારા અગ્રજ છ સદર નાગસાર્થવાહને ઘેર ઉછર્યા, મેં તે સાતમાંથી એક પુત્રને પણ બાલ્યવયમાં લાલિત કર્યો નહીં; તેથી હે વત્સ! બાળકનું લાલનપાલન કરવાની ઈચ્છાવાળી હું પુત્રને ઈચ્છું છું. તે પશુઓને પણ ધન્ય છે કે જેઓ પોતાનાં અપત્યે (વાછડા) ને લાલિત કરે છે.' | માતાનાં આવાં વચન સાંભળી “હું તમારો મોરથ પૂરો કરીશ” એમ કહી કૃષ્ણ સૌધર્મ ઇંદ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો-“હે ભદ્ર! તમારી માતાને આઠમો પુત્ર થશે, પણ જ્યારે તે બુદ્ધિમાન યુવાવસ્થા પામશે ત્યારે દીક્ષા લેશે.” તેના આ પ્રમાણેના કથન પછી સ્વ૫ વખતમાં એક મહદ્ધિક દેવ સ્વર્ગથી
વીને દેવકીના ઉદરમાં ઉત્પન્ન થયે, અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું ગજસુકુમાળ નામ પાડયું. જાણે બીજા કૃષ્ણ હોય તેવા એ દેવ સમાન પુત્રનું દેવકી લાલનપાલન કરવા લાગ્યાં. માતાને અતિ હાલે અને ભ્રાતાને પ્રાણ સમાન કુમાર બનેનાં નેત્રરૂપ કુમુદને ચંદ્રરૂપ થયે. અનુક્રમે યૌવનવયને પામ્ય, એટલે પિતાની આજ્ઞાથી શ્રમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ. વળી સોમશર્મા બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સામા નામની કન્યાને પણ જો કે તે ઈચ્છતું ન હતું તોપણ માતા અને બ્રાતાની આજ્ઞાથી પરો. તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા. તેમની પાસે જીઓ સહિત જઈને ગજસુકુમાળે
૧ ૭ સુલસાને ત્યાં ઉછર્યા તે, સાતમા કચ્છ, ને આમ ગજસુકમાળ હવે થશે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org