________________
૩૯૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮ મું ભરતક્ષેત્રમાં તે કૃષ્ણના ભયથી કોઈ તેનું અપ્રિય કરે તેવું જોવામાં આવ્યું નહિ, એટલે તે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં ચંપા નગરીમાં રહેનારા કપિલ નામના વાસુદેવને સેવક પવા નામે રાજા અમરકંકા નગરીને સ્વામી અને વ્યભિચારી હતો તેની પાસે આવ્યા, એટલે તે રાજાએ ઉઠીને નારદને સન્માન આપ્યું અને પિતાના અંતઃપુરમાં લઈ ગયા. ત્યાં પોતાની સર્વ સ્ત્રીઓ બતાવીને કહ્યું કે “હે નારદ ! તમે આવી સ્ત્રીઓ કેઈ સ્થાનકે જોઈ છે? તે વખતે નારદે “આનાથી મારે ઈરાદે સિદ્ધ થશે' એમ વિચારીને કહ્યું કે-“રાજન ! કુવાના દેડકાની જેમ આવી સ્ત્રીઓથી તું શું હર્ષ પામે છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરને વિષે પાંડને ઘેર દ્રૌપદી નામે સ્ત્રી છે, તે એવી સ્વરૂપવાન છે કે તેની આગળ આ તારી સર્વ સ્ત્રીઓ દાસી જેવી છે. ” આ પ્રમાણે કહીને નારદ ત્યાંથી ઉત્પતીને અન્યત્ર ચાલ્યા ગયા.
નારદના ગયા પછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીને મેળવવાની ઈચ્છાથી પિતાને પૂર્વ સંગતિવાળા એક પાતાળવાસી દેવની આરાધના કરી, એટલે તે દેવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે “હે પદ્મનાથ! કહે, તમારું શું કાર્ય કરૂં?” ત્યારે પદ્મ કહ્યું, દ્રપદીને લાવીને મને અર્પણ કરે.” દેવે કહ્યું કે “એ દ્રૌપદી પાંડવોને મૂકીને બીજાને ઈચ્છતી નથી, પણ તારા આગ્રહથી હું તેને લાવું છું.' એમ કહી દેવ તત્કાળ હસ્તિનાપુર આવ્યો અને અવસ્થાપિની નિદ્રાવડે સૌને નિદ્રાવશ કરીને નિદ્રાવશ પડેલી દ્રૌપદીને ત્યાંથી રાત્રીએ હરી લાળે, પછી તેને પદ્મને અર્પણ કરી દેવ સ્વસ્થાનકે ગયે. જ્યારે દ્રૌપદી જાગ્રત થઈ ત્યારે ત્યાં પિતાને જોઈ વિધુર થઈ સતી વિચારવા લાગી કે
શું આ તે સ્વપ્ન છે કે શું ઇંદ્રજાળ છે?” તે વખતે પદ્મનાભે તેને કહ્યું કે- મૃગાક્ષિ! તું ભય પામીશ નહીં, હું તને અહીં હરણ કરાવીને લાવ્યું , માટે અહીં રહે ને મારી સાથે ભેગ ભેગવ. આ ધાતકીખંડ નામે દ્વીપ છે, તેમાં આ અમરકંકા નગરી છે, હું તેને પદ્મનાભ નામે રાજા છું કે જે તારો પતિ થવાને ઈચ્છે છે.” તે સાંભળી પ્રત્યુત્પન્ન મતિવાળી દ્રોપદી બોલી કે “રે ભદ્ર! એક માસની અંદર જે કઈ મારો સંબંધી અહીં આવીને મને નહીં લઈ જાય તે પછી હું તમારું વચન માન્ય કરીશ.” પદ્મનાભે વિચાર્યું કે, “ અહીં જબૂદ્વીપનાં માણસોની ગતિ તદ્દન અશકય છે, તેથી આ વચન કબુલ કરવામાં અડચણ નથી.” આવું ધારીને કપટી પદ્મનાભે તે વચન સ્વીકાર્યું. “પછી હું પતિ વગર એક માસ સુધી ભજન કરીશ નહીં', એમ પતિવ્રતરૂપ મહા ધનવતી દ્રૌપદીએ અભિગ્રહ ધારણ કર્યો.
અહીં પાંડેએ પ્રાતઃકાળે દ્રૌપદીને દીઠી નહીં એટલે તેઓ જળ, સ્થળ અને વન વિગેરેમાં તેની બહુ શોધ કરવા લાગ્યા. જ્યારે કઈ પણ સ્થાનકેથી દ્રૌપદીના કાંઈ પણ ખબર મળ્યા નહીં ત્યારે તેમની માતાએ જઈને કૃષ્ણને જણાવ્યું, કારણ કે તેજ તેમના શરણરૂપ અને વિધુરપણામાં બંધુરૂપ હતા. કૃષ્ણ કાર્યમાં મૂઢ થઈ વિચારમાં પડ્યા, તેવામાં પોતે કરેલા અનર્થને જોવા માટે નારદ મુનિ ત્યાં આવ્યા, એટલે કૃષ્ણ નારદને પૂછ્યું કે “તમે કઈ સ્થાનકે દ્રોપદીને જોઈ છે?' નારદે કહ્યું કે “હું ધાતકીખંડમાં અમરકંકા નગરીએ ગયે હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org