Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૯ મો ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત
[૩૮૯ જગદ્ગુરૂ નેમિનાથે તેઓ સહિત વરદત્ત વિગેરે અગ્યાર ગણધરને વિધિથી સ્થાપન કર્યા, અને તેમને ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી કહી. તે ત્રિપદીને અનુસારે તેમણે તરત જ દ્વાદશાંગીની રચના કરી. ઘણી કન્યાઓથી પરવરેલી યક્ષિણી નામની રાજપુત્રીએ તે વખતે દીક્ષા લીધી, એટલે તેને પ્રભુએ પ્રવતિનીપદે સ્થાપના કરી. દશ દશાહ, ઉગ્રસેન, વાસુદેવ, બળરામ અને પ્રધ— વિગેરે કુમારોએ શ્રાવકપણું ગ્રહણ કર્યું, અને શિવા, રોહિણી, દેવકી તથા રૂમિણી વિગેરેએ તેમજ બીજી સ્ત્રીઓએ પણ પ્રભુની પાસે શ્રાવકપણું ગ્રહણ કર્યું, જેથી તે શ્રાવિકાઓ થઈ. આ પ્રમાણે તેજ સમવસરણમાં પૃથ્વીને પવિત્ર કરનાર ચતુર્વિધ ધર્મની જેમ ચતુર્વિધ સંઘ સ્થાપિત થશે. પ્રથમ પૌરૂષી પૂર્ણ થતાં પ્રભુએ દેશના સમાપ્ત કરી, એટલે બીજી પૌરૂષીમાં વરદત્ત ગણધરે દેશના આપી. પછી ઇદ્ર વિગેરે દેવતાઓ અને કૃષ્ણ પ્રમુખ રાજાએ પ્રભુને નમીને પિતપતાને સ્થાનકે ગયા.
શ્રી નેમિનાથના તીર્થમાં ત્રણ મુખવાળે, શ્યામવર્ણ, મનુષ્યના વાહનવાળ, ત્રણ દક્ષિણ ભુજામાં બીજેરૂં, પરશુ અને ચક્રને ધરનારો અને ત્રણ વામ ભુજામાં નકુળ, ત્રિશૂલ અને શક્તિને ધરનારો ગોમેધ નામે યક્ષ શાસનદેવતા થયે, અને સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં આંબાની લાંબું અને પાશને ધરનારી અને બે વામ ભુજામાં પુત્ર અને અંકુશને ધરનારી કુષ્માંડી અથવા અંબિકા નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેતા હતા એવા પ્રભુ વર્ષા અને શરદઋતુને ઉ૯લંઘન કરીને ભદ્ર ગજેંદ્રની જેમ ગતિ કરતા સતા લોકોના કલ્યાણને માટે ત્યાંથી અન્યત્ર વિહાર કરવા પ્રવત્ય.
॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽष्टमे पर्वणि अरिष्टनेमि
થોનારત્રીજા-ત્રીજ-વસ્ત્રોત્તિવનો નામ નવમઃ સઃ |
દાદા સર્ગ ૧૦ મો
:
દ્રૌપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાર વિગેરેનું ચરિત્ર. પાંડવે કૃષ્ણના પ્રસાદથી પિતાના હસ્તિનાપુર નગરમાં રહેતા અને દ્રોપદીની સાથે વારા પ્રમાણે હર્ષથી ક્રીડા કરતા હતા. એક વખતે નારદ ફરતા ફરતા દ્રૌપદીને ઘેર આવ્યા, ત્યારે
આ અવિરત છે” એમ જાણીને દ્રૌપદીએ તેને સત્કાર કર્યો નહિ, તેથી “આ દ્રૌપદી કેવી રીતે દુઃખી થાય?” એમ ચિંતવતા નારદ ક્રોધ કરીને તેના ઘરમાંથી નીકળ્યા, પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org