________________
સગ ૯ મો ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત
[૩૮૩ અનેક પાંથજને સ્વસ્થ થઈને બેઠા હતા. આવા અતિ સુંદર ઉદ્યાનમાં આવીને પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. પછી શરીર ઉપરથી સર્વ આભૂષણે ઉતાર્યા, એટલે ઇદ્ર તે લઈને કૃષ્ણને આપ્યાં. જન્મથી ત્રણ વર્ષ ગયા બાદ શ્રી નેમિપ્રભુએ શ્રાવણ માસની શુકલ પછી એ પૂર્વાહૂનકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લેચ કર્યો. શક છે કેશ લઈ લીધા અને પ્રભુના સકંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂક્યું. પછી શકે ઢે તે કેશ ક્ષીરસાગરમાં નાખી આવીને સર્વ કોલાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તેજ વખત જગદગુરૂને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકને પણ સુખ ઉપર્યું. નેમિનાથની પછવાડે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઇદ્ર અને કૃષ્ણ પ્રમુખ પ્રભુને નમીને પોતપોતાને સ્થાનકે ગયા.
બીજે દિવસે પ્રભુએ ગોષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાન્સથી પારણું કર્યું, તે વખતે તેના ઘરમાં સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને ગંભીર વનિ, ચેલેક્ષેપ અને વસુધારા વિગેરે પાંચ દિવ્ય દેવતાઓએ પ્રગટ કર્યા. પછી ઘાતી કમને ક્ષય કરવાને ઉદ્યત થયેલા નેમિનાથ કર્મબંધથી નિવૃત્ત થઈને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાને પ્રવર્યાં.
| શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમને અનુજ બંધુ રથનેમિ રામતીને જોઈને કામાતુરપણે ઇદ્ધિને વશ થઈ ગયે, તેથી તે હંમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવાવડે રામતીની સેવા કરવા લાગ્યા. તે ભાવને નહીં જાણનારી એ મુગ્ધાએ તેને નિષેધ કર્યો નહીં. રામતી તે એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતું હતું કે આ રામતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજમતીને ઘેર જતું હતું, અને ભ્રાતૃજાયાના મિષથી તેનું હાસ્ય કરતા હતા. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા! હું તને પરણવાને તૈયાર છું, છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે? હે મૃગાક્ષિ! મારે બંધુ તે ભેગને અનભિજ્ઞ હતા, તેથી તેણે તારે ત્યાગ કર્યો છે, તે એમ કરવાથી તે તે ભેગસુખથી ઠગા, પણ હવે તમારી શી ગતિ હે કમળ સમાન ઉત્તમ ગણું વાળી! તે એની પ્રાર્થના કરી તે પણ એ તારે પતિ થયે નહીં અને હું તે તારી પ્રાર્થના કરું છું, તેથી જે, અમારા બેમાં કેવું મેટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચારને હેતુ સ્વભાવથીજ સરળ આશયવાળી રામતીના જાણવામાં આવ્યું. પછી એ ધર્મજ્ઞ બાળાએ ધર્મનું સ્વરૂપ કહેવાવડે તેને ઘણે બોધ આપ્યો. તથાપિ એ દુર્મતિ તેવા દુષ્ટ અધ્યવસાયથી વિરામ પામ્યું નહીં.
૧ પર અગાઉ. ૨ વસ્ત્રની વૃષ્ટિ. ૩ દ્રવ્યની વૃષ્ટિ. ૪ ભેજાઈ
૫ અજાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org