________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું
૩૮૨]
મારા કુળને કલંક લાગે તેવુ' અને કુલટાના કુળને ચેાગ્ય વચન તમે કેમ ખેલે છે ? ત્રણ જગતમાં નેમિકુમારજ એક ઉત્કૃષ્ટ છે, તેના સદેશ ખીજો વર કાણુ છે? અને કદિ તેના જેવા ખીજા કોઈ હાય તે પણ શુ કામના ? કારણ કે કન્યાદાન તા એકવારજ થાય છે. હું મનથી અને વચનથી એ નેમિકુમારને વરી ચુકી છું અને તેણે ગુરૂજનના આગ્રહથી મને સ્રીપણે સ્વીકારી પણ હતી, તે છતાં અત્યારે એ બૈલેાકયશ્રેષ્ઠ નૈમિકુમાર મને પરણ્યા નહી, તે પ્રકૃતિથીજ અનના હેતુરૂપ એવા આ ભાગથી મારે પણ સ`, મારે તેની કાંઈ જરૂર નથી. જો કે તેણે વિવાહમાં તેા કરથી મારા સ્પર્શ કર્યાં નહીં, તથાપિ તદાનમાં તે તે મારા સ્પર્શ કરશે, અર્થાત્ મારા મસ્તકપર વાસક્ષેપ કરવાવડે હસ્તપ્રક્ષેપ અવશ્ય કરશે.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ઉગ્રસેનની પુત્રી રાજીમતી સખીજનને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાંજ તત્પર થઈને કાળ નિગમન કરવા લાગી.
અહી` શ્રી નેમિનાથ દરરોજ વાર્ષિ ક દાન આપવા લાગ્યા અને સમુદ્રવિજય વિગેરે વેદના પામતા ખાળકની જેમ અનિશ રૂદન કરવા લાગ્યા. ભગવાન્ નેમિએ રાજીમતીની પૂર્વોક્ત પ્રતિજ્ઞા લેાકેાનાં મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી, તથાપિ એ પ્રભુ મમતારહિત રહ્યા. પ્રભુએ એ પ્રમાણે નિચ્છિપણે એક વર્ષ પર્યંત દાન દીધું. પછી શક્રાદિક દેવનાયકેાએ આવીને પ્રભુના દીક્ષા સંબંધી અભિષેક કર્યાં, અને ઉત્તરકુરૂ નામની રત્નમય શિબિકામાં શિવાકુમાર (નેમિનાથ) આરૂઢ થયા. પછી સુરાસુર મનુષ્યાએ તે શિખિકાને વહન કરી. તે વખતે પ્રભુની એ ખાજુએ શક્ર અને ઈશાનેદ્ર ચામર લઈને ચાલ્યા; સનત્કુમારે દ્રે માથે છત્ર ધરી રાખ્યું, માહેદ્ર ઇંદ્ર ઉત્તમ ખર્ગ લઈને ચાલ્યા; બ્રહ્મેન્દ્રે દપણું લીધું, લાંતક ઇંદ્રે પૂર્ણુ કુંભ લીધેા, મહાશઅેત્રે સ્વસ્તિક લીધા, સહઆર ઇંદ્રે ધનુષ્ય લીધું, પ્રાણુતાધીશે શ્રીવત્સ ધારણ કર્યુ, અચ્યુતેકે ન ંદાવત્ત ઉપાડયુ અને ખીજા ચમરેદ્ર વિગેરે ઇંદ્રો હતા તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઈને આગળ ચાલ્યા. એ પ્રમાણે પિતા વિગેરે દશાઈ, શિવાદેવી વિગેર માતાએ અને રામકૃષ્ણાદિક બંધુઓથી પરવર્યાં સતા મહામનસ્વી ભગવંત રાજમાર્ગે ચાલ્યા. જ્યારે પ્રભુ ઉગ્રસેનના ગૃહ નજીક આવ્યા ત્યારે તેમને જોઈ ને રાજીમતી સદ્ય નવીન શાક ઉત્પન્ન થતાં વારવાર મૂર્છા પામવા લાગી. પ્રભુ તે અવિચ્છિન્ન ગમન કરતાં ઉજ્જયંત (રૈવતાચલ ) ગિરિના આભૂષણરૂપ અને નંદનવન જેવા સહસ્રામ્રવન નામના ઉપવનમાં પધાર્યાં.
તે વખતે નવાં ખીલેલાં કેતકીનાં પુષ્પાથી જાણે સ્મિત હાસ્ય કરતુ હાય અને ગની પડેલાં અનેક જા બુક્ળથી જાણે તેની પૃથ્વી નીલમણિથી બાંધેલી હેાય તેવું તે ન જણાતુ હતું. અનેક સ્થાનકે કદ ંબના પુષ્પાની શય્યામાં ઉન્મત્ત ભમરાઓ સુતા હતા, મયૂરા કળા પૂરીને કેકાનેિવર્ડ તાંડવ ( નૃત્ય) કરતા હતા, કામદેવના અસ્રના અંગારા હાય તેવાં ઇંદ્રવરણાનાં પુષ્પ ખીલી રહ્યાં હતાં, અને માલતી તથા જુઈનાં પુષ્પોની સુગંધ લેવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org