________________
૩૮૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર.
[ પ ૮ મું. જેમ પુરુષ ચતુર હોય તે છતાં દુર્ભાગ્યના ઉદયથી સ્ત્રી તેનાથી દૂર રહે છે-ઈચ્છતી નથી, તેમ મદિરાપાન કરવાથી બુદ્ધિ નષ્ટ થાય છે. મદિરાના પાનથી જેમનાં ચિત્ત પરવશ થયેલાં છે એવા પાપી પુરુષ માતાને પ્રિયા માને છે અને પ્રિયાને માતા માને છે. તેઓ ચિત્ત ચલિત થવાથી પિતાને કે પરને અથવા પિતાના કે પારકા પદાર્થને જાણતા નથી. પોતે રાંક છતાં સ્વામી થઈ બેસે છે અને પોતાના સ્વામીને કિંકર સમાન ગણે છે. શબની જેમ ચૌટામાં આળોટતા મદ્યપાનીના મુખમાં શ્વાન વિવરની શંકાથી મૂત્રે છે, મદ્યપાનના રસમાં મગ્ન થયેલ માણસ નગ્ન થઈને ચૌટામાં સૂવે છે અને લીલાવડે પિતાને ગુપ્ત અભિપ્રાય પણ પ્રકાશ કરી દે છે. જેમ વિચિત્ર ચિત્રની રચના કાજળ ભૂંસવાથી નષ્ટ થઈ જાય છે, તેમ મદિરાના પાનથી કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષ્મી ચાલ્યાં જાય છે, મદિરાપાની ભૂત વળગ્યું હોય તેમ નાચે છે, શક સહિત હોય તેમ પોકારે છે અને દાહજવર આવ્યું હોય તેમ પૃથ્વી પર આળેટે છે. મદિરા હલાહલ વિષની જેમ અંગને શિથિલ કરે છે, ઇંદ્રિયને ગ્લાનિ આપે છે અને મહાન મૂછ પમાડે છે. અગ્નિના એક તણખાથી તૃણની મોટી ગંજી બળી જાય છે તેમ મધપાનથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણું જંતુઓ ઉદ્ભવે છે, તેથી હિંસાના પાપથી ભીરૂ એવા પુરુષે કદાપિ મદિરાપાન કરવું નહીં. મદિરાપાની, આપ્યું હોય તેને ન આપ્યું કહે છે, લીધું હોય તે ન લીધું કહે છે, કર્યું હોય તેને નહીં કરેલું કહે છે અને રાજ્ય વિગેરેને મિથ્યા અપવાદ આપી વેચ્છાએ બકે છે. મૂઢ બુદ્ધિવાળો મધુપાની વધ બંધનાદિકને ભય છોડી દઈને ઘેર, બહાર કે માગે-જ્યાં મળે ત્યાં પારદ્રવ્યને ખુંચવી લે છે. મદ્યપાન કરવાથી થયેલા ઉન્માદથી પરવશ થયેલે પુરુષ બાળિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણી કે ચાંડાળી-સર્વ જાતિની પરસ્ત્રીને પણ ઉન્મત્ત થઈને ભગવે છે. મધુપાની પુરુષ રડતો, ગીત, લેટ, દેડ, કેપ કરતે, તુષ્ટ થતે, હસતે, સ્તબ્ધ રહે, નમતે ભમતો અને ઊભા રહે, એમ અનેક ક્રિયા કરતો નટની જેમ ભટક્યા કરે છે. હંમેશાં જતુઓના સમૂહને ગ્રાસ કરતાં છતાં યમરાજ જેમ તુષ્ટ થતા નથી તેમ મધુપાની વારંવાર મધુપાન કરતાં છતાં પણ ધરાતા નથી. સર્વ દેનું કારણ મદ્ય છે અને સર્વ પ્રકારની આપત્તિનું કારણ પણ મધ છે, તેથી અપથ્યને રોગી તજે તેમ મનુષ્ય તેને ત્યાગ કરવો.
જે પ્રાણીઓના પ્રાણને અપહાર કરી માંસને ઈરછે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયા નામના મૂળનું ઉમૂલન કરે છે. જે મનુષ્ય હમેશાં માંસનું ભજન કરતે છતે દયા પાળવાને ઈ છે છે તે પ્રજવલિત અગ્નિમાં વેલડીનું આરોપણ કરવાને ઈરછે છે. માંસ ભક્ષણ કરવામાં લુબ્ધ માણસની બુદ્ધિ દુબુદ્ધિવાળી ડાકણની જેમ પ્રત્યેક પ્રાણીને હવામાં પ્રવર્તે છે. જેઓ દિવ્ય
તે છતાં પણ માંસન ભોજન કરે છે. તેઓ અમતરસને છોડીને હલાહલ વિષને ખાય છે. જે નરકરૂપ અગ્નિમાં ઇંધણ જેવા પોતાના માંસને બીજાના માંસથી પેશવાને ઈરછે છે તેના જે બીજે કઈ નિર્દય નથી. શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલું અને વિષ્ટારસથી વધેલું એવું લેહીવડે કરી ગયેલું માંસ કે જે નરકના ફળરૂપ છે તેને કેણ બુદ્ધિમાન ભક્ષણ કરે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org