Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૪]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ અશ્વિ
[૫ ૮મું અન્યતા તેને સમજાવવાને માટે સદ્દબુદ્ધિવાન રામતીએ કંઠ સુધી દુધનું પાન કર્યું, અને જ્યારે રથનેમિ આવ્યું ત્યારે વમન કરાવનારૂં મદનફળ(મીંઢળ) ખાધું. પછી રથનેમિને કહ્યું કે “એક સુવર્ણને થાળ લાવો.” તત્કાળ તે સુવર્ણને થાળ લાવ્યું, એટલે તેમાં તેણએ પાન કરેલું બધું દુધ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું કે “તમે આ દુધનું પાન કરો.” રથનેમિ બે -“શું હું શ્વાનની જેમ વાત કરેલાને પાન કરનાર છું? તમે આ શું બોલે છે?' રાજમતી બોલી-“શું આ પીવા યોગ્ય નથી એમ તમે જાણે છે?” રથનેમિ બે , “કેવળ હું જ નહીં, પરંતુ બાળક પણ એ તે જાણે છે.” રાજીમતીએ કહ્યું- અરે જે તું જાણે છે તે નેમિનાથે મને વમન કરી દીધેલી છે, છતાં તું મારે ઉપભેગ કરવાને કેમ ઈચ્છે છે? વળી તેમને જાતા થઈને તું એવી ઈચ્છા કેમ કરે છે? માટે હવે પછી નારકીના આયુષ્યને બાંધનારું આવું વચન બોલીશ નહીં.” આ પ્રમાણેનાં રામતીનાં વચન સાંભળીને રથનેમિ મૌન થઈ ગયે. પછી લજજા પામતે અને મનોરથ ક્ષીણ થવાથી કચવાતે કચવાતે વિનરકપણે પિતાને ઘેર આવ્યો.
રાજીમતી એક નેમિનાથમાં જ અનુરાગ ધરી સંવેગ પામી સતી વર્ષ વર્ષ જેવા દિવસેને નિર્ગમન કરવા લાગી. નેમિનાથ વ્રત લીધા પછી ચેપન દિવસે વિહાર કરતા કરતા પાછા રૈવતગિરિના સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં વેતસના વૃક્ષની નીચે અઠ્ઠમ તપ કરીને ધ્યાન ધરતા નેમિનાથનાં ઘાતકર્મો તુટી ગયાં, તેથી આશ્વિન માસની અમાવાસ્યાને દિવસે પ્રાતઃકાળે ચન્દ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસને ચલિત થવાથી સર્વ ઈંદ્રો ત્યાં આવ્યા, અને તેમણે ત્રણ પ્રકાર (ગઢ)થી શોભતું સમવસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી એકસો વીશ ધનુષ્ય ઊંચા ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા દઈ “તીય નમઃ” એમ કહીને એ બાવીસમા તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા, એટલે પશ્ચિમાદિક ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણે દિશાનાં રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથનાં ત્રણ પ્રતિબિંબ વિકુવ્ય. પછી ચારે પ્રકારના દેવ દેવીઓ ચન્દ્ર ઉપર ચકેરની જેમ પ્રભુના મુખપર દૃષ્ટિ સ્થાપીને ચગ્ય સ્થાને બેઠા. આ પ્રમાણે ભગવંત સમોસર્યાના ખબર ગિરિપાળકેએ જઈને તત્કાળ પોતાના સ્વામી કૃષ્ણ વાસુદેવને કહા, એટલે તેઓ સાડાબાર કોટી દ્રવ્ય આપીને તરત જ નેમિનાથને વાંદવાની ઈચ્છાએ ગજારૂઢ થઈને તે ચાલ્યા. દશ દશાર્હ, અનેક માતાઓ, અનેક ભાઈઓ, કોટી સંખ્ય કુમારે, સર્વ અંતઃપુરીઓ અને સોળ હજાર મુકુટબંધ રાજાએથી પરવારેલા શ્રી કૃષ્ણ મોટી સમૃદ્ધિ સાથે સમવસરણમાં આવ્યા. દૂરથી જ ગજેન્દ્ર પરથી ઉતરી, રાજ્યચિહને છોડી દઈ ઉત્તર દ્વારથી સમવસરણમાં તેમણે પ્રવેશ કર્યો. પછી શ્રી નેમિનાથને પ્રદક્ષિણા કરી નમીને કૃષ્ણ ઈંદ્રની પછવાડે બેઠા અને બીજાઓ પણ પિતાને ચગ્ય સ્થાને બેઠા; પછી ઇંદ્ર અને ઉદ્દે (કૃષ્ણ) પુનઃ ઊભા થઈ નેમિપ્રભુને નમી ભક્તિથી પવિત્ર એવી વાણીવડે સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org