________________
૩૮૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮ મું કે જે મહા શેકમાં નિમગ્ન થયાં છે તેમની ઉપેક્ષા કરવી યોગ્ય નથી, તેમની ઉપર પણ સર્વની જેમ સાધારણુ કૃપા કરો. જેમ તમે એ દીન પ્રાણીઓને ખુશી કર્યા, તેમ હવે તમારે વિવાહેત્સવ બતાવીને આ રામ વિગેરે ભાઈઓને પણ ખુશી કરે.” નેમિનાથ બેલ્યા–“હે બાંધવ! મારાં માતાપિતાને અને તમને બંધુઓને શેક થવાનું કાંઈ પણ કારણ મારા જેવામાં આવતું નથી, અને મને વૈરાગ્ય થવાનું કારણ તે આ છે કે આ ચતુર્ગતિરૂપ સંસાર છે, જેમાં ઉત્પન્ન થયેલાં પ્રાણીઓ નિરંતર દુઃખને જ અનુભવે છે. પ્રત્યેક ભવે માતા પિતા અને ભ્રાતાઓ તે થયાં કરે છે, પણ તેમાં કઈ કર્મના ભાગીદાર થતા નથી, સર્વને પોતપોતાનાં કર્મ ભોગવવાં જ પડે છે. હે હરિ! જે બીજાનું દુઃખ બીજાથી છેદાતું હોય તે વિવેકી માણસ માતાપિતાને અર્થે પ્રાણ પણ આપી દે, પણ પ્રાણ પુત્રાદિક છતાં જરા, મૃત્યુ વિગેરેનાં દુઃખ તેિજ ભગવે છે, તેમાં કઈ કઈને રક્ષક થતું નથી. જે પુત્રો પિતાની દ્રષ્ટિનેજ માત્ર આનંદ માટે હોય તે તેમને મારા વિના બીજા મહાનેમિ પ્રમુખ પુત્રો છે, તે તે પણ આનંદનાજ હેતુ છે. હું તે વૃદ્ધ પાથની જેમ સંસારરૂપ માર્ગમાં ગમનાગમન કરીને ખિન્ન થઈ ગયો છું, તેથી હવે તે તેના હેતુરૂપ કર્મને ઉછેદ કરવાનેજ પ્રયત્ન કરીશ. તે કર્મને ઉચ્છેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને ગ્રહણ કરીશ; તેથી તમે વૃથા આગ્રહ કરશે નહીં.”
પુત્રનાં આવાં વચન સાંભળી સમુદ્રવિજય બેલ્યા–“વત્સ! તું ગર્ભેશ્વર છે અને શરીરે સુકુમાર છે, તે દીક્ષાનું કષ્ટ શી રીતે સહન કરી શકીશ? ગ્રીષ્મઋતુના ઘોર તાપ સહન કરવા તે દૂર રહ્યા, પણ બીજી ઋતુઓના તાપ પણ છત્રી વિના સહન કરવા અશક્ય છે. ક્ષુધા તૃષા વિગેરેનાં દુઃખ બીજાથી પણ સહન થતાં નથી તે દિવ્ય ભેગને યોગ્ય શરીરવાળા એવા તારાથી તે શી રીતે સહન થશે?” તે સાંભળી નેમિપ્રભુ બયા–“પિતા! જે પ્રાણ ઉત્તરોત્તર નારકીનાં દુઃખને જાણે છે, તેની આગળ આ દુઃખ તે કોણ માત્ર છે? તપસ્યાના સહજ માત્ર દુખથી અનંત સુખાત્મક મેક્ષ મળે છે અને વિષયના કિંચિત્ સુખથી અનંત દુખદાયક નરક મળે છે, તે તમેજ પિતાની મેળે વિચાર કરીને કહે કે તે બેમાં માણસે શું કરવું યોગ્ય છે? તેને વિચાર કરવાથી તે સર્વ માણસ જાણી શકે તેમ છે, પણ તેને વિચાર કરનારા વિરલા છે.” આ પ્રમાણેનાં નેમિકુમારનાં વચનોથી તેમનાં માતા પિતા, કૃષ્ણ અને બીજા રામ વિગેરે સ્વજનેએ નેમિનાથને દીક્ષાને નિશ્ચય જાણી લીધે, તેથી તેઓ ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા અને શ્રી નેમિનાથરૂપ હસ્તિક સ્વજનનેહરૂપ બેડીને તેડીને સારથિ પાસે રથ હંકાવી પિતાને ઘેર આવ્યા.
એ વખતે યોગ્ય સમય જાણીને લેકાંતિક દેવતાઓ ત્યાં આવ્યા, અને પ્રભુને નમીને તેઓ બેલ્યા કે “હે નાથ! તીર્થને પ્રવર્તાવો.” ભગવાન નેમિએ ઇદ્રની આજ્ઞાથી ભક દેવતા એએ પૂરલા દ્રવ્યવડે વાર્ષિક દાન દેવાને આરંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org