Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૯ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત
[૩૮૧ નેમિનાથ પાછા વન્યા અને તે વ્રત લેવાને ઇરછે છે એ ખબર સાંભળી રાજીમતી વૃક્ષ ખેંચાતાં વલ્લી જેમ ભૂમિપર પડી જાય તેમ મૂછ ખાઈને પૃથ્વી પર પડી. તત્કાળ ભય પામેલી તેની સખીઓ સુગંધી શીતળ જળથી સિંચન કરવા લાગી અને કદળીદળના પંખાથી પવન વીંજવા લાગી, જેથી તે થોડીવારે સંજ્ઞા પામીને બેઠી થઈ. પછી જેના કપાળભાગ ઉપર કેશ ઊડી રહ્યા હતા અને અશ્રધારાથી જેની કંચુકી ભીંજાયેલી હતી એવી એ બાળ વિલાપ કરવા લાગી—“અરે દેવ! નેમિ મારા પતિ થાય એ મારે મને રથ પણ હતું નહીં, તે છતાં તે નેમિ! કેણે દેવને પ્રાર્થના કરી કે જેથી તમને મારા પતિ કર્યા? કદિ થયા તે પછી અકસ્માત વાપાતની જેમ તમે આવું વિપરીત કેમ કર્યું? આ ઉપરથી તે તમે એકજ માયાવી અને તમે એકજ ખરેખરા વિશ્વાસઘાતી છે એમ જણાય છે; અથવા મારા ભાગ્યની પ્રતીતિથી મેં તે પ્રથમજ જાયું હતું કે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ નેમિકુમાર વર ક્યાં! અને હું કયાં! અરે નેમિ! જે મને પ્રથમથી જ તમારે લાયક ગણી નહતી તે વિવાહ અંગીકાર કરીને મને તે મને રથ શામાટે ઉત્પન્ન કરાવ્યું અને તે સ્વામિન! જે તે મને રથ ઉત્પન્ન કર્યો તે પછી ભગ્ન કેમ કર્યો? કારણકે મહાન પુરૂષે જે સ્વીકારે છે તે યાજજીવિત સ્થિરપણે પાળે છે. હે પ્રભુ! તમારા જેવા મહાશયે જે સ્વીકાર કરેલાથી ચલિત થશે, તે જરૂર સમુદ્ર પણ મર્યાદાને મૂકી દેશે. અથવા એમાં તમારે કાંઈ પણ દેષ નથી, મારાં કર્મને જ દેશ છેહવે વચનથી પણ હું તમારી ગૃહિણી તે કહેવાણી છું, છતાં આ સુંદર માતૃગૃહ, આ દેવમંડપ અને આ રનવેદિકા, કે જે આપણા વિવાહને માટે રચેલાં હતાં તે સર્વ વ્યર્થ થયાં છે. અત્યારે
જે ધવળમંગળમાં ગવાય તે સર્વ સત્ય હેતું નથી” એ કહેવત ખરી પડી છે, કારણ કે તમે વળગીતમાં મારા ભત્તરૂપે ગવાયા, પણ સાચા થયા નહીં. શું મેં પૂર્વ જન્મમાં દંપતીઓ (સ્ત્રી ભર્તા)નો વિયોગ કરાવ્યું હશે કે જેથી આ ભવમાં પતિના કરસ્પર્શનું સુખ પણ મને પ્રાપ્ત થયું નહીં.” આ પ્રમાણે વિલાપ કરતી રામતીએ. બે કરકમળથી છાતી કુટી હાર તેડી નાખ્યું અને કંકણ ફેડી નાખ્યાં. તે વખતે તેની સખીઓ બેલી-“હે બહેન! શામાટે તમે આટલો બધે ખેદ કરે છે? તમારે તેની સાથે શું સંબંધ છે? અને તમારે તેની સાથે હવે શું કાર્ય છે? સ્નેહ વગરને, નિસ્પૃહ, વ્યવહારથી વિમુખ, વનના પ્રાણીની જેમ ઘેર રહ્યા છતાં ગૃહવાસમાં ભીરૂ, દાક્ષિણ્યતા વગરનો, નિષ્ફર અને સ્વેચ્છાચારી એવો એ વરીરૂપ નેમિ કદિ ચાલ્યા ગયે તે ભલે ગયે આપણે તેને પહેલાથી જ સારી રીતે ઓળખી લીધે તે ઠીક થયું, જે કદિ એ તમને પરણીને આમ મમતારહિત થયા હતા તે પછી કુવામાં ઉતારીને દેર કાપી નાખવા જેવું થાત. હવે પ્રદ્યુમ્ર, શાંબ વિગેરે બીજા ઘણા સદ્દગુણી યદુકુમારે છે, તેમાંથી તમને રૂચે તે એક તમારે પતિ થાઓ. હે સુ! તમે નેમિનાથને માત્ર સંકલ્પથીજ અપાયા હતા, તેથી જ્યાં સુધી તેમણે તમારું પાણિગ્રહણ કર્યું નથી ત્યાં સુધી તમે કન્યારૂપજ છે.”
સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી ક્રોધ કરીને બેલી-“અરે સખી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org