________________
૩૬૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું કૃષ્ણને જ મારૂ આવો વિચાર કરી જરાસંધ કૃષ્ણની ઉપર દોડી આવ્યું. તે વખતે “હવે કૃષ્ણ મરાયા” એ સર્વત્ર દવનિ પ્રસરી ગયે. તે સાંભળી માતલિ સારથિએ અરિષ્ટનેમિ પ્રત્યે કહ્યું કે સ્વામિન્ ! અષ્ટાપદની આગળ હાથીનાં બચ્ચાંની જેમ ત્રિભુવનપતિ એવા તમારી પાસે આ જરાસંધ કોણ માત્ર છે? પણ તમે જે આ જરાસંધની ઉપેક્ષા કરશે તે તે આ પૃથ્વીને યાદવ વગરની કરી દેશે, માટે હે જગન્નાથ ! તમારી લેશમાત્ર લીલા તે બતાવે. જો કે તમે જન્મથીજ સાવદ્યકર્મથી વિમુખ છે, તથાપિ શત્રુઓથી આક્રમણ કરાતું તમારૂં કુળ અત્યારે આપને ઉપેક્ષા કરવા ચોગ્ય નથી.” આ પ્રમાણે માતલિ સારથિના કહેવાથી શ્રીનેમિનાથે કોપ વગર હાથમાં પોરંદર નામને શંખ લઈ મેઘગજનાને પણ ઉલ્લંઘન કરે તે નાદ કર્યો. ભૂમિ તથા અંતરીક્ષને પૂરી દે તેવા તેના મોટા દવનિથી શત્રુઓ ક્ષેભ પામી ગયા અને યાદવેનું સન્મ સ્વસ્થ થઈને યુદ્ધ કરવાને સમર્થ થયું. પછી નેમિનાથની આજ્ઞાથી માતલિ સારથિએ ઉંબાડીઆની જેમ સાગરના આવર્ત જે પોતાનો રથ રણભૂમિમાં ભમાડવા માંડ્યો. તે વખતે પ્રભુ નવીન મેઘની જેમ ઇંદ્રધનુષ્યનું આકર્ષણ કરીને શત્રુઓને ત્રાસ કરતા સતા બાણવૃષ્ટિ કરવા લાગ્યા. તે બાણવૃષ્ટિવડે કોઈની દવા છેદી, કેઈનાં ધનુષ્ય કાપ્યાં, કેઈના રથ ભાંગ્યા અને કેાઈના મુકુટ તોડી પાડ્યા. તે વખતે સામે પ્રહાર કરવાની વાત તે દૂર રહી પણ કલ્પાંતકાળના સૂર્ય જેવા જણાતા એ પ્રભુ સામું જોવાને પણ શત્રુના સુભટોમાંથી કેઈપણ સમર્થ થયા નહીં. પ્રભુએ એકલાએ જ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન. કરી દીધા, કેમકે ઉછળેલા મહાસમુદ્રની આગળ પર્વતે કેણ માત્ર છે? આ પ્રમાણે પરાક્રમ બતાવ્યા છતાં પણ પ્રતિવાસુદેવ વાસુદેવને જ વધ્ય છે” એવી મર્યાદા હેવાથી એ ઐકયામલ પ્રભુએ જરાસંધને હા નહીં. શ્રીનેમિપ્રભુ રથને ભમાવતા સતા શત્રુઓના સૈનિકેને રોકીને ઊભા રહ્યા, એટલે તેટલા વખતમાં યાદવ વીરો ઉત્સાહ પ્રાપ્ત કરીને ફરીવાર યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે સિંહે જેમ મૃગલાને મારે તેમ પાંડવોએ પૂર્વના વૈરથી અવશેષ રહેલા કરને મારવા માંડયા, એટલામાં તો બળદેવે પણ સ્વસ્થ થઈ લાંગલ ઊંચું કરી તેના વડે યુદ્ધ કરીને અનેક શત્રુઓને મારી નાંખ્યા.
અહીં જરાસંધે કૃષ્ણને કહ્યું “અરે કપટી! તું આટલી વાર શગાલની જેમ માયાથીજ છે. તે માયાથી કંસને માર્યો અને માયાથીજ કાળકુમારને પણ માર્યો છે. તું અસ્ત્રવિદ્યા શિખેજ નથી તેથી, સંગ્રામ કરતો નથી, પણ અરે કપટી! આજે હું તારા પ્રાણ સાથેજ એ માયને અંત લાવીશ, અને મારી પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પૂરી કરીશ.” કૃષ્ણ હસીને બેલ્યા “અરે રાજા ! તું આમ ગર્વના વચન શા માટે બેલે છે ? જે કે હું તો તે અશિક્ષિત છું, પણ તું તે તારી જે અસ્ત્રશિક્ષા છે તે બતાવી આપ. હું કિંચિત્ પણ મારી આત્મપ્રશંસા કરતા જ નથી, પણ એટલું તો કહું છું કે તારી દુહિતાની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા છે, તેને હું પૂરી કરીશ.” આવાં કૃષ્ણનાં વચન સાંભળી જરાસંધે ક્રોધથી બાણે મૂકવા માંડ્યાં, એટલે અંધકારને સૂર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org