Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મે ]. શાંબ પ્રદ્યુમ્ન વિવાહ-જરાસંધ વધ
[ ૩૬૩ જેમ જરાસંધે મારી નાખ્યા. તે કુમારનો વધ જોઈ કૃષ્ણની સેના પલાયન થઈ ગઈ, એટલે ગાયના સમૂહની પાછળ વ્યાઘની જેમ જરાસંધ તે સેનાની પાછળ આવ્યું. તે વખતે તેના સેનાપતિ શિશુપાળે કૃષ્ણને હસતાં હસતાં કહ્યું કે “અરે કૃષ્ણ? આ કાંઈ ગોકુળ નથી, આ તે ક્ષત્રિયેનું રણ છે.” કૃષ્ણ કહ્યું, “રાજન ! હમણાં તું ચાલ્યું જા, પછી આવજે. હમણાં હું રૂમિના પુત્ર સાથે યુદ્ધ કરૂં છું, માટે તારી માતા ને મારી માશી ચિરકાળ રૂદન કરો નહીં.” મર્મવેધી બાણ જેવાં આ કૃષ્ણનાં વચનથી વિંધાયેલા શિશુપાળે ધનુષ્યનું આરફાલન કરીને તીક્ષણ બાણ છોડ્યાં, જેથી કૃષ્ણ બાવડે શિશુપાળનાં ધનુષ્ય, કવચ અને રથ છેવી નાખ્યાં, એટલે ઉછળતા અગ્નિની પેઠે તે ખરું ખેંચીને કૃષ્ણની સામે દેડક્યો, તેથી જેમ તેમ બડબડતા એ દુર્મતિ શિશુપાળનાં ખ, મુકુટ અને મસ્તક હરિએ અનુક્રમે છેદી નાખ્યાં.
શિશુપાળના વધથી જરાસંધ ઘણે ક્રોધ પામ્ય અને યમરાજના જે ભયંકર થઈ અનેક પુત્ર અને રાજાઓને સાથે લઈ રણભૂમિમાં દોડી આવ્યા, અને બે કે “અરે યાદ! વૃથા શા માટે મરે છે? માત્ર તે ગોપાળ રામ કૃષ્ણને સેંપી છે. અદ્યાપિ તમારે કાંઈ હાનિ થઈ નથી. આવાં વચન સાંભળી યાદો દંડથી તાડન થયેલા સર્ષની જેમ ઘણું ગુસસે થયા અને વિવિધ આયુધને વર્ષાવતા તેની સામે દેડી આવ્યા. જરાસંધ એક છતાં અનેક હોય તે થઈ ઘેર બાણથી મૃગલાને વ્યાધની જેમ યાદવેને વિધવા લાગ્યું. જ્યારે જરાસંધે યુદ્ધ કરવા માંડયું ત્યારે કોઈ પણ પદળ, રથી, સ્વાર કે ગજાહકે તેની સામે ટકી શક્યા નહીં, પવને ઉડાડેલા રૂની જેમ યાદવેનું બધું સન્મ જરાસંધના બાણથી દુઃખી થઈ દશે દિશામાં નાસી ગયું. ક્ષણવારમાં જરાસંધે યાદવોના સૈન્યરૂપ મહા સરોવરને કાસર જેવું કરી દીધું, અને યાદવ તેની આજુબાજુએ દૂર રહ્યા છતાં દાદુરપણાને પ્રાપ્ત થયા.
જરાસંધના અઠ્ઠાવીશ પુત્રો દૃષ્ટિવિષ સર્ષની જેમ શરૂપ વિષવાળા રામને ઉપદ્રવ કરવા લાગ્યા, અને તેના બીજા એગણતેર પુત્રો કૃષ્ણને મારવાની ઈચ્છાએ દાનની જેમ તેને રૂંધીને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેમની સાથે રામકૃષ્ણને એવું ઘેર યુદ્ધ જામ્યું કે જેમાં પરસ્પર અસ્ત્રના છેદથી આકાશમાં બેસુમાર તણખાની વૃષ્ટિ થવા લાગી. અનુક્રમે રામે જરાસંધના અઠ્ઠાવીશે પુત્રોને હળથી ખેંચીને મુશળવડે ચેખાની જેમ પીસી નાખ્યા, અર્થાત મરણ પમાડયા. એટલે “આ ગેપ ઉપેક્ષા કરવાથી અદ્યાપિ મારા પુત્રોને હણ્યા કરે છે' એમ બોલી જરાસંધે વજ જેવી ગદાને રામની ઉપર પ્રહાર કર્યો, તે ગદાના ઘાતથી રામે રૂધિરનું વમન કર્યું, તેથી યાદવના બધા સૈન્યમાં મોટો હાહાકાર થઈ ગયે. ફરીવાર જ્યારે રામ ઉપર પ્રહાર કરવાને જરાસંધ આવ્યો તે વખતે વેત વાહનવાળા કનિષ્ઠ કુંતીપુત્ર અને વચમાં પડયો. રામની વિધુરતા જઈ કૃષ્ણને ક્રોધ ચઢયો. તેથી તેણે તત્કાળ હોઠ કંપાવતા સતા પિતાની આગળ રહેલા જરાસંધના એગણેતર પુત્રોને મારી નાખ્યા. પછી “આ રામ તે મારી ગદાના પ્રહારથી મરી જ જશે. અને આ અર્જુનને મારવાથી શું થવાનું છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org