________________
સર્ગ ૮ મે.
સાગરચંદ્રનું ઉપાખ્યાન, ઉષાહરણ અને બાણાસુરને વધ. જરાસંધના મરણ પામ્યા પછી શ્રી નેમિનાથે જે કૃષ્ણના શત્રુરાજાઓને નિરાધમાં રાખ્યા હતા તેમને છુટા કર્યા. તેઓ નેમિનાથ પાસે આવી નમસ્કાર કરી અંજલિ જેડીને બોલ્યા- “હે પ્રભુ! તમે એ જરાસંધને અને અને ત્યારથી જ જીતી લીધા છે, કે જ્યારથી તમે ત્રણ જગતના પ્રભુ યાદવકુળમાં અવતર્યા છે. એકલા વાસુદેવ પ્રતિવાસુદેવને હણેજ તેમાં સંશય નથી, તે પછી હે નાથ! તમે જેના બંધુ કે સહાયકારી હો તેની તે વાત જ શી કરવી? જરાસંધે અને અમેએ આગળથીજ જાણ્યું હતું કે આપણે એવું અકર્તવ્ય કાર્ય આદર્યું છે કે જેને પરિણામે આપણને હાનિજ થવાની છે, પરંતુ એવી ભવિતવ્યતા હોવાથી તેમ બન્યું છે. આજે અમે તમારે શરણે આવ્યા છીએ, તે અમારા બધાનું કલ્યાણ થાઓ. અમે તે તમારી સમક્ષ કહીએ છીએ, નહીં તે તમને નમનારનું તે સ્વતઃ ક૯યાણ થાયજ છે.” આ પ્રમાણે કહીને ઊભા રહેલા તે રાજાઓને સાથે લઈને શ્રી નેમિ કૃષ્ણની પાસે આવ્યા. કૃષ્ણ રથમાંથી ઉતરીને નેમિકુમારને દઢ આલિંગન કર્યું. પછી નેમિનાથનાં વચનથી અને સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ તે રાજાઓને અને જરાસંધના પુત્ર સહદેવને સત્કાર કર્યો, અને મગજ દેશને ચોથો ભાગ આપી સહદેવને તેના પિતાના રાજ્ય ઉપર જાણે પિતાને દીત્તિસ્તંભ હોય તેમ આરોપિત કર્યો. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શૌર્યપુરમાં અને હિરણ્યનાભના પુત્ર રૂફમનાભને કેશલદેશમાં સ્થાપિત કર્યો. તેમજ રાજ્યને નહીં ગ્રહણ કરવા ઈચ્છતા ઉગ્રસેનના ધર નામના પુત્રને મથુરાનું રાજય આપ્યું. એ સમયે સૂર્ય પશ્ચિમસમુદ્રમાં નિમગ્ન થયે, તે કાળે શ્રી નેમિનાથે વિદાય કરેલે માતલિ સારથિ દેવલેકમાં ગયે. કૃષ્ણ અને તેની આજ્ઞાથી બીજા સર્વ રાજાઓ પોતપોતાની છાવણીમાં ગયા. હવે સમુદ્રવિજય રાજા વસુદેવના આગમનની રાહ જોવા લાગ્યા.
બીજે દિવસે સમુદ્રવિજય અને કૃષ્ણ વાસુદેવની પાસે ત્રણ સ્થવિર ખેચરીઓ આવીને આ પ્રમાણે કહેવા લાગી કે “પ્રદ્યુમ્ન અને શાંબ સહિત વસુદેવ ખેચરોની સાથે થોડા વખતમાં અહીં આવે છે, પણ તેમનું જે ચમત્કારી ચરિત્ર ત્યાં બન્યું છે તે સાંભળે. વસુદેવ બે પાત્રોની સાથે ખેચરે સહિત જેવા અહીંથી નીકળ્યા, તેવાજ વૈતાઢયગિરિ ઉપર ગયા, અને ત્યાં શત્રુ બેચરની સાથે તેમને મોટું યુદ્ધ થયું. નીલકંઠ અને અંગારક વિગેરે ખેચરે જે પૂર્વના વૈરી હતા તેઓ એકઠા મળી મળીને વસુદેવની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ગઈ કાલે નજીકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org