Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૭૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮મું શંખ ફુકયો જોઈ હું ઘણે પ્રસન્ન થયે છું, પરંતુ હે માનદ ! હવે મને વિશેષ પ્રસન્ન કરવાને માટે તમારૂં ભુજાબળ બતાવે, અને મારી સાથે બાહયુદ્ધથી યુદ્ધ કરે.” નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે બને વીરબંધુ અનેક કુમારોથી વીંટાઈ અસ્ત્રાગારમાં ગયા.
પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તે તેના શા હાલ થશે? તેથી જેવી રીતે તેને અડચણ ન થાય અને તે મારી ભુજાના બળને જાણે તેવી રીતે કરવું ચોગ્ય છે.” આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું કે “હે બંધુ! વારંવાર પૃથ્વી પર આળોટવા વિગેરેથી જે યુદ્ધ કરવું તે તે સાધારણ માણસનું કામ છે, માટે પરસ્પર ભુજાના નમાવવા વડેજ આપણું યુદ્ધ થવું જોઈએ.” કૃષ્ણ તે વચન સ્વીકારીને પોતાની ભુજા લાંબી કરી, પરંતુ વૃક્ષની શાખા જેવી તે વિશાળ ભુજાને કમળના નાળવાની જેમ લીલામાત્રમાં નેમિકુમારે નમાવી દીધી. પછી નેમિનાથે પોતાની વામ ભુજા લાંબી ધરી રાખી, એટલે કૃષ્ણ વૃક્ષને વાનર વળગે તેમ સર્વ બળવડે તેને વળગી પડયા, પણ નેમિકુમારના તે ભુજસ્તંભને વનનો હાથી પૃથ્વીના દાંત જેવા મહાગિરિને નમાવી શકે નહીં તેમ કિંચિત્ પણ નમાવી શક્યા નહીં. પછી નેમિનાથને ભુજસ્તંભ છોડી પિતાનું વિલખ પણું ઢાંકી દેતા કૃષ્ણ તેમને આલિંગન દઈને આ પ્રમાણે બોલ્યા–“હે પ્રિય બંધુ! જેમ રામ મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી બધા વિશ્વને તૃણ સમાન ગણું છું.' આ પ્રમાણે કહી કૃષ્ણ નેમિનાથને વિસર્જન કર્યા. રામને કહ્યું, “હે ભાઈ! તમે બંધુ નેમિનાથનું લેકોત્તર બળ જોયું? વૃક્ષ ઉપર પક્ષીની જેમ હું અર્ધચક્રી પણ તેની ભુજા સાથે લટકી રહ્યો! તેથી હું એમ માનું છું કે એ નેમિનાથના બળ સમાન ચક્રવત્તી અને ઇદ્રનું બળ પણ નથી. તેનું આવું બળ છે, તે છતાં એ આપણું અનુજ બંધુ સમગ્ર ભારતવર્ષને કેમ સાધતા નથી? આમ સુસ્ત થઈને બેસી કેમ રહે છે!' રામે કહ્યું“ભાઈ! જેમ તે બળથી ચક્રવત્તી કરતાં પણ અધિક જણાય છે, તેમ શાંત મૂર્તિથી રાજ્યમાં પણ નિઃસ્પૃહ જણાય છે.' રામે આ પ્રમાણે કહ્યું, તે છતાં પણ પોતાના અનુજ બંધુના બળથી શંકા પામતા કૃષ્ણને દેવતાઓએ કહ્યું, “હે કૃષ્ણ! પૂર્વે શ્રી નમિપ્રભુએ કહ્યું હતું કે “મારી પછી નેમિનાથ તીર્થકર થશે, તે કુમારજ રહેશે, માટે તેને રાજ્યલક્ષમીની ઈચ્છા નથી. તે સમયની રાહ જુવે છે. ચોગ્ય સમય પ્રાપ્ત થયે જન્મબ્રાચારી રહીને તે દીક્ષા ગ્રહણ કરશે, માટે તમે જરા પણ બીજી ચિંતા કરશે નહીં.” દેવતાનાં આ પ્રમાણેનાં વચન સાંભળી કૃષ્ણ પ્રસન્ન થઈ રામને વિદાય કર્યા. પછી તે અંતઃપુરમાં જઈ ત્યાં નેમિનાથને બેલાવ્યા.
બને બંધુઓએ રત્નના સિંહાસન ઉપર બેસી વારાંગનાઓએ ઢાળેલા જળકળશવડે નાન કર્યું. દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુહી દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. પછી ત્યાં બેસી અને વીરાએ સાથેજ ભેજન કર્યું. પછી કૃષ્ણ અંતઃપુરના રક્ષકોને આજ્ઞા કરી કે “આ નેમિનાથ મારા બંધુ છે અને મારાથી અધિક છે માટે તેમને અંતઃપુરમાં જતાં તમારે કયારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org