Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ હ મ ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત
[૩૭૭ રાજીમતી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નેમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને ચોગ્ય છે, આવાં કૃષ્ણનાં વચન સાંભળી ઉગ્રસેન બેલ્યા- હે પ્રભુ! આજે અમારાં ભાગ્ય ફળ્યાં કે જેથી તમે અમારે ઘેર આવ્યા અને વળી અમને કૃતાર્થ કર્યા. તે સ્વામિન ! આ ગૃહ, આ લક્ષમી, આ અમે, આ પુત્રી અને બીજું બધું સર્વ તમારે આધીન છે, તેથી સ્વાધીન વસ્તુમાં પ્રાર્થના શી?” ઉગ્રસેનનાં આવાં વચન સાંભળી કૃષ્ણ ખુશી થયા, અને શીધ્ર સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. સમુદ્રવિજયે કહ્યું-“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને ઘણે હર્ષ થાય છે. વળી તમે મારા નેમિકુમારને ભોગાભિમુખ કર્યા, તેથી અમને ઘણેજ આનંદ ઉપજાવ્યું છે, કેમકે અરિષ્ટનેમિ વિવાહ કરવાનું કબુલ કરે તે ઠીક, એ મને રથ આટલા વખત સુધી અમારા મનમાં જ લીન થઈ જતું હતું.” પછી રાજા સમુદ્રવિજયે ક્રોબ્યુકિને બોલાવીને નેમિનાથ અને રામતીના વિવાહને માટે શુભ દિવસ પૂછયો, એટલે કોર્ટુકિએ કહ્યું કે “હે રાજન ! વર્ષાકાળમાં સાધારણ શુભ કાર્યને પણ આરંભ કરવો કહ્યો નથી તે વિવાહની તે વાત જ શી કરવી?” સમુદ્રવિજયે કહ્યું, “આ વખતે જરા પણ કાળક્ષેપ કર ગ્ય નથી, કારણ કે કૃણે માંડમાંડ નેમિનાથને વિવાહને માટે મનાવ્યા છે, તેથી વિઘ ન આવે તે નજીકમાં જ કેઈ વિવાહને દિવસ બતાવે અને તમારી અનુજ્ઞાથી ગાંધર્વ વિવાહની જેમ એ વિવાહ થઈ જાઓ.” ક્રોડુકિએ વિચારીને કહ્યું, “હેય દુપતિ! જે એમજ હોય તો પછી શ્રાવણ માસની શુકલ પછીએ એ કાર્ય કરે.” રાજાએ ક્રોડુકિને સત્કાર કરી વિદાય કર્યો. પછી એ વાર્તા ઉગ્રસેનને કહેવરાવી, અને બંને તે કાર્યમાં તૈયાર થયા. કૃષ્ણ પણ દ્વારકામાં પ્રત્યેક દુકાને, પ્રત્યેક દરવાજે અને પ્રત્યેક ગૃહે રત્નમય માંચા અને તેરણ વિગેરે રચાયાં. વિવાહને દિવસ નજીક આવે એટલે દશાર્ણ અને રામ કૃષ્ણ વિગેરે એકઠા થયા. શિવાદેવી, રોહિણી અને દેવકી વિગેરે માતાએ, રેવતી પ્રમુખ રામની પત્નીઓ અને સત્યભામા વિગેરે કૃષ્ણની પત્નીઓ, ધાત્રીઓ અને બીજી ત્રવૃદ્ધ તેમજ સૌભાગ્યવતી રમણીઓ એકઠી થઈને ઊંચે સ્વરે ગીત ગાવા લાગી, સર્વેએ મળીને નેમિકુમારને પૂર્વાભિમુખે ઉત્તમ આસન પર બેસાડયા, અને રામ કૃષ્ણ પ્રીતિથી પોતાની જાતે તેમને ન્હવરાવ્યા. પછી નેમિકુમારને હાથે મંગળસૂત્ર બાંધી હાથમાં બાણ આપીને કૃષ્ણ ઉગ્રસેનને ઘેર ગયા, ત્યાં પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી રામતીને પણ કૃષ્ણ તેવી રીતેજ સ્નાનાદિ કરાવીને તૈયાર કર્યા. ફરી પાછા પિતાને ઘેર આવ્યા.
તે રાત્રી નિર્ગમન કરીને પ્રાતઃકાળે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસેનને ગૃહે લઈ જવાને તૈયાર કર્યા. વેત છત્ર માથે ધર્યું, અને પડખે વેત ચામરો વીંજાવા માંડ્યાં, છેડા સહિત બે વેત વસ્ત્ર પહેરાવ્યાં, મુક્તાફળનાં આભરણેથી શણગાર્યા અને મને હર ગશીર્ષચંદનથી અંગરાગ કર્યો. આ પ્રમાણે તૈયાર થયા પછી નેમિનાથ વેત અશ્વવાળા રથ ઉપર c - 48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org