Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[ ૩૭૩
સગ ૯ મ].
શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત અટકાવવા નહીં. સર્વ બ્રાહુ પત્રીઓ (જાઈએ)ની વચમાં એ નેમિકુમાર ભલે ક્રીડા કરે, તેમાં કાંઈ પણ દેષ નથી.” પછી સત્યભામા વિગેરે પિતાની પતીઓને આજ્ઞા કરી કે “આ , નેમિકુમાર મારા પ્રાણ જેવા છે, તે તમારા દિયર થાય છે, તેનું માન રાખજો અને તેની સાથે નિઃશંકપણે ક્રીડા કરશે. આ પ્રમાણે કૃષ્ણ કહ્યું. એટલે અંતઃપુરની સ્ત્રીઓએ તેજ વખતે નેમિકુમારની પૂજા કરી. પછી નેમિકુમાર ભેગથી પરાભુખ અને નિર્વિકારીપણે તેમની સાથે વિહાર કરવા લાગ્યા, અને પિતાની સદશજ અરિષ્ટનેમિ કુમારની સાથે કૃષ્ણ અંતઃપુર સહિત હર્ષથી કીડાગિરિ વિગેરેમાં રમવા લાગ્યા.
એક વખતે વસંતઋતુમાં કૃષ્ણ નેમિનાથ, નગરજને અને સર્વ યાદવેની સાથે અંતઃપુર સહિત રૈવતાચળના ઉધાનમાં કીડા કરવાને ગયા. જેમ નંદનવનમાં સુર અસુરના કુમાર કીડા કરે તેમ ત્યાં યાદવકુમારો અને નગરજને વિવિધ ક્રીડા કરવા લાગ્યા. કેઈ બકુલ વૃક્ષની તળે બેસી બેરસલીનાં પુષ્પની ખુશબેથી સુગંધી અને કામદેવની જીવનઔષધિરૂપ મદિરાનું મદિરાપાન કરવાની ભૂમિમાં બેસીને પાન કરવા લાગ્યા, કેઈ વિણા વગાડવા લાગ્યા, કેઈ ઉંચે સ્વરે વસંત રાગ ગાવા લાગ્યા, કેઈ મદિરાથી મત્ત થઈ પિતાની સ્ત્રીઓ સાથે કિનરની જેમ નાચવા લાગ્યા. ચંબલી, અશક અને બેરસલી વિગેરે વૃક્ષે પરથી કોઈ પુષહર વિદ્યાધરની જેમ પિતાની સ્ત્રીઓ સાથે પુપ ચુંટવા લાગ્યા, કેઈ ચતુર માળીની જેમ પુપિનાં આભૂષણે ગુંથી ગુંથીને રમણીઓનાં અંગમાં પહેરાવવા લાગ્યા, કોઈ નવપલ્લવની શયામાં અને લતાગૃહમાં કાંદપિક દેવની જેમ યુવતિ સાથે ક્રીડા કરવા લાગ્યા, કેઈ ગાઢ રતિથી શ્રાંત થઈ. પાણીની નીકને તીરે લેટતા ભેગીઓ ભેગી (સર્પ)ની જેમ મલયાચળના પવનનું પાન કરવા લાગ્યા, કઈ કંકિલિના વૃક્ષની શાખા સાથે હિંચકા બાંધી રતિ અને કામદેવની જેમ પિતાની અંગના સાથે હીંચકવા લાગ્યા, અને કેટલાક કામદેવના શાસનમાં વર્તતા પુરૂષે કંકિશ્વિનાં વૃક્ષોને પિતાની પ્રિયાના ચરણઘાત કરાવવા વડે, બેરસલીનાં વૃક્ષોને મદિરાને ગંડૂષ નખાવવા વડે, તિલકનાં વૃક્ષોને સરાગ દષ્ટિએ જોવરાવવા વડે, કુરૂબકનાં વૃક્ષોને ગાઢ આલિંગન અપાવવા વડે અને તે સિવાય બીજા પ્રકારના દેહદથી બીજાં વૃક્ષોને વિશેષ પ્રકારે પુષ્પિત કરવા લાગ્યા. ' તે વખતે કૃષ્ણ વાસુદેવ પણ નેમિકુમારને સાથે રાખી સત્યભામા વિગેરે એથી પરવર્યા સતા વનના હાથીની જેમ આમતેમ ભમવા લાગ્યા. ત્યાં નેમિકુમારને જોઈ કૃષ્ણને વિચાર થયો કે “જે નેમિનાથનું મન ભેગમાં લગ્ન થાય તે જ મારી લક્ષમી કૃતાર્થ થાય અને ત્યારે જ મારૂં સૌથ્રાપણું પણ ગણાય, તેથી આલંબન, ઉદ્દીપન અને વિભાવ અનુભાવ વારંવાર કરવા વડે આ નેમિકુમારને મારે અનુકૂળ કરવા કે તેથી કદિ મારો મને રથ પૂર્ણ થાય.” આ પ્રમાણે વિચારી કૃષ્ણ પિતાને હાથે એક પુષ્પમાળા ગુંથીને બીજા મુક્તાહારની જેમ નેમિકુમારના કંઠમાં આજે પણ કરી. પછી કૃષ્ણને ભાવ જાણીને સત્યભામા વિગેરે ચતુર રમણીઓ પણ વિચિત્ર પુષ્માભરણથી શ્રી નેમિને શૃંગાર કરવા લાગી, કેઈ તેમના પૃષ્ટ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org