________________
૩૭૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું પાસે માગણીઓ ન કરી? સર્વેએ કરી, પણ કોઈની માગણી બાણને રૂચી નહીં. અનુરાગી ઉષાએ ચિત્રલેખા નામની વિદ્યાધરીને મોકલીને અનિરૂદ્ધને મનની જેમ પોતાને ઘેર બેલા. તેને ગાંધર્વ વિવાહથી પરણીને લઈ જતી વખતે અનિરૂદ્ધ આકાશમાં રહીને બોલ્યો કે “હું અનિરૂદ્ધ ઉષાનું હરણ કરી જાઉં છું.” તે સાંભળી બાણુ ક્રોધ પામે, તેથી શીકારી જેમ કુતરાઓથી સુવરને રૂંધે તેમ તેણે પિતાના બાણાવળી સિન્યથી અનિરૂદ્ધને રૂંધી દીધો. તે વખતે ઉષાએ અનિરૂદ્ધને પાઠસિદ્ધ વિદ્યાઓ આપી, તેથી પરાક્રમમાં વૃદ્ધિ પામેલા અનિરૂધે ખાણની સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. છેવટે બાણે નાગપાશથી પ્રદ્યુમ્નના પુત્રને હાથીના બચ્ચાંની જેમ બાંધી લીધે. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તત્કાળ આ વૃત્તાંત કૃષ્ણને જણાવ્યું, એટલે કૃષ્ણ રામ, શાંબ અને પ્રસને લઈને ત્યાં આવ્યા. ગરૂડવંજ (કૃષ્ણ)નાં દર્શન માત્રથી અનિરૂદ્ધના નાગપાશ તુટી ગયા. શંકરના વરદાનથી અને પિતાના બળથી ગર્વ પામેલા મન્મત્ત બાણે કૃષ્ણને કહ્યું કે “અરે, તું શું મારા બળને જાણતે નથી? તેં હમેશાં પારકી કન્યાઓનું હરણ કર્યું છે, તેથી તારા પુત્ર પૌત્રોને પણ તે ક્રમવાર પ્રાપ્ત થયેલું છે, પણ હવે હું તેનું ફળ તમને બતાવું છું. કૃષ્ણે કહ્યું “અરે દુરાશય! તારી આ વચનઉક્તિ શા કામની છે? કારણકે કન્યા તે અવશ્ય બીજાને આપવાની જ હોય છે, તે તેને વરવામાં છે?' કૃષ્ણનાં આવાં વચન સાંભળી અનેક ખેચરોથી વીંટાયેલે બાણ વિદ્યાધર ભૂકુટી ચડાવીને કૃષ્ણની ઉપર બાણે ફેંકવા લાગે. બાણને છેદવામાં ચતુર એવા કૃષ્ણ તેનાં બાણને વચમાંથી જ છેદી નાંખવા માંડયાં. એવી રીતે તે બંને વિરેને ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ ચાલ્યું. છેવટે કૃષ્ણ તેને અમરહિત કરી કૃષ્ણ સર્ષના ગરૂડ કરે તેમ તેના શરીરના કડકેકડકા કરી નાખીને તેને યમદ્વારે પહોંચાડી દીધો.પછી કૃષ્ણ ઉષા સહિત અનિરૂદ્ધને લઈ શબ, પ્રાસ્ત્ર અને રામની સાથે હર્ષ પામતા પુનઃ દ્વારકામાં આવ્યા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये ऽटमे पर्वणि
सागरचंद्रोपाख्यान-उषाहरण-वाणवधवर्णनो नामाष्टमः सर्गः॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org