Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મા] સાગરચંદ્રતુ. ઉપાખ્યાન, ઉષાહરણ અને માણાસુરને વધ
[ ૩૬૯
"
શાંબ બેન્ચે-‘અરે હું કમલામેલક' આવ્યે છું.' સાગરચંદ્રે કહ્યું ‘ત્યારે ખરેામર છે, તમેજ અને કમલામેલાનો મેળાપ કરાવી આપશે, જેથી હવે મારે બીજો ઉપાય ચિતવવાની જરૂર નથી.' આ પ્રમાણેનાં તેનાં વચનને શાંએ સ્વીકાયુ નહી, તેથી સવ કુમારેાની સાથે તેને ઘણું મદિરા પાઈ છળ કરીને સાગરચંદ્રે કબુલ કરાવી લીધું. જ્યારે મદાવસ્થા ખીલકુલ ચાલી ગઈ ત્યારે શાંખે વિચાયુ કે મેં આ દુષ્કર કાર્યાં સ્વીકાયુ' છે, પણ હવે તેના નિર્વાહ કરવા જોઇએ.' પછી પ્રજ્ઞપ્તિ વિદ્યાનું સ્મરણ કરી ખીજા કુમારાને સાથે લઈ નભઃસેનના વિવાહને દિવસે શાંબ ઉદ્યાનમાં આવ્યે, અને ત્યાંસુધી કમલાયેલાના ઘરસુધી સુરંગ કરાવી આસક્ત થયેલી કમલામેલાને તેના ઘરમાંથી ઉદ્યાનમાં ઉપાડી લાવી સાગરચ ંદ્ર સાથે વિધિપૂર્વક પરણાવી દીધી. જ્યારે તે કન્યાને ઘરમાં દીઠી નહી. ત્યારે આમતેમ તેની શેાધ કરતા ધનસેનના માણસા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જેએએ ખેચરનાં રૂપ લીધાં છે એવા યાદવેાની વચમાં રહેલી કમલામેલાને તેમણે જોઈ, તેથી તેઓએ તે વાત કૃષ્ણને જણાવી. કૃષ્ણ ક્રોધ કરીને તે કન્યાને હરનારાઓની પાસે આવ્યા અને તેમને મારવાની ઇચ્છાથી તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા, કારણ કે તે કેાઈના અન્યાયને સહન કરી શકતા નહેાતા. પછી શાંબ પેાતાનું મૂળ રૂપ પ્રગટ કરી કમલામેલા સહિત સાગરચન્દ્રને લઇને કૃષ્ણના ચરણમાં પડ્યો. કૃષ્ણે વિલખા થઈને ખેલ્યા -‘અરે તે આ શું કર્યું? આપણા આશ્રિત નભસેનને તે કેમ છેતર્યાં ?' શાંખ કુમારે બધી વાત કહી ખતાવી, એટલે કૃષ્ણે ‘હવે શે ઉપાય? એમ કહી નભસેનને સમજાવ્યે, અને કમલામેલા સાગરચન્દ્રને આપી. નભસેન સાગરચન્દ્રને કાંઈપણ અપકાર કરવાને અસમ હતા, તેથી ત્યારથી માંડીને તે હંમેશાં સાગરચન્દ્રનુ' છિદ્ર શેાધવા લાગ્યા.
અહીં પ્રદ્યુમ્નને વૈદલી નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પામ્યા, તે વખતે શુભનિવાસ નામના નગરમાં બાણુ નામે એક ઉગ્ર ખેચરપતિ હતા, તેને ઉષા નામે કન્યા હતી. તે રૂપવતી બાળાએ પેાતાને ચેાગ્ય વર મળે તેવા હેતુથી દૃઢ નિશ્ચયવડે ગૌરી નામની વિદ્યાનું આરાધન કયું. તે સ ંતુષ્ટ થઈને બેલી-‘ વત્સે ! કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ જે ઇંદ્ર જેવા રૂપવંત ને ખળવંત છે, તે તારા ભર્તા થશે.' ગૌરી વિદ્યાના પ્રિય શકર નામના દેવને ખાશે સાચ્ચે, તેથી તેણે પ્રસન્ન થઈને ખાણને રણભૂમિમાં અજેય થવાનું વરદાન આપ્યું. તે વાત જાણીને ગૌરીએ શંકરને કહ્યું કે ‘તમે ખાણને અજેય થવાનુ` વરદાન આપ્યું' તે સારૂ" કર્યું નહિ, કારણ કે મેં તેની પુત્રી ઉષાને પ્રથમ એક વરદાન આપેલ છે.' તે સાંભળી શકરે ખાણને કહ્યું કે ‘તું રણમાં અજય્ય થઈશ, પણ સ્ત્રીના કાર્ય સિવાય અજય્ય થઈશ.’ ખાણુ એટલાથી પણ પ્રસન્ન થયેા.
ઉષા ઘણી સ્વરૂપવાન હતી, તેથી કયા કયા ખેચરાએ અને ભૂચરેએ તેને માટે ખાણુ
૧ કમળાના મેળાપ કરાવી આપનાર.
C - 47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org