Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સુગ ૭ મે ]
શાંખ પ્રમ્ન વિવાહ-જરાસ ધવધ
[ ૩૬૧
દૂરથીજ ક્ષુરપ્ર ખણુવડે તેનુ મસ્તક હરી લીધું, એટલે પેાતાના એ ભાઈના વધ થવાથી ક્રોધ પામેલા અનાધૃષ્ટિ તેની સાથે યુદ્ધ કરવા આવ્યેા.
જરાસંધના પક્ષના જે જે રાજાએ હતા તે સવાઁ ભીમ, અર્જુન અને યાદવાની સાથે જુદા જુદા દ્વંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા, જ્યેાતિષાના પતિની જેવા પ્રાજ્યાતિષપુરના રાજ ભગત્ત હાથીપર બેસી મહાનૈમિની સાથે યુદ્ધ કરવા દોડયો, અને એયે કે–‘ અરે મહાનેમિ ! હું... તારા ભાઈના સાળા રૂમિ કે અશ્મક નથી, પણ હું તેા નારકીના વરી કૃત્તાંત જેવા છું, માટે તુ અહીથી ખસી જા.” આ પ્રમાણે કહી તેણે પેાતાના હાર્થીને વેગથી હંકાર્યાં અને મહાનમિના રથને મંડળાકારે ભમાખ્યું. પછી માનેમિએ હાથીના પગના તળિયામાં ખાણા માર્યાં, જેથી તે હાથી પગે સ્ખલિત થઈ ભગદત્ત સહિત પૃથ્વીપર પડી ગયા, એટલે ‘અરે! તું રૂમિ નથી !' એમ કહી હસીને પ્રકૃતિથી દયાળુ એવા મહાનેમિએ ધનુષ્યકેાટીથી તેને સ્પ માત્ર કરીને છેડી દીધા.
અહી' એક તરફ ભૂરિશ્રવા અને સત્યકિ જરાસ'ધ અને વાસુદેવની જયલક્ષ્મીની ઈચ્છા કરીને યુદ્ધ કરતા હતા. તે બન્ને દાંતવડે લડતા ઐરાવતની જેમ દિવ્ય તથા લેાહમય અસ્ત્રોથી યુદ્ધ કરતા સતા ત્રણ જગતને ભયંકર થઈ પડચા, ઘણીવાર સુધી યુદ્ધ કરતાં ક્ષીણુ જળવાળા મેઘની જેમ તેએ બન્ને ક્ષીણાસ્ર થઈ ગયા, એટલે પછી મુષ્ટામુષ્ટિ વિગેરેથી ખાહુયુદ્ધ કરવા લાગ્યા. દૃઢ રીતે પડવાથી અને ઉછળવાથી ભૂમિને કપાવવા લાગ્યા અને ભુજાલ્ફેટના શબ્દોથી દિશાઓને ફાડી નાખવા લાગ્યા. છેવટે સત્યકિએ ભૂરિશ્રવાને ઘેાડાની જેમ બાંધી લઈ તેનું ગળુ મરડી જાનુથી દબાવીને મારી નાંખ્યો.
અહી. અનાવૃષ્ટિએ હિરણ્યનાભના ધનુષ્યને છેદી નાખ્યું એટલે તેણે અનાવૃષ્ટિ ઉપર માટી ભેગળના ઘા કર્યાં. અનાવૃષ્ટિએ ઉછળતા અગ્નિના તણુખાવડે દિશાઓમાં પ્રકાશ કરતી તે ભાગળને આવતાંજ ખાણુથી છેદી નાખી; એટલે હિરણ્યનાભ અનાષ્ટિના નાશ કરવા માટે રથમાંથી ઉતરી હાથમાં ઢાલ તરવાર લઈ પગે ચાલતા તેની સામે દોડયો. તે વખતે કૃષ્ણના અગ્રજ રામ રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઈને તેની સામે આવ્યા, અને વિચિત્ર પ્રકારની ગતિવડે ચાલી તેને ઘણીવાર સુધી ફેરવી ફેરવીને થકવી દીધા. પછી ચાલકીવાળા અનાધૃષ્ટિએ છળ મેળવી બ્રહ્મસૂત્રવડે કાષ્ઠની જેમ ખવડે હિરણ્યનાભના શરીરને હેન્રી નાખ્યું. હિરણ્યનાભ મરાયા એટલે તેના યોદ્ધાએ જરાસંધને શરણે ગયા. તે વખતે સૂર્ય પણ પશ્ચિમસાગરમાં મગ્ન થયો. યાદવ અને પાંડવાએ પૂજેલા અનાધૃષ્ટિ કૃષ્ણની પાસે આવ્યો. પછી કૃષ્ણુની આજ્ઞાથી સર્વે વીર પાતપાતાની છાવણીમાં ગયા. અહીં જરાસ`ધે વિચાર કરીને તરતજ સેનાપતિના પદ ઉપર મહા બળવાન શિશુપાળના અભિષેક કર્યાં,
પ્રાતઃકાળે યાદવા કૃષ્ણુની આજ્ઞાથી ગરૂડન્યૂહ રચીને પૂર્વવત્ સમરભૂમિમાં આવ્યા;
C - 46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org