Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મે]. શાંબ પ્રદ્યુમ્ન વિવાહ-જાસધ વધ
[૩૫૯ સાકીના રાજાઓની સાથે રામના પુત્રો-અમ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એકી સાથે બાણને વર્ષાવતા દુર્યોધન વિગેરે રાજાઓનાં બાણને એકલે અર્જુન કમળનાળની જેમ લીલામાત્રમાં છેદી નાખવા લાગ્યો. પછી અર્જુને દુર્યોધનના સારથિને તથા ઘોડાઓને મારી નાખ્યા, રથ ભાંગી નાખ્યું અને તેનું બખ્તર પૃથ્વી પર પાડી નાખ્યું. જ્યારે શરીરમાત્ર બાકી રહ્યું, ત્યારે દુર્યોધન ઘણે વિલ થઈ ગયો. પછી એક પેદળ જેવી સ્થિતિમાં પક્ષીની જેમ વેગથી દડીને શકુનિના રથ પર ચડી ગયો. અહીં અર્જુને જેમ મેઘ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ કરે તેમ બાણેની વૃષ્ટિથી કાશી પ્રમુખે દશે રાજાઓને ઉપદ્રવ પમાડયો. શલે એક બાણથી યુધિષ્ઠિરના રઘની દવા છેદી નાંખી, યુધિષ્ઠિરે તેનું બાસહિત ધનુષ્ય છેદી નાખ્યું. પછી શલ્ય બીજુ ધનુષ્ય લઈને વર્ષાઋતુ જેમ મેઘથી સૂર્યને ઢાંકે તેમ બાણથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. પછી યુધિષ્ઠિરે અકાળે જગતને પ્રક્ષોભ કરનારી વિધુત જેવી એક દુસહ શક્તિ શલ્યની ઉપર નાખી. શત્રુએ તેને છેદવાને ઘણાં બાણ માર્યા તો પણ એ શક્તિ અખલિતપણે આવીને છે ઉપર જેમ વજા પડે તેમ શલ્ય ઉપર પડી, જેથી તત્કાળ શલ્યનો વધ થયો. પછી ઘણું રાજાએ નાશી ગયા. ભીમે પણ ક્રોધ કરી દુર્યોધનના ભાઈ દુશાસનને ઘુતમાં કપટથી કરેલા વિજયનું સ્મરણ કરાવીને લીલામાત્રમાં મારી નાખ્યો. ગાંધારે માયાવી યુદ્ધોથી અને અસ્ત્રોનાં યુદ્ધોથી અતિ યુદ્ધ કરાવેલા સહદેવે ક્રોધ પામી તે ગધાર ઉપર જીવિતને અંત કરે તેવું બાણ માર્યું, તે બાણ શકુનિ પર પડયું નહીં, તેવામાં તે દુર્યોધને ક્ષત્રિયોને આચાર છેડીને અધરથી જ તીણું બાણવડે તેને છેદી નાખ્યું. તે જોઈ સહદેવે કહ્યું, “અરે દુર્યોધન! હુતક્રીડાની જેમ રણમાં પણ તું છળ કરે છે. અથવા “અશક્ત પુરૂનું છળ એજ બળ હોય છે. પણ હવે તમે બંને કપટી એક સાથે આવ્યા તે ઠીક થયું, હું તમને બંનેને સાથે જ હણી નાખીશ, તમારા બન્નેને વિગ ન થાઓ.” આ પ્રમાણે કહી સહદેવે શરદુઋતુમાં સુડાએથી વનની જેમ તાણ બાણથી દુર્યોધનને ઢાંકી દીધે. દુર્યોધને પણ બાણથી સહદેવને ઉપદ્રવિત કર્યો અને રણભૂમિરૂપ મહાવૃક્ષના મૂળભૂત તેના ધનુષ્યને છેદી નાખ્યું. પછી તેણે સહદેવને મારવાને માટે યમના જેવું એક મંત્રાધિષ્ટિત અમેઘ બાણ નાખ્યું. તે જોઈ અર્જુને ગરડા મૂકીને દુર્યોધનની જીતવાની આશા સહિત તેનું વચમાંથીજ નિવારણ કરી દીધું. પછી શકુનિએ ધનુષ્ય અફળાવી પર્વતને મેઘની જેમ બાણવૃષ્ટિથી સહદેવને ઢાંકી દીધે. સહદેવે પણ શકુનિના રથ, ઈંડા અને સારથિને મારી નાખી તેનું મસ્તક પણ વૃક્ષના ફળની જેમ છેદી નાખ્યું.
- કિરણે વડે સૂર્યની જેમ નકુલે અઓથી ઉલૂક રાજાને રથ વગરને કરી ઘણે હેરાન કર્યો. પછી તે દુર્મર્ષણના રથમાં ગયે. દ્રૌપદીના સત્યકિ યુક્ત પાંચ પુત્રોએ દુમર્ષણ વિગેરે છએ વીરેને વિદ્રવિત કર્યા એટલે તેઓ દુર્યોધનને શરણે ગયા. દુર્યોધન, કાશી વિગેરે રાજાઓની સાથે મળીને અર્જુનની સામે યુદ્ધ કરવા આવ્યા. દેવતાઓથી ઇંદ્રની જેમ રામના પુત્રોથી વીંટાયેલા અર્જુને વિચિત્ર બાણથી શત્રુની સેનાને ઘણી નાશ પમાડી. પછી બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org