Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ મ ] શાંબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ
[૩૫૭ એ અવસરે શકઈકે શ્રી નેમિનાથને ભ્રાતુનેહથી યુદ્ધની ઈચ્છાવાળા જાણી વિજયી શસ્ત્રો સહિત પિતાને રથ માતલિ સારથિ સાથે મોકલાવ્યો. જાણે સૂર્ય ઉદય થયેલ હોય તેવો પ્રકાશિત અનેક રવડે નિર્માણ કરે તે રથ લઈ માતલિ ત્યાં આવ્યું, એટલે અરિષ્ટનેમિએ તેને અલંકૃત કર્યો. પછી સમુદ્રવિજયે કૃષ્ણના અનુજ બંધુ અનાધૃષ્ટિને સેનાપતિપદે પટ્ટબંધ કરવાપૂર્વક અભિષેક કર્યો. તે વખતે કૃષ્ણના સૈન્યમાં સર્વ ઠેકાણે જયનાદ થયે, તેથી જરાસંધના સિન્યમાં સર્વત માટે ક્ષોભ થઈ ગયે.
પછી જાણે પરસ્પર છેડા બાંધ્યા હોય તેમ છૂટા પડ્યા સિવાય બંને બૂહની આગળ રહેલા સૈનિકે એ મહા ઉત્કટ યુદ્ધને આરંભ કર્યો, તેથી પ્રલયકાળના મેઘથી ઉદ્ભ્રાંત થયેલા પૂર્વ અને પશ્ચિમ સાગરમાં તરંગોની જેમ બને બૃહમાં વિચિત્ર પ્રકારનાં અને આવી આવીને પડવા લાગ્યાં. બંને બૃહ પ્રહેલિકાની જેમ ઘણા વખત સુધી તો પરસ્પરને દુર્બોધ થઈ પડ્યા. પછી જરાસંધના અગ્રસૈનિકોએ સ્વામીભક્તિથી દઢ થયેલા ગરૂડબૂડના અગ્રસૈનિકને ભગ્ન કરી દીધા. તે વખતે જાણે ગરૂડબૂડનો આત્મા હોય તેવા કૃષ્ણ હાથરૂપ પતાકા ઊંચી કરી પિતાના સૈનિકને સ્થિર કર્યા. તે અવસરે દક્ષિણ અને વામ ભાગે રહેલા ગરૂડની પાંખ જેવા મહાનેમિ અને અર્જુન તથા તે ચૂડની ચાંચ જેવા અગ્રભાગે રહેલે અનાધષ્ટિ એમ ત્રણે કપ પામ્યા, તેથી મહાનેમિએ સિંહનાદ નામે શંખ, અનાધષ્ટિએ બલાહક નામે શંખ, અને અર્જુને દેવદત્ત નામે શંખ કું. તેમના નાદ સાભળી યાદવોએ કેટિ વાજિંત્રોનો નાદ કર્યો, જેથી તે ત્રણ શંખનો નાદ બીજા અનેક શંખના નાદથી શંખરાજની જેમ અનુસરા. ત્રણ શંખના અને અનેક વાજિંત્રોના નાદથી સમુદ્રમાં રહેલા મગરની જેમ શત્રુસૈન્યમાં રહેલા સુભટે મહા ક્ષોભ પામ્યા. પછી નેમિ, અનાધૃષિ અને અર્જુન એ ત્રણ મહાપરાક્રમી સેનાપતિઓ પારાવાર બાણેને વર્ષાવતા સતા કલ્પાંતકાળના સાગરની જેમ આગળ ચાલ્યા. ચકચૂહની આગળ મુખ્ય સંધિ તરફ શકટયૂહ રચીને રહેલા શત્રુપક્ષના રાજાએ તેઓનું ભુજવીર્ય ન સહન કરવાથી ઘણે ઉપદ્રવ પામીને નાશી ગયા. પછી તે ત્રણ વીરોએ મળીને વનના હાથીએ જેમ ગિરિનદીના તટને ભાંગે તેમ ચક્રવ્યહને ત્રણ ઠેકાણેથી ભાંગી નાંખ્યું. પછી સરિતાના પ્રવાહની જેમ પિતાની મેળે માર્ગ કરીને તેઓ ચક્રવ્યુહમાં પેઠા. તેમની પછવાડે બીજા સૈનિકોએ પણ પ્રવેશ કર્યો. તત્કાળ દુર્યોધન, રોધિરિ અને રૂકુમિ એ ત્રણ વરે પિતાના સૈનિકેને સ્વસ્થ કરતા સતા યુદ્ધની ઈચ્છાએ ઉઘત થયા. મહારથીઓથી વીંટાયેલા દુર્યોધને અર્જુનને, રીધિરિએ અનાવૃષ્ટિને અને રૂકૃમિએ મહાનેમિને રોક્યા, એટલે તે છ વીરેનું અને બીજા તેમના પક્ષના હજારે મહારથીઓનું પરસ્પર ઠંદ્વયુદ્ધ શરૂ થયું. અન્યના વીરપણને નહીં સહન કરનારા મહાનેમિએ તે વીમાની બહુલા અને દુર્મદ રૂકુમિને અસ્ત્ર અને રથ વગરને કરી દીધે, જ્યારે રૂમિ વષ્યકોટિ ઉપર આવ્યો, ત્યારે તેની રક્ષા કરવા માટે શત્રુતપ વિગેરે સાત રાજાઓ વચમાં આવીને પડ્યા. એક સાથે બાણવૃષ્ટિ કરતા તે સાતે રાજાઓનાં ધનુષ્યને શિવાદેવીના કુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org