________________
સગ૭ મો] શાંબ પ્રધુમ્ન વિવાહ, જરાસંધ વધ
[ ૩૫૫ હતું, પણ પિતાના પ્રભાવથી એ વસુદેવ મરણ પામ્યું નહોતું. એવા બળવાન વસુદેવથી આ રામ કૃષ્ણ થયા છે અને તેઓ આટલી વૃદ્ધિને પામ્યા છે. તેમજ જેઓને માટે કુબેરે સુંદર દ્વારકાપુરી રચી આપી છે, એ બને અતિરથી વીર છે કે જેઓને શરણે દુઃખને વખતે મહારથી એવા યુધિષ્ઠિર વિગેરે પાંડવો પણ આવેલા છે. તેમના પુત્ર પ્રદ્યુમ્ન અને શાંબ બીજા રામ કૃષ્ણ જેવા છે; તેમજ ભીમ અને અર્જુન પણ ભુજાના બળથી યમરાજને પણ ભયંકર છે. વધારે શું કહેવું ? તેઓમાં જે એક નેમકુમાર છે, તે પિતાના ભુજદંડવડે બધી પૃથ્વીને છત્રરૂપે કરવાને સમર્થ છે. વળી તમારા સૈન્યમાં શિશુપાલ અને રૂકમિ અગ્રેસર છે. તેમણે તે રૂફણિીના હરણમાં રણને વિષે તે કૃષ્ણનું બળ જોયેલું છે. કૌરવપતિ દુર્યોધન અને ગંધારપતિ શકુનિ તે શ્વાનની પેઠે છળરૂપ બળવાળા છે, તેમની તે વીરમાં ગણનાજ નથી. હે સ્વામિન! અંગદેશને રાજા કર્ણ તે સમુદ્રમાં સાથવાની મુઠીની જે તેમના કટિ સંખ્યા પ્રમાણુ મહારથીવાળા સૈન્યમાં છે એમ હું માનું છું. શત્રુના સૈન્યમાં નેમિ, કૃષ્ણ અને રામ એ ત્રણ અતિરથી છે અને તમારા સૈન્યમાં તમે એકજ છે, તેથી બન્ને સૈન્યમાં મોટું અંતર છે, અશ્રુત વિગેરે ઈંદ્રો જેને ભક્તિથી નમસ્કાર કરે છે, તે નેમિનાથની સાથે યુદ્ધ કરવાને કોણ ઉત્સાહ કરી શકે? વળી કૃષ્ણના પક્ષના દેવતાઓએ છળ કરી તમારા પુત્ર કાળને મારી નાખે, તેથી તમારે જાણી લેવું કે હમણાં દૈવ તમારાથી પરમુખ છે. બળવાન યાદ પણ ન્યાયને–ગ્ય અવસરને પ્રમાણુ કરીને મથુરાપુરીથી નાસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા હતા, પણ તમે તે જેમ રાફડામાંથી કાળા સર્ષને યષ્ટિથી તાડન કરીને જગાડે તેમ કર્યું છે, તેથી જ તે કૃષ્ણ તમારી સામે આવેલ છે, કાંઈ પિતાની મેળે આવેલ નથી. એટલું બધું થઈ ગયા છતાં પણ હજુ હે રાજન! તેની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી. જો તમે યુદ્ધ નહીં કરો તે તે પિતાની મેળે પાછા ફરીને ચાલ્યા જશે.”
હંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધ પામીને બોલ્યા કે “હે દુરાશય! માયાવી યાદવેએ જરૂર તને ખુટ લાગે છે, તેથી જ અરે દુર્મતિ! તું આમ વૃથા તેનું બળ બતાવીને મને બીવરાવે છે, પણ શું કેશરીસિંહ શિયાળાના કુંફાડાથી કદિ પણ બીવે? એ ગેપાળના સિન્યને હું ક્ષણવારમાં ભસ્મ કરી દઈશ; માટે રણમાંથી નિવૃત્ત કરનારા તારા આ મનોરથને ધિક્કાર છે!” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી ડિંભક નામને તેને એક મંત્રી તેના ભાવ પ્રમાણે વચન બે કે “હે રાજેદ્ર! હવે આ રણ કરવાનો સમય આવ્યો છે તે તેને આપે ત્યાગ કરવો નહીં. હે પ્રભો! સંગ્રામમાં સન્મુખ રહેતાં યશસ્વી મૃત્યુ થાય તે સારૂં, પણ રણમાંથી પરામુખ રહીને જીવવું તે સારું નહીં, માટે આપણા સિન્યમાં ચક્રરત્નની જેવું અભેદ્ય ચક્રબ્યુહ રચી આપણે શત્રુના સૈન્યને હણી નાખશું.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળી જરાસંધે હર્ષ પ્રામી તેને સાબાશી આપી અને ચક્રબ્યુહ રચવાને માટે પિતાના પરાક્રમી સેનાપતિઓને આજ્ઞા આપી; એટલે અર્ધચકી જરાસંધની આજ્ઞાથી હંસક, હિંભક વિગેરે મંત્રીઓએ અને બીજા સેનાપતિઓએ ચક્રવ્યુહની રચના કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org