________________
સગ ૭ ] શાંબ પ્રધુમ્ન વિવાહ-જરાસંધ વધ
[ ૩૫૩ નામે ત્રણ પુત્રો આવ્યા. અચલ અને તેને મહેંદ્ર, મલય, સહ્ય, ગિરિ, શિલ, નગ અને બળ નામે સાત પરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ પુત્ર આવ્યા. પૂરણ અને તેના દુઃપૂર, દુર્મુખ દુર્દશ અને દુર્ધર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. દશે દિશાહમાં સૌથી નાના વસુદેવ કે જે પરાક્રમથી દેવના પણ દેવ જેવા હતા તે પણ આવ્યા. અને તેના ઘણા પરાક્રમી પુત્રો પણ સાથે આવ્યા. તેઓનાં નામ આ પ્રમાણે-વિજયસેનાના અક્રૂર અને ક્રૂર નામે બે પુત્રો, શ્યામાના જ્વલન અને અશનિવેગ નામે બે પુત્રો, ગંધર્વસેનાને જાણે મૂર્તિમાન અગ્નિ હોય તેવા વાયુવેગ, અમિતગતિ અને મહેંદ્રગતિ નામે ત્રણ પુત્રો, મંત્રી પુત્રી પદ્માવતીના મહા તેજવાન સિદ્ધાર્થ, દારૂક અને સુદારૂ નામે ત્રણ પરાક્રમી પુત્ર, નીલયશાના સિંહ અને મતંગજ નામે બે પુત્રો, સમશ્રીના નારદ અને મરૂદેવ નામે બે પુત્રો, મિત્રશ્રીને સુમિત્ર નામે પુત્ર, કપિલાને કપિલ નામે પુત્ર, પદ્માવતીના પદ્મ અને કુમુદ નામે બે પુત્રો, અશ્વસેનાને અશ્વસેન નામે પુત્ર, પંડ્રાને પુંડ્ર નામે પુત્ર, રત્નાવતીના રત્નગર્ભ અને વજુબાહુ નામે બે બાહુબળી પુત્ર, એમની પુત્રી સામગ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામે બે પુત્રો, વેગવતીના વેગવાન્ અને વાયુવેગ નામે બે પુત્રો, મદનગાના અનાવૃષ્ટિ, દેહમુષ્ટિ અને હિમમુષ્ટિ નામે ત્રણ જગદ્વિખ્યાત પરાક્રમવાળા પુત્ર, બંધુમતીના બંધુણ અને સિંહસેન નામે બે પુત્રો, પ્રિયંગુસુંદરીનો શિલાયુધ નામે ધુરંધર પુત્ર, પ્રભાવતીના ગંધાર અને પિંગલ નામે બે પુત્રો, જરાદેવીના જરાકુમાર અને વાલમીક નામે બે પુત્રો, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ નામે બે પુત્રો, રોહિણીના રામ (બળભદ્ર), સારણ અને વિદુરથ નામે ત્રણ પુત્રો, બાલચન્દ્રાના વજદંષ્ટ્ર અને અમિતપ્રભ નામે બે પુત્રો, તે સિવાય રામ (બળભદ્ર)ના ઘણા પુત્ર કે જેઓમાં ઉભૂક, નિષધ, પ્રકૃતિવૃતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજ, નંદન, શ્રીમાન, દશરથ, દેવાનંદ, આનંદ, વિપૃથુ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ, મહાધન અને દઢધન્વા મુખ્ય હતા, એ સર્વે વસુદેવની સાથે યુદ્ધમાં આવ્યા. તેમજ કૃષ્ણના પણ અમુક પુત્રો આવ્યા. જેમાં ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુક, બહદુવ્રજ, અગ્નિશિખ, પૃષ્ણ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવર્મા, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભરત, શંખ, પ્રદ્યુમ્ન અને શાંબ વિગેરે મહાપરાક્રમી પુત્રો મુખ્ય હતા. તે સિવાય બીજા પણ હજારો કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. ઉગ્રસેન અને તેને ધર, ગુણધર, શક્તિક, દુર્ધર, ચન્દ્ર અને સાગર નામે પુત્ર યુદ્ધમાં આવ્યા. પિતરાઈ કાકા જ્યેષ્ઠ રાજાના પુત્ર સાંત્વન અને મહાન, વિષમિત્ર, હદિક અને સત્યમિત્ર નામે તેના પુત્ર, તેમજ મહાસેનને પુત્ર સુષેણ નામે રાજા, વિષમિત્રના હદિક, સિનિ તથા સત્યક નામે પુત્ર, હદિકના કૃતવર્મા અને દઢધમાં નામે પુત્ર અને સત્યકને યુયુધાના નામે પુત્ર, તેમજ તેને ગંધ નામે પુત્રC - 45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org