Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૫૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮મું નગરી દેવતાઓએ રચેલી છે, ત્યાં દેવકી અને વસુદેવના પુત્ર કૃષ્ણ રાજા છે.” તે સાંભળી છવયશા રૂદન કરતી બેલી “અરે! શું અદ્યાપિ મારા સ્વામીને સંહાર કરનાર એ કૃષ્ણ જીવે છે અને પૃથ્વી પર રાજ્ય કરે છે?” તેને જોઈ જરાસંધે રૂદન કરવાનું કારણ પૂછયું, એટલે તેણીએ અંજલિ જોડી કૃષ્ણને સર્વ વૃત્તાંત જણાવ્યો અને કહ્યું કે “પિતાજી ! મને આજેજ રજા આપો, હું અગ્નિમાં પ્રવેશ કરીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ, હવે હું જીવીશ નહી.” જરાસંધ બેલ્યો “હે પુત્રી! તું રૂદન કર નહીં હું એ કંસના શત્રુ કૃષ્ણની માતાઓ, બહેને અને સખીઓને રેવરાવીશ.”
હવે આ પૃથ્વી યાદવ વગરની થાઓ” એમ કહી મંત્રીઓએ વાર્યા છતાં પણ જરાસંધે પ્રયાણ કરવા માટે સેનાને આજ્ઞા આપી. મહાપરાક્રમી સહદેવ વિગેરે પુત્રો અને પરાક્રમીમાં અગ્રેસર ચેદી દેશને રાજા શિશુપાલ તેની પછવાડે તૈયાર થયા. મહાપરાક્રમી રાજા હીરણ્યનાભ, સંગ્રામમાં ધુરંધર અને કૌરવ્ય એ દુર્યોધન અને બીજા ઘણુ રાજાઓ તથા હજારો સામે તે પ્રવાહો જેમ સાગરમાં મળે તેમ જરાસંધને આવીને મળ્યા. એ વખતે જરાસંઘ ચા, તે વખતે તેના મસ્તક પરથી મુકુટ પડી ગયે, ઉરઃસ્થળથી હાર તુટી ગયે, વસ્ત્રના છેડા સાથે પગ ભરાયે, તેની આગળ છીંક થઈ વામ નેત્ર ફરક્યું, તેના હાથીઓ સમકાળે વિઝામૂત્ર કર્યા, પવન પ્રતિકૂળ વા અને આકાશમાં ગીધ પક્ષીઓ ઉડવા લાગ્યાં. આ પ્રમાણે આપ્તજનની જેમ માઠાં નિમિત્તોએ અને અપશુકનેએ તેને અશુભ પરિણામ જણાવ્યું તે પણ તે જરા પણ રકા નહીં. સૈન્યથી ઉડેલી રજની જેમ સૈન્યના કલાહળથી દિશાઓને પૂરતે અને દિગ્ગજની જેમ ઉત્ક્રાંતપણે પૃથ્વીને કંપાવતે ક્રર પ્રતિજ્ઞાવાળો જરાસંધ ગજઉપર આરૂઢ થઈ મોટા સૈન્ય સાથે પશ્ચિમ દિશા તરફ ચાલે. •
જરાસંધને આવતે જાણી કલિકૌતુકી નારદે અને બીજા બાતમીદારોએ સત્વર આવીને કૃષ્ણને તે ખબર આપ્યા. તે સાંભળતાંજ અગ્નિના જેવા તેજસ્વી કૃષ્ણ પણ સંભાનાદપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયા. તે વખતે જેમ સુષા ઘંટાના નાદથી સૌધર્મ દેવકના દેવતાઓ મળે તેમ તે ભંભાના નાદથી સર્વ યાદ અને રાજાઓ એકઠા થયા. તેવામાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય સર્વ પ્રકારની સિયારી કરીને આવ્યા, તે સાથે તેમને મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ ભગવાન , જયસેન, મહારાજય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલક, શિવાનંદ, અને વિશ્વસેન નામના મહારથી પુત્ર પણ આવ્યા. શત્રુઓને અક્ષેભ્ય એવા સમુદ્રવિજયના અનુજ બંધુ અક્ષમ્ય અને યુદ્ધમાં ચતુર એવા ઉદ્ધવ, ધવ, શુભિત, મહોદધિ, અભેનિધિ, જલનિધિ, વામનદેવ અને દઢવત નામે આઠ પુત્રો આવ્યા. અભ્યથી નાના સ્તિમિત અને તેના ઉર્મિમાન, વસુમાન, વીર પાતાળ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિષ્કપ, કંપન, લહમીવાન, કેશરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્રો આવ્યા. હિમવાનું અને તેના વિ ભ, ગંધમાદન અને માલ્યવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org