Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૫૦ ]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું કરશે તેના મુખમાં આ ખીલી નાખવી છે, તેથી હું આ ખીલી ઘડું છું. તે સાંભળી “આ શાંબ નિર્લજજ અને કામવશ થઈ જેમ તેમ વેચ્છાએ વર્તે છે” એમ જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યો.
- જ્યારે શાંબ નગરીની બહાર જવા ચાલે તે વખતે પ્રધુમ્ન અંતરમાં સ્નેહ ધરીને પૂર્વ જન્મના બંધુરૂપ શબને પ્રજ્ઞપ્તિવિદ્યા આપી. પછી પ્રદ્યુમ્ન હમેશાં ભીરૂકને કનડવા લાગે તેથી એક વખતે સત્યભામાએ તેને કહ્યું કે “અરે દુર્મતિ ! તું પણ શાબની જેમ નગરીની બહાર કેમ નીકળતે નથી?” પ્રદ્યુમને કહ્યું “હું બહાર નીકળીને કયાં જાઉં?” ત્યારે સત્યભામાએ કહ્યું કે “સ્મશાનમાં જા.” તે બે કે “પા છે કયારે આવું?' સત્યભામા ક્રોધ કરીને બેલી કે “જ્યારે હું શાબને હાથ પકડીને ગામમાં લાવું, ત્યારે તારે પણ આવવું.” “જેવી માતાની આજ્ઞા” એમ કહી પ્રદ્યુમ્ન તરતજ સ્મશાનમાં ગયા. શાંબ પણ ભમતે ભમતે ત્યાં આવ્યા. પછી બંને ભાઈઓ સ્મશાનભૂમિમાં રહ્યા અને નગરીનાં જે મુડદાં આવે તેમને ડાઘુએ પાસેથી મેટે કર લઈને પછી ત્યાં દહન કરવા દેવા લાગ્યા.
અહીં સત્યભામાએ ભીરૂકને માટે માટે પ્રયત્ન કરી નવાણું કન્યાઓ મેળવી. પછી સે પૂરી કરવા માટે એક કન્યાની ઈચ્છા કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાવડે જાણીને અને વિદ્યાબળથી એક મોટી સેના વિકુવી અને પિતે જિતશત્ર નામે રાજા થયા. શાંબ દેવકન્યા જેવું રૂપ ધરી તેની કન્યા થયો. એક વખતે સખીઓ સાથે વીંટાઈને કીડા કરતી તે કન્યાને ભીરૂકની ધાત્રી માતાએ દીઠી; એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કહી. સત્યભામાએ ફત મોકલીને જિતશત્રુ રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ તે દૂતને કહ્યું “જે સત્યભામાં હાથે પકડીને મારી કન્યાને દ્વારિકા નગરીમાં લઈ જાય અને વિવાહ વખતે ભીરૂકના હાથની ઉપર મારી કન્યાને હાથ મૂકે તે હું મારી કન્યા તેને આપું.” તે આવીને તે સર્વ વાત સત્યભામાને કહી. એટલે તેમ કરવાનું સ્વીકારીને તે તરતજ જિતશત્રુ રાજાની છાવણીમાં આવી. તે વખતે શબે પ્રજ્ઞપ્તિ વિદ્યાને કહ્યું કે “આ સત્યભામા અને તેને પરિજન મને કન્યારૂપે જુવે અને બીજા નગરજને શાબરૂપે જુવે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શાબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કર્યો. તે જોઈ નગરની સ્ત્રીઓ કહેવા લાગી “અહે, જુવે કેવું આશ્ચર્ય! સત્યભામા ભીરૂકના વિવાહોત્સવમાં શબને હાથે પકડીને લઈ આવે છે.” શાંબ સત્યભામાને મહેલે ગયે ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણિગ્રહણ સમયે ભીરૂકના દક્ષિણ કર ઉપર પોતાને વામ કરી રાખ્યો અને એને ઉણી સો કન્યાઓના ડાબા હાથ ઉપર પિતાનો જમણે હાથ રાખે. તે રીતે શબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. કન્યાઓ અતિ રૂપવંત શાબને જોઈને બેલી કે “અરે કુમાર ! અમારા ખરેખરા પુણ્યના ઉદયથી વિધિએ મેળવી આપેલા કામદેવ જેવા તમે અમને પતિપણે પ્રાપ્ત થયા છે. તેમની સાથે વિવાહ થઈ રહ્યા પછી શાંબ વાસગૃહમાં ગયે. ભરૂક પણ શાબની સાથે ત્યાં આવતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org