Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૪૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું કહ્યું, “ભાઈ! રૂમિણી દુઃખી થતાં હશે, માટે વૈદભીને પરણવામાં વિલંબ કર યુક્ત નથી.”
આ પ્રમાણે વાત કરતાં ઉજવળ એવી રાત્રી પડી. જ્યારે સર્વ લેકે સુઈ ગયાં ત્યારે પ્રધુમ્ન પિતાની વિદ્યાથી જ્યાં વૈદભ સુતી હતી તે સ્થાનમાં ગયે. તેણે ત્યાં રૂકમિણુને કૃત્રિમ લેખ બનાવી વૈદભીને આપે. તે વાંચી વૈદર્ભી બેલી “કહે, તમને શું આપું?' પ્રધુને કહ્યું. સુચને! મને તમારે દેહ જ આપે. હે સુંદરી! જેને માટે રૂકમિણી દેવીએ તમારી માગણી કરી હતી તે પ્રદ્યુમ્ન હું પિતેજ છું.” “અહો દૈવયોગે વિધિની ઘટના ચોગ્ય થઈ” એમ બોલતી વૈદભ એ તે વચન સ્વીકાર્યું. પછી તરતજ વિદ્યાના બળવડે ઉત્પન્ન કરેલા અગ્નિની સાક્ષીથી મંગળકંકણવાળી અને શ્વેત રેશમી વસ્ત્રને ધરનારી તે બાળાને પ્રદ્યુમ્ન પર, અને કૃષ્ણના કુમારે તેજ રાત્રીએ વિવિધ પ્રકારે તેની સાથે ક્રીડા કરી. અવશેષ રાત્રી રહી એટલે તે બે પ્રિયે! હું મારા ભાઈ શાબની પાસે જાઉં છું; પણ કદિ તને આ વિષે તારા માતપિતા કે પરિવાર પૂછે તે તું કાંઈ પણ ઉત્તર આપીશ નહીં. તેથી જે કદિ તેઓ તને ઉપદ્રવ કરશે તે મેં તારા શરીરની રક્ષાને માટે ગોઠવણ કરેલી છે.” આ પ્રમાણે કહી પ્રધુમ્ન ચાલ્યો ગયો. વૈદર્ભ અતિ જાગરણથી અને અતિ શ્રમથી શ્રાંત થઈને સુઈ ગઈ, તે પ્રાતઃકાળે પણ જાગી નહીં. અવસર થયે તેની ધાવમાતા ત્યાં આવી, એટલે તે વૈદના કરમાં મંગળકંકણ વિગેરે વિવાહનાં ચિહને જોઈને શંકા પામી; તેથી તત્કાળ તેણે વૈદભીને જગાડીને પૂછયું, પણ વૈદભ એ કાંઈ ઉત્તર આપે નહીં; એટલે પિતે અપરાધમાં ન આવવા સારૂ ભવિષ્ફળ થઈને તે વાત રૂફમિરાજા પાસે જઈને તેણે કહી સંભળાવી. રાજા રાણીએ આવીને વિદભીને પૂછયું, પણ તેણે કાંઈ ઉત્તર આપે નહીં, પરંતુ વિવાહનાં અને સંજોગનાં ચિહુન તેના શરીરપર સ્પષ્ટ રીતે જોવામાં આવ્યાં, તેથી રૂકમિએ વિચાર્યું કે “જરૂર આ કન્યાને આપ્યા વગર કઈ અધમ પુરૂષે સ્વેચ્છાથી તેની સાથે ક્રીડા કરી છે. માટે હવે આ અધમ કન્યાને તે પેલા બે ચંડાળનેજ આપવી એગ્ય છે. આવો વિચાર કરી રાજાએ ક્રોધથી છડીદારની પાસે પેલા બે ચંડાળાને બોલાવ્યા અને કહ્યું કે આ કન્યાને ગ્રહણ કરો અને તમે એવું સ્થાનકે જાઓ કે જેથી હું તમને ફરી દેખું નહીં.” આ પ્રમાણે કહી ક્રોધથી રૂમિએ તેમને વૈદભ આપી દીધી. તેઓએ વિદર્ભને કહ્યું કે “હે રાજપુત્રી! તમે અમારે ઘેર રહીને જળ ભરવાનું કે ચર્મ અને રજજુ વિગેરે વેચવાનું કામ કરશે?” પરમાર્થ જાણનારી વૈદર્ભી બેલી “જેમ દૈવ કરાવશે તેમ હું અવશ્ય કરીશ, કારણ કે દૈવનું શાસન દુર્લય છે. પછી તેઓ અતિ પૈર્યતાથી વૈદભીને લઈને ત્યાંથી અન્યત્ર ગયા.
રૂકમિરાજા સભામાં આવીને પોતાના કાર્યથી થયેલા પશ્ચાત્તાપથી રૂદન કરવા લાગ્યો. અરે વત્સ વૈદભ ! ક્યાં ગઈ? તારો ગ્ય સંયોગ થયે નહીં. હે નંદને ! મેં તને ગાયની જેમ ચંડાળને દ્વારે નાખી છે. કેપ એ ખરેખર ચંડાળ છે, જેથી મારા હિતેચ્છુ વગે પણ મારી પાસે એ પુત્રી ચંડાળને અપાવી. પ્રધુમ્નને માટે રૂમિણ બહેને મારી પુત્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org