________________
સર્ગ ૭ મો]. શાબ પ્રદ્યુમ્ર વિવાહ-જરાસંધ વધ
[૩૪૭ પ્રદ્યુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂં એક માણસને ભેજકટ નગરે મોકલ્યો. તેણે ત્યાં જઈ રૂફમિ રાજાને પ્રણામ કરીને કહ્યું કે “તમારી બેન રૂકમિણી દેવી તમને કહેવરાવે છે કે તમારી પુત્રી વૈદભ મારા પુત્ર પ્રદ્યુમ્નની વેરે આપ. પૂર્વે મારે ને કૃષ્ણને ઉચિત ગ તે વાગે થયો હતો, પણ હવે આ પ્રદ્યુમ્નને ને વૈદભને સંગ તે તમારાથીજ થાઓ.” આવાં તે માણસનાં વચન સાંભળી પૂર્વનું વર સંભારીને રૂકમિ બે કે “હું મારી પુત્રી ચંડાળને આપું તે સારૂં, પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં આપું તે યોગ્ય નથી.” તે આવીને રૂકમિણુને રૂપૂમિનાં કહેલાં વચને યથાર્થ કહી સંભળાવ્યાં, જેથી ભ્રાતાથી અપમાન પામેલી રૂમિણી રાત્રિએ કમળની જેમ ગ્લાની પામી ગઈ. પ્રદ્યુમ્ન તેને તેવી જેઈને પૂછ્યું કે
માતા! તમે કેમ ખેદ પામ્યાં છે એટલે રૂમિણુએ મનના શલ્યરૂપ પિતાના ભાઈનું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રદ્યુમ્ન બેલ્યો “હે માતા! તમે ખેદ કરશે નહીં, તે મારા માતુલ સામવચનને યોગ્ય નથી, તેથીજ મારા પિતાએ પૂર્વે તેને જે કામ કર્યું હતું. હમણાં હું પણ તેની ગ્યતા પ્રમાણે કરીને તેની પુત્રીને પરણીશ.' આ પ્રમાણે કહી શાંબને સાથે લઈ આકાશમાગે પ્રદ્યુમ્ન ભેજકટ નગરે ગયે. પછી બેમાંથી એકે કિનરનું અને બીજાએ ચંડાળનું રૂપ ધર્યું અને બંનેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને મૃગની જેમ સર્વ નગરજનેનાં મન હરી લીધાં. તે ખબર સાંભળીને રૂકૃમિ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધર્વ અને ચંડાળને પિતાની પાસે બોલાવ્યા અને પિતાના ઉસંગમાં પિતાની પુત્રીને બેસાડીને તે બંનેની પાસે ગાયન કરાવ્યું. તેમનું ગીત સાંભળી હર્ષ પામેલા પરિવાર સહિત રૂકૂમિએ તેમને ઘણું દ્રવ્ય આપ્યું અને પૂછયું કે “તમે કયાંથી આવ્યા છે ? તેઓ બોલ્યા “અમે સ્વર્ગમાંથી દ્વારિકામાં આવ્યા છીએ, કારણ કે કૃષ્ણ વાસુદેવને માટે તે નગરી સ્વર્ગવાસી દેવએ કરેલી છે. તે વખતે વૈદભી હર્ષ પામીને બોલી કે “ત્યાં કૃષ્ણને રૂકમિણીને પ્રદ્યુમ્ન નામે પુત્ર છે, તેને તમે જાણે છે ?” શાંબ બોલ્યા “રૂપમાં કામદેવ જેવા અને પૃથ્વીને અલંકારભૂત તિલક જેવા એ મહા પરાક્રમી પ્રદ્યુમ્ન કુમારને કણ ન જાણે?' તે સાંભળી વૈદર્ભી રાગગર્ભિત ઉત્કંઠાવાળી થઈ ગઈ. એ વખતે રાજાને એક ઉન્મત્ત હાથી ખીલે ઉખેડી નાખી છુટે થઈને નગરમાં દેડવા લાગે; અકાળે તેફાન મચાવતા અને બધા નગરમાં ઉપદ્રવ કરતા તે હાથીને કઈ પણ મહાવત વશ કરી શકશે નહીં. તે સમયે રૂકૃમિરાજાએ પટલ વગડાવીને એવી આઘાપણું કરાવી કે “જે કઈ આ હાથીને વશ કરશે તેને હું ઈચ્છિત વસ્તુ આપીશ.” કોઈએ તે પહને છળે નહીં એટલે આ બનને વીરાએ પટહ છળે અને ગીતવડે કરીને જ તે ઉન્મત્ત હાથીને થંભિત કરી દીધું. પછી તે બન્ને જણે તે હાથી ઉપર આરૂઢ થઈ તેને બંધન સ્થાનમાં લાવીને બાંધી દીધે. નગરજનેને આશ્ચર્ય પમાડનાર તે બનેને રાજાએ હર્ષથી બોલાવ્યા. પછી કહ્યું કે “તમારે જે જોઈએ તે માગી લે. એટલે તેઓએ કહ્યું કે
અમારે કઈ ધાન્ય રાંધનારી નથી, માટે આ વૈદર્ભને આપો.” તે સાંભળી રૂકમિરાજાએ ક્રોધાયમાન થઈને તેમને નગર બહાર કાઢી મૂક્યા. નગરબહાર ગયા પછી પ્રદ્યુમ્ન શબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org