Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૭૬૦].
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮ મું શત્રુઓને બંધ કરી દઈને જાણે દુર્યોધનના બીજા પ્રાણ હોય તેવા જયદ્રથને અજુને બાણથી મારી નાખે. તે જોઈ અધરને ડરતે કર્ણ અર્જુનને મારવાને માટે કાન સુધી કાળપૃષ્ઠ ધનુષ્ય ખેંચી વીરપૃચ્છા કરતે દેડી આવ્યું. દેવતાઓએ કુતુહળથી જોયેલા કર્ણ અને અર્જુને પાસાની જેમ બાણથી ઘણીવાર સુધી ક્રીડા કરી. પછી અર્જુને અનેકવાર રથ ભાંગી અગ્ર ક્ષીણ થતાં માત્ર ખગને ધારણ કરી રહેલા વીરકુંજર કર્ણને લાગ જોઈને મારી નાખે. તત્કાળ ભીમે સિંહનાદ કર્યો, અને શંખ ફેંક્યો અને જીત મેળવનારા સર્વ પાંડવના સૈનિકે એ વિજયી ગર્જના કરી. તે જોઈ માની દુર્યોધન ક્રોધાંધ થઈ ગજેદ્રની સેના લઈ ભીમસેનને મારવા દેડયો. ભીમે રથ સાથે રથ, અશ્વ સાથે અશ્વ અને હાથી સાથે હાથીને અફળાવીને દુર્યોધનના સૈન્યને નિઃશેષ કરી દીધું. આવી રીતે તેમની સાથે યુદ્ધ કરતાં મેદકનું ભેજન કરતાં બ્રાહ્મણોની જેમ ભીમસેનની યુદ્ધશ્રદ્ધા પૂરી થઈ નહીં, એટલામાં તે પિતાના વીરેને આશ્વાસન દેતે વીર દુર્યોધન હાથીની સામે જેમ હાથી આવે તેમ ભીમસેનની સામે આવ્યો. મેઘની જેમ ગર્જના કરતા અને કેશરીની જેમ ક્રોધ કરતા તે બને વીર વિવિધ આયુધથી ઘણીવાર સુધી યુદ્ધ કરવા લાગ્યા. છેવટે ભીમે ઘેતક્રીડાનું વૈર સંભારીને મટી ગદા ઉપાડી તેના પ્રહારવડે ઘેડા, રથ અને સારથિ સહિત દુર્યોધનને ચૂર્ણ કરી નાખે.
એ પ્રમાણે દુર્યોધન મરાય એટલે તેના અનાથ સિનિક હિરણ્યનાભ સેનાપતિને શરણે ગયા. અહીં વામ અને દક્ષિણ બાજુએ રહેલા બધા યાદવ અને પાંડવો કૃષ્ણના સેનાપતિ અનાવૃષ્ટિને વીંટળાઈ વળ્યા. પછી વહાણના અગ્રભાગે તેને નિયમક આવે તેમ હિરણ્યનાભ ક્રોધથી યાદવેને ઉપદ્રવ કરતે સત સેનાની મેખરે આવ્યું. તેને જોઈ અભિચંદ્ર બે, “અરે વિટ! શું આટલે બધે બકે છે? ક્ષત્રિયે વાણીમાં શૂરા નથી દેતા, પણ પરાક્રમમાં શૂરા હોય છે.” તે સાંભળી હિરણ્યનાભ અભિચંદ્રની ઉપર તીક્ષણ બા ફેંકવા લાગ્યા. તેઓને મેઘધારાને પવનની જેમ અને વચમાંથીજ છેદી નાખ્યાં, એટલે તેણે અજુન ઉપર અનિવાર્ય બાણ શ્રેણી ફેંકવા માંડી. તેવામાં ભીમે વચમાં આવીને ગદા પ્રહારવડે તેને રથ ઉપરથી પાડી નાખે. તેથી હિરણ્યનાભ શરમાઈ ગયે. પછી ફરીવાર રથ પર ચઢી ક્રોધથી હોઠ કરડતે તે બધા યાદવન્ય ઉપર તીક્ષણ બાણ વર્ષાવવા લાગ્યું, પરંતુ તે મોટા સૈન્યમાં કઈ પણ ઘોડેસ્વાર, હત્યસ્વાર, રથી કે પદળ તેનાથી હણાયે નહીં. પછી સમુદ્રવિજયને પુત્ર જયસેન ક્રોધ કરી ધનુષ્ય ખેંચીને હિરણ્યનાભની સાથે યુદ્ધ કરવા તેની સામે આવ્યું, એટલે “અરે ભાણેજ! તું યમરાજના મુખમાં કેમ આવ્યો?' એમ કહી હિરણ્યનાથે તેના સારથિને મારી નાખે. તે જોઈ ક્રોધ પામેલા જયસેને તેનાં બખર, ધનુષ્ય ને દવા છેદી નાખી, તેના સારથિને પણ યમરાજને ઘેર પહોંચતે કર્યો. તત્કાળ હિરણ્યનાભે ક્રોધ કરીને મને વિંધે તેવાં દશ તીક્ષણ બાવડે જયસેનને મારી નાખે. તે જોઈ તેને ભાઈ મહીજય રથમાંથી ઉતરી ઢાલ તરવાર લઈ હિરણ્યનાભની ઉપર દેડી આવ્યું, તેને આવતે જઈ હિરણ્યનાભે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org