Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું ખબર જાણી શિશુપાળે પણ ચકચૂહજ રચ્યું. રાજા જરાસંધ રણભૂમિમાં આવ્યો. જરાસંધના પૂછવાથી હંસક મંત્રી શત્રુઓના સૈનિકોને આંગળીથી બતાવી નામ લઈ લઈને એાળખાવવા લાગે-“આ કાળા અશ્વવાળા રથથી અને વજામાં ગજેના ચિહનથી રહેલો અનાષ્ટિ છે, આ નીલવણ અશ્વના રથવાળે પાંડુપુત્ર યુધિષ્ઠિર છે, આ વેત અશ્વના રથવાળે અર્જુન છે, નીલ કમળ જેવા વર્ણવાળા અશ્વના રથવાળો આ વૃકદર (ભીમસેન) છે, આ સુવર્ણવર્ગો અશ્વવાળા અને સિંહની વજાવાળા સમુદ્રવિજય છે, આ ઍકલવણી અશ્વના રથવાળા અને વૃષભના ચિહનયુક્ત દવાવાળા અરિષ્ટનેમિ છે, આ કાબરા વર્ણના અવના રથવાળે અને કદલીના ચિહ્નવાળે અક્રૂર છે, આ તિત્તિરવણું ઘોડાવાળો સત્યકિ છે, આ કુમુદ જેવા વર્ણવાળા અશ્વવાળો મહાનેમિકુમાર છે, આ સુડાની ચાંચ જેવા અશ્વવાળ ઉગ્રસેન છે, આ સુવર્ણવણ અશ્વવાળ અને મૃગધ્વજના ચિહ્નવાળોજ રાકુમાર છે, આ કજ દેશના અશ્વવાળ લક્ષણરેમનો પુત્ર સિંહલ છે, કપિલ તથા રક્ત અશ્વવાળ અને વજામાં શિશુમારના ચિહનવાળે આ મેરૂ છે, આ પદ્ધ જેવા ઘોડાવાળે પદ્યરથ રાજા છે, આ પારેવા જેવા વર્ણના અશ્વવાળો પુષ્કરધ્વજ સારણ છે, આ પંચકુંડૂ ઘડાવાળે અને કુંભની દવાજાવાળો વિદુરથ છે, સૈન્યની મધ્યમાં રહેલા વેત અશ્વવાળા અને ગરૂડના ચિહનયુક્ત દવજાવાળા આ કૃષ્ણ છે, તે બગલીઓ વડે આકાશમાં વર્ષાકાળને મેઘ શેભે તેવા શેભે છે. તેની દક્ષિણ બાજુએ અરિષ્ટવાણી ઘોડાવાળા અને તાલની દવજાવાળ રહિણીના પુત્ર રામ છે, કે જે જંગમ કૈલાશ જેવા શોભે છે. તે સિવાય આ બીજા ઘણુ યાદવે વિવિધ અવ, રથ અને વિજાવાળા તેમજ મહારથી છે કે જેઓનું વર્ણન કરવું અશક્ય છે.”
આ પ્રમાણે હંસક મંત્રીનાં વચન સાંભળી જરાસંધે ક્રોધથી ધનુષ્યનું આરફાલન કર્યું અને વેગથી પિતાનો રથ રામ કૃષ્ણની સામે ચલાવ્યું. તે વખતે જરાસંધનો યુવરાજ પુત્ર યવન ક્રોધ કરી વસુદેવના પુત્ર અકર વિગેરેને હણવા માટે તેની ઉપર દેડી આવ્યો. સિંહેની સાથે અષ્ટાપદની જેમ તે મહાબાહુ યવનને તેમની સાથે સંહારકારી ભયંકર યુદ્ધ થયું. રામના અનુજ ભાઈ સારણે અદ્વૈત બળથી વર્ષાના મેઘની જેમ વિચિત્ર બાણે વર્ષાવીને તેને રૂંધી લીધે. જાણે મલયગિરિ હોય તેવા મલય નામના હાથીવડે તે યવને ઘોડા સહિત સારણનો રથ ભાંગી નાખે. પછી જ્યારે તે હાથી વાંકે વળીને સારણ ઉપર દંતપ્રહાર કરવા આવ્યો તે વખતે સારણે પવને હલાવેલા વૃક્ષના ફળની જેમ યવનના મસ્તકને ખથી છેદી નાખ્યું, અને તે હાથી ઊઠીને સામે આવવા લાગ્યું, એટલે તેના દાંત ને સુંઢ છેદી નાખ્યા. તે જઈ વર્ષાઋતુમાં મયૂરવૃંદની જેમ કૃષ્ણનું સિન્ય નાચવા લાગ્યું. પિતાના પુત્રનો વધ જઈ જરાસંધ ક્રોધ પામ્ય, એટલે મૃગલાઓને કેશરી હશે તેમ તે યાદવને હણવા માટે ધનુષ્ય લઈને પ્રવર્યો. આનંદ, શત્રુદમન, નંદન, શ્રી વજ, ધ્રુવ, દેવાનંદ, ચારૂદત્ત, પીઠ, હરિપેણ અને નરદેવ એ બળરામના દશ પુત્રો રણના મુખભાગે રહ્યા હતા, તેમને યજ્ઞમાં બકરાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org