________________
ર સર્ગ ૭ મો.txt
શાંબ તથા પ્રધુમ્નને વિવાહ અને જરાસંધને વધ. પૂર્વોક્ત રીતે દ્વારિકામાં પ્રધુમ્નના આવવાને મહોત્સવ પ્રવર્તતે હતું, તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણ વાસુદેવને વિજ્ઞપ્તિ કરી કે “સ્વામિન! મારી પુત્રી અને તમારી પુત્રવધુને હમણાંજ કોઈ હરી ગયું છે. માટે તેની શોધ કરવો કે જેથી આપના પુત્ર ભાનુક સાથે તેને પરણાવીએ.” કૃષ્ણ બોલ્યા “હું સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોઉં તો. કેઈએ હરણ કરેલા રૂકૃમિણીના પુત્ર પ્રદ્યુમ્નને જ હું કેમ ન જાણું?” તે વખતે પ્રદ્યુમ્ને કહ્યું “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણીને તેને અહીં લઈ આવીશ.' એમ કહીને સ્વયંવર થઈને આવેલી તે કન્યાને ત્યાં લઈ આવે. કૃષ્ણ તે કન્યા પ્રદ્યુમ્નને આપવા લાગ્યા પણ “એ તો મારે નાના ભાઈની સ્ત્રી થવાની હોવાથી વધુ સમાન છે” એમ કહી પ્રદ્યુમ્ન તેને ગ્રહણ કરી નહીં, અને ભાવુક સાથે તેને પરણાવી. ત્યારપછી પ્રદ્યુમ્નની ઇરછા નહોતી તે પણ કૃષ્ણ મોટા ઉત્સવથી ખેચરની અને રાજાઓની અનેક કન્યાએ પ્રદ્યુમ્નને પરણાવી. પછી રૂકમિણીએ અને કૃષ્ણ પ્રદ્યુમ્નને લાવવામાં ઉપકારી નારદની પૂજા કરીને વિદાય કર્યા.
અન્યદા પ્રધગ્નની મોટી સમૃદ્ધિ જોઈને અને તેની લાઘા સાંભળીને સત્યભામા કાપ ગૃહમાં જઈ જુના માંચા ઉપર સુઈ ગઈ, ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને જોઈને સંભ્રમથી બેલી ઉઠયા “હે સુંદરી ! કોણે તમારું અપમાન કર્યું છે કે જેથી તમે આમ ખેદ કરો છે?” સત્યભામા બેલી “મારૂં કોઈએ અપમાન કર્યું નથી, પણ જે મારે પ્રદ્યુમ્નના જે પુત્ર નહીં થાય તે હું જરૂર મૃત્યુ પામીશ. તેનો આગ્રહ જાણ કૃષ્ણ નિગમેલી દેવને ઉદ્દેશીને અષ્ટમભક્ત યુક્ત પૌષધવત ગ્રહણ કર્યું. ગમેષી પ્રગટ થઈને બે કે “હું શું કાર્ય કરૂં?' કૃષ્ણ કહ્યું, “સત્યભામાને પ્રદ્યુમ્નના જે પુત્ર આપે. નિગમેષી બોલ્યો “જે આથી તમારે તેવા પુત્રની ઈચ્છા હોય તે સ્ત્રીને આ હાર પહેરાવીને સેવ, જેથી તેને ઈચ્છિત પુત્ર થશે.” આ પ્રમાણે કહી હાર આપીને નિગમેષી દેવ અંતર્ધાન થઈ ગયે. કૃષ્ણ વાસુદેવે હર્ષ પામી સત્યભામાને શસ્યાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે વાત પ્રધાને જણાવી, એટલે તેણે પિતાની માતાને કહ્યું કે “મારા જેવા પુત્રની ઈચછાએ તે હાર તમે જઈને .” રૂમિણ બેલી, “વત્સ! તારા જેવા એક પુત્રથી કૃતાર્થ છું કારણ
૧ રીસાનારને સુવાનું ઠેકાણું. ૨ જુન ખાટલે. C - 44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org