________________
સગ ૬ ઠ્ઠો ]. રામ કૃષ્ણ પાંડવાદિન વિવાહ
[૩૪) “મારે પુત્રનો વિગ થયે છે, તેના સંગમની આશાએ મેં આજ સુધી કુળદેવીનું આરાધન કર્યું, આજે છેવટે કુળદેવીને મસ્તકનું બલિદાન આપવાની ઈચ્છાથી મેં મારી ગ્રીવા ઉપર પ્રહાર કર્યો, એટલે દેવીએ કહ્યું, “પુત્રી ! સાહસ કર નહીં. આ તારા આંગણામાં રહેલું આવૃક્ષ જ્યારે અકાળે ખીલી નીકળશે ત્યારે તારે પુત્ર આવશે.” આજે આ આમ્રવૃક્ષ તા વિકસિત થયું, પણ મારા પુત્ર હજુ આવ્યો નહીં; માટે હે મુનિરાય ! તમે હોરા જુઓ, મારે પુત્રને સમાગમ ક્યારે થશે?” મુનિ બોલ્યો, “જે ખાલી હાથે પૂછે, તેને હેરાનું ફળ મળતું નથી.” રૂકમિણી બેલી “કહે ત્યારે તમને શું આપું?' મુનિ બેલ્યો “તપથી મારૂં ઉદર દુર્બળ થઈ ગયું છે, તેથી મને ક્ષીરજન આપ.” પછી રૂપૂમિણી ખીર કરવાના દ્રવ્યની શોધ કરવાને તત્પર થઈ. તે વખતે સાધુએ ફરીવાર કહ્યું “હું ઘણે ભુખ્યો છું, માટે જે કઈ દ્રવ્ય હોય તે લઈને તેની ખીર બનાવી આપ.” પછી રૂકમિણી પ્રથમ તૈયાર કરેલા મોદકની
ખીર કરવા લાગી, પણ તે મુનિના વિદ્યાપ્રભાવથી અગ્નિ પ્રજવલિત થયે નહિ. જ્યારે રૂમિણને અતિ ખેદ પામેલી જોઈ ત્યારે મુનિએ કહ્યું, “જે ખીર રંધાય તેવું ન હોય તો એ મોદકથી જ મારી સુધાને શાંત કરે.” રૂકમિણી બેલી “ભગવદ્ ! આ મેદક કૃષ્ણ વગર બીજા કોઈને જરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.” મુનિ બેલ્યો “તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન કરે તેવું) નથી.” પછી રૂકમિણ શંકિત ચિત્તે તેને એકેક માદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઊતાવળે ઊતાવળ ખાતો ગયો એટલે તે વિસ્મય પામીને બેલી “મહર્ષિ ! તમે તો ઘણું બળવાનું લાગે છે.”
અહીં સત્યભામા “રૂડુ બુડુ' મંત્રને જપતી હતી. ત્યાં બાગવાન પુરૂષોએ આવીને કહ્યું સ્વામિની! કઈ પુરૂષે આવી આપણું ઉઘાનને ફળ વગરનું કરી દીધું છે.” કેઈએ આવીને જણાવ્યું કે “ઘાસની દુદાનેમાંથી ઘાસને ખુટાડી દીધું છે.” કેઈએ આધીને જાહેર કર્યું કે ઉત્તમ જળાશયો માત્ર નિર્જળ કર્યા છે. અને કેઈએ આવીને કહ્યું કે “ભાનુક કુમારને અશ્વ ઉપરથી કેઈએ પાડી નાખ્યો છે. તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે “અરે! તે બ્રાહ્મણ કયાં છે?' એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્ષ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રૂમિણ પાસે મેકલી. તેઓએ આવીને રૂકમિણીને કહ્યું, “હે માનિની! તમારા કેશ શીધ્ર અમને આપે; અમારી સ્વામિની સત્યભામા તેમ કરવાને આજ્ઞા કરે છે. તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓનાજ તથા સત્યભામાના પૂર્વે મુડેલા કેશવડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મોકલી. સત્યભામાએ તે દાસીઓને કેશવિનાની જેઈને પૂછયું કે “આ શું ?” એટલે દાસીએ બોલી કે “શું તમે નથી જાણતા કે જેવા સ્વામિની હોય તેજ પરિવાર હોય છે.” પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લેકેને રૂક્મિણીને ઘેર મોકલ્યા, એટલે તે સાધુએ તેઓને શીરપરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યાવકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org