Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૪૨ ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું આશિષ આપીને સત્યભામા પાસે બેઠે; એટલે સત્યભામાએ કહ્યું “હે બ્રાહ્મણ ! મને રૂમિણીથી અધિક રૂપવાળી કરે.” કપટી વિષે કહ્યું, “તમે તો બહુ સ્વરૂપવાન દેખાઓ છે, તમારા જેવું કંઈ બીજી સ્ત્રીનું રૂપ મેં કયાંઈ પણ જોયું નથી.” સત્યભામા બેલી “હે ભદ્ર! તમે કહે છે તે સત્ય છે, તથાપિ મને રૂપમાં વિશેષ અનુપમ કરે.” બ્રાહ્મણે કહ્યું, “જે સર્વથી રૂપમાં અધિક થવું હોય તો પ્રથમ વિરૂપા થઈ જાઓ, કારણ કે મૂળથી વિરૂપતા હોય તો વિશેષ રૂપ થાય છે. સત્યભામાએ પૂછ્યું “ત્યારે પ્રથમ હું શું કરું?” બ્રાહ્મણ બોલ્યા
પ્રથમ મસ્તક મુંડાવે અને પછી મશીવડે બધા દેહ ઉપર વિલેપન કરી સાંધેલાં જીણું વસ્ત્ર પહેરી મારી આગળ આવે; એટલે હું તમારામાં લાવણ્ય અને સૌભાગ્યની શેભાનું આરોપણ કરીશ.” વિશેષ રૂપને ઈચ્છનારી સત્યભામાએ તરતજ તે પ્રમાણે કર્યું, એટલે કપટી બ્રાહ્મણ બેલ્યો-“હું બહુ ક્ષુધાતુર છું, માટે અસ્વસ્થપણે હું શું કરી શકું?” સત્યભામાએ તેને ભેજન આપવા માટે રસયાને આજ્ઞા કરી, એટલે બ્રાહ્મણે સત્યભામાના કાનમાં આ પ્રમાણે ઉપદેશ કર્યો કે “હે અનઘે! જ્યાં સુધી હું ભેજન કરૂં ત્યાંસુધી કુળદેવીની આગળ બેસીને તમારે “રૂડ બુડ, રૂડુ બડુ,” એવો મંત્ર જપ.” સત્યભામાં તરત જ કુળદેવી પાસે જઈ બેસીને તે જાપ કરવા લાગી. અહીં પ્રધુમ્ન વિદ્યાશક્તિવડે બધી રસોઈ સમાપ્ત કરી દીધી. પછી હાથમાં જળકળશ લઈ રઈ કરનારી સ્ત્રીઓ સત્યભામાથી બીતી બીતી બ્રાહ્મણ પ્રત્યે બેલી કે -હવે તો ઊઠે તો ઠીક.” એટલે “હજુ સુધી હું તૃપ્ત થયે નથી, માટે જ્યાં તૃપ્તિ થશે ત્યાં જઈશ” એમ બેલતો તે કપટી વિપ્ર ત્યાંથી ચાલ્યો ગયો.
પછી તે બાળસાધુનું રૂપ લઈને રૂકમિણને ઘેર ગયો. રૂકમિણીએ નેત્રને આનંદરૂપ ચંદ્ર જેવા તેને દૂરથી જે તેને માટે આસન લેવા રૂમિણી ઘરમાં ગઈ, એટલે ત્યાં પ્રથમથી મૂકી રાખેલા કૃષ્ણના સિંહાસન ઉપર તે બેસી ગયો. જ્યારે કુમિણી આસન લઈ બહાર નીકળી, ત્યારે કૃષ્ણના સિંહાસન પર તેને બેઠેલો જોઈ તે વિસ્મયથી નેત્ર વિકાસ કરતી બોલી, “કૃષ્ણ કે કૃષ્ણના પુત્ર વિના આ સિંહાસન ઉપર બેઠેલા કોઈ પુરૂષને દેવતાઓ સહન કરી શકતા નથી.” તે કપટી સાધુએ કહ્યું કે મારા તપના પ્રભાવથી કેઈ દેવતાનું પરાક્રમ મારી ઉપર ચાલતું નથી.” પછી રૂફમિણુએ પૂછ્યું કે “તમે શા કારણે અહીં પધાર્યા છે?” એટલે તે બે “મેં સેળ વર્ષ સુધી નિરાહાર તપ કરેલું છે, વળી મેં જન્મથીજ માતાના સ્તનનું પાન કર્યું નથી, હવે હું અહીં તેના પારણાને માટે આવ્યો છું, તેથી જે લાગે તે મને આપો.” રૂકમિણી બોલી–“હે મુનિ! મેં ચતુર્થ તપથી આરંભી વર્ષ સુધીનું તપ સાંભળ્યું છે, પણ કોઈ ઠેકાણે સોળ વર્ષનું તપ સાંભળ્યું નથી.” તે બાળમુનિ બે તમારે તેનું શું કામ છે? જે કાંઈ હેાય અને તે મને આપવાની ઈચ્છા હોય તો આપો, નહીં તો હું સત્યભામાને મંદિરે જઈશ.” રૂકમિણ બોલી “મેં ઉદ્વેગને લીધે આજે કાંઈ રાંધેલું નથી.” બાળમુનિએ પૂછયું–‘તમારે ઉદ્વેગ થવાનું શું કારણ છે?” રૂકમિણીએ કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org