Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭ મો ] શબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ
[૩૪૯ માગણી કરી તે પણ મેં કીધાંધ થઈને તેને આપી નહીં, માટે મંદબુદ્ધિવાળા મને ધિકાર છે!” આ પ્રમાણે રાજા રૂદન કરતો હતો, તેવામાં તેણે વાજિંત્રોને ગંભીર નાદ સાંભળ્યો. એટલે “આ નાદ ક્યાંથી આવે છે?’ એમ તેણે સેવકને પૂછ્યું. રાજપુરૂષએ તરતજ તપાસ કરી આવીને કહ્યું કે “રાજેદ્ર! પ્રધુમ્ન અને શાંબ વિદભીની સાથે આપણું નગરની બહાર એક વિમાન જેવા પ્રાસાદમાં દેવતાની જેમ રહેલા છે. ચારણે તેમની સ્તુતિ કરે છે, અને તેઓ ઉત્તમ વાજિંત્રો વડે મનહર સંગીત કરાવે છે. તેને આ નાદ સંભળાય છે.” પછી રકમિરાજાએ હર્ષ પામી તેઓને પિતાને ઘેર લાવ્યા અને પિતાના ભાણેજ પ્રદ્યુમ્નની જમાઈ પણુના નેહથી વિશેષ પૂજા કરી. રૂકુમિ રાજાની રજા લઈને વૈદભી અને શાંબને લઈ પ્રદ્યુમ્ન દ્વારિકામાં આવ્યો, જ્યાં તે રૂકમિણીનાં નેત્રને ઉત્સવરૂપ થયો. નવયૌવનવાળો પ્રદ્યુમ્ન નવયૌવનવતી અભિનવ વૈદર્ભની સાથે સુખે ક્રીડા કરતા સુખે રહેવા લાગ્યો, અને હેમાંગદ રાજાની વેશ્યાથી થયેલી સુહરિયા નામની પુત્રી કે જે રૂપમાં અપ્સરા જેવી હતી તેની સાથે પરણીને શાબ પણ ક્રિીડા કરતો સુખે રહેવા લાગ્યો.
શાંબ હમેશાં કીડા કરતાં કરતાં ભરૂકને મારતો હતો અને ઘુતમાં ઘણું ધન હરાવી હરાવીને અપાવી દેતે હતે. એક દિવસ તેમ થવાથી ભીરૂક રૂદન કરતા કરતા સત્યભામાં પાસે આવ્યું, એટલે સત્યભામાએ શાબની તે વર્તણુક કૃષ્ણને જણાવી. કૃણે જાંબવતીને તે વાત કરી, એટલે જાંબવતી બેલી, “હે સ્વામિન ! મેં આટલા વખત સુધીમાં શાબની નઠારી વર્તણુક કઈ વખતે પણ સાંભળી નથી અને તમે આ શું કહે છે?” કૃણે કહ્યું કે “સિંહણ તે પિતાના પુત્રને સૌમ્ય અને ભદ્રિક જ માને છે, પણ તેના બાળકની ક્રીડાને તો હાથીજ જાણે છે, માટે તારે જેવી હોય તે ચાલ, હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું.” પછી કૃષ્ણ આહેરનું રૂપ ધર્યું અને જાંબવતીને આહેરની સ્ત્રીનું રૂપ ધરાવ્યું. બંને જણ તક' વેચવા દ્વારિકામાં પિઠાં, એટલે તેમને સ્વેચ્છાવિહારી શાબ કુમારે દીઠાં. શાબે આહેરીને કહ્યું “અરે બાઈ! અહી આવ, મારે તમારું ગેરસ લેવું છે. તે સાંભળી આહેરી શાબની પછવાડે ગઈ આહેર પણ પાછળ પાછળ આવ્યો. આગળ જતાં શાંબ એક દેવાલયમાં પેઠો અને તેણે પેલી આહેરીને અંદર આવવા કહ્યું. આહેરી બેલી “હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપે.” “અહી અવશ્ય પેસવું જોઈશે” એમ કહી લતાને હાથીની જેમ શાંબ તેને હાથ પકડીને ખેંચવા લાગ્યો, એટલે “અરે! મારી સ્ત્રીને કેમ પકડે છે?' એમ બોલતો પેલે આહેર મારવા દેડ, અને પછી તત્કાળ કૃષ્ણ અને જાંબવતી પ્રગટ થયાં. પિતાના માતાપિતાને જોઈ શબ મુખ ઢાંકીને નાસી ગયો. હરિએ આ પ્રમાણે શાબની દુછા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણ બળાકારે શબને બેલા, ત્યારે તે એક કાષ્ઠને ખીલે ઘડતો ઘડતે ત્યાં આગે. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછયું, ત્યારે તે બે “જે ગઈ કાલની મારી વાત
છાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org