Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૪૦]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮મું ઈચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભેગવ” આવાં તેનાં વચન સાંભળીને પ્રધુને વિચાર્યું કે
હું આ સ્ત્રીના પાશમાં ફસી પડયો છું, માટે મારે શું કરવું?” પછી તે વિચાર કરીને બેલ્યો–“રે ભદ્ર! જે હું એવું કામ કરું તે પછી સંવર અને તેના પુત્રો પાસેથી શી રીતે જીવવા પામું ?' કનકમાળા બેલી–“હે સુભગ! તેને ભય રાખીશ નહીં, મારી પાસે જે ગૌરી ને પ્રજ્ઞપ્તિ બે વિદ્યા છે તે તું ગ્રહણ કર અને જગતમાં અજણ્ય થા.” પછી “કદિપણ મારે આ અકૃત્ય કરવું નથી” એવો અંતઃકરણમાં નિશ્ચય કરીને પ્રધુમ્ન બે કે “પ્રથમ મને તે બે વિદ્યા આપો, પછી હું તમારું વજન કરીશ.” કામાતુર થયેલી કનકમાળાએ ગૌરી અને પ્રજ્ઞપ્તિ નામની બે વિદ્યા તત્કાળ તેને આપી, એટલે પ્રદ્યુમ્ન પુણ્યદયના પ્રભાવથી તેને સત્વર સાધી લીધી. પછી તેણીએ ફરીવાર ક્રીડા કરવાની પ્રાર્થના કરી એટલે પ્રદ્યુમ્ન બે-છે અનઘે! તમે મને ઉછેરવાથી પ્રથમ તે માતાજ માત્ર થયા હતા, પણ હવે વિદ્યાદાન કરવાથી તે ગુરૂ થયા છે, માટે હવે એ પાપકર્મ સંબંધી મને કાંઈ પણ કહેશો નહિ.” આ પ્રમાણે તેને કહી ઘર છોડીને પ્રદ્યુમ્ન નગરની બહાર ચાલ્યા ગયે, અને ત્યાં કાલાંબુકા નામની વાપિકાને કાંઠે જઈને કચવાતે મને વિચાર કરતે બેઠે.
અહીં કનકમાળાએ પિતાના શરીર પર નખના ઉઝરડા કરીને પિકાર કર્યો, એટલે “આ શું?’ એમ પૂછતા તેને પુત્રો ત્યાં દેડી આવ્યા. તે બોલી કે “તમારા પિતાએ જે પેલા પ્રદ્યુમ્નને પુત્ર તરીકે માને છે, તે દુષ્ટ યુવાને મા૨ જેમ પિંડ આપનારને વિદ્યારે તેમ મને વિદારણ કરી નાખી છે.” આ હકીકત સાંભળીને તત્કાળ તેઓ સર્વ ક્રોધ કરી કાલાંબુકાને તીરે ગયા, અને “અરે પાપી, અરે પાપી” એમ બોલતા પ્રદ્યુમ્નને પ્રહાર કરવા લાગ્યા. એટલે તત્કાળ વિદ્યાના પ્રભાવથી પ્રબળ થયેલા પ્રદ્યુમ્ન લીલામાત્રમાં સિંહ જેમ સાબરને મારે તેમ તે સંવરના પુત્રોને મારી નાખ્યા. પુત્રને વધ સાંભળી સંવર પણ ક્રોધ કરીને પ્રધુમ્ન મારવા આવે, પરંતુ વિદ્યાથી ઉત્પન્ન કરેલી માયાવડે પ્રધુમ્ન સંવરને જીતી લીધું. પછી પ્રધુમ્નને પશ્ચાત્તાપપૂર્વક મૂળથી માંડીને કનકમાળાને બધે વૃત્તાંત સંવરને કહ્યું. તે સાંભળી પશ્ચાત્તામાં કરતા સંવરે પ્રધુમ્નની ઉલટી પૂજા કરી. તેવામાં ત્યાં નારદ મુનિ પ્રદ્યુમ્નની પાસે આવ્યા. પ્રજ્ઞપ્તિ વિઘાથી ઓળખેલા નારદની પ્રદ્યુમ્ન પૂજા કરી અને તેમને કનકમાળાની હકીકત જણાવી, એટલે નારદ સીમંધર પ્રભુએ કહેલું પ્રદ્યુમ્ન અને રૂકમિણીને સર્વ વૃત્તાંત પ્રથમથી જણાવીને આ પ્રમાણે છેલ્યા કે “હે પ્રધુમ્ન ! જેને પુત્ર પ્રથમ પરણે તેણીને બીજીએ પિતાના કેશ આપવા” આવું પણ તમારી સાપન માતા સત્યભામા સાથે તમારી માતા રૂકમિણીએ કરેલ છે. તે સત્યભામાને પુત્ર ભાનુ, હાલમાં જ પરણવાનો છે તેથી જે તે પહેલે પરણશે તે તમારી માતાને પણમાં હારી જઈ પિતાના કેશ આપવા પડશે, ત્યારે કેશદાનની હાનિથી અને તમારા વિયેગની પીડાથી તમારા જેવો પુત્ર છતાં રૂમિણી મૃત્યુ પામશે.” આ પ્રમાણેની ખબર સાંભળી પ્રદ્યુમ્ન નારદની સાથે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ નિર્માણ કરેલા વિમાનમાં બેસીને તત્કાળ દ્વારકાપુરી પાસે આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org