Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૩૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું એક વખતે દેવદત્તા નામની એક વેશ્યા ત્યાં ઉઘાનમાં આવેલી તેને જોવામાં આવી. તેના એક કામી ત્યારે તેને ઉત્સંગમાં બેસાડેલી હતી, એકે તેના માથા પર છત્ર ધરી હતી, એક તેને વસ્ત્રના છેડાવડે પવન નાખતો હતો, એક તેના કેશને બાંધતો હતો અને એકે તેના ચરણને ધરી રાખ્યા હતા. આ પ્રમાણે જોઈ સુકુમારિકા સાદવી કે જેને ભેગની ઈચ્છા પૂર્ણ થઈ નહોતી, તેણે એવું નિયાણું કર્યું કે “આ તપસ્યાના પ્રભાવથી હું આ વેશ્યાની જેમ પાંચ પતિવાળી થાઉં.” ત્યારપછી તે વારંવાર પિતાના શરીરને સાફ રાખવા લાગી. આર્યા તેને તેમ કરતાં વારતી ત્યારે તે ચિત્તમાં વિચારતી કે “હું જ્યારે પૂર્વે ગૃહસ્થ હતી ત્યારે, આ આર્યાએ મારૂં સારૂં માન જાળવતી હતી, પણ હવે તેમની સાથે ભિક્ષુકી થઈ એટલે તેઓ મને જેમ તેમ તિરસ્કાર આપે છે, માટે મારે તેમની સાથે રહેવાની શી જરૂર છે?' આવું ધારી તે જુદા ઉપાશ્રયમાં રહી, અને એકાકી સ્વતંત્રપણે વિચરતી ચિરકાળ વ્રતને પાળવા લાગી. પ્રાતે આઠ માસની સંલેખણ કરી, પૂર્વ પાપની આલોચના કર્યા વિના તે મૃત્યુ પામી અને નવ પોપમના આયુષ્યવાળી સૌધર્મક૯પમાં દેવી થઈ ત્યાંથી ચ્યવીને તે આ દ્રૌપદી થઈ છે અને પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને પાંચ પતિઓ થયા છે, તો તેમાં શે વિસ્મય છે!”
આ પ્રમાણે મુનિએ કહ્યું, તે વખતે આકાશમાં “સાધુ, સાધુ,” એવી વાણી થઈ. એટલે એને પાંચ પતિ તે યુક્ત છે એમ કૃષ્ણ વિગેરે કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાઓએ અને સ્વજનેએ કરેલા મોટા ઉત્સવ સાથે પાંડવે દ્રૌપદીને પરણ્યા. પાંડુ રાજા દશ દશાહને, કૃષ્ણને અને બીજા રાજાઓને જાણે વિવાહને માટે લાવ્યા હોય તેમ માનપૂર્વક પિતાને નગરે લઈ ગયા. ત્યાં તેમને ચિરકાળ રાખી સારી પેઠે ભક્તિ કરીને જ્યારે દશાર્હ અને રામ કૃષ્ણ રજા માગી ત્યારે તેમને તેમજ બીજા રાજાઓને વિદાય કર્યા.
પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા, અને માદ્રી પણ પોતાના બે પુત્ર કુંતીને સોંપીને પાંડુરાજાની પછવાડે મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા, ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને ન માનવા લાગ્યા અને તેઓ દુષ્ટ આશયથી રાજ્ય લેવાને લુબ્ધ થયા. દુર્યોધને વિનય વિગેરેથી સર્વ વૃદ્ધોને સંતુષ્ટ કર્યા અને પાંડવોને ઘતમાં જીતી લીધા. યુધિષ્ઠિરે લેભથી ઘતમાં રાજ્યનું અને છેવટે દ્રોપદીનું પણ કર્યું, તે પણ દુર્યોધને જીતીને પિતાને સ્વાધીને કર્યું. પણ પછી ક્રોધથી રાતાં થયેલાં નેત્રોવાળા ભીમથી ભય પામીને દુર્યોધને દ્રૌપદી તેમને પાછી સોંપી. પછી ધૃતરાષ્ટ્રના પુત્રોએ અપમાન કરીને પાંડવોને પિતાના દેશમાંથી કાઢી મૂક્યા, એટલે તેઓએ વનવાસ સ્વીકાર્યો. લાંબા કાળ સુધી વને વન ભટકતાં પાંચે પાંડને છેવટે દશાહની અનુજ બેન કુંતી દ્વારકામાં લઈ ગઈ. દિવ્ય અસ્ત્રોથી યુદ્ધ કરનારા અને વિદ્યા તથા ભુજબળથી ઉગ્ર એવા તેઓ પ્રથમ સમુદ્રવિજય રાજાને ઘેર આવ્યા. રાજા સમુદ્રવિજયે અને અલ્ય વિગેરે તેમના ભાઈઓએ પોતાની બહેનને અને ભાણેજોને નેહપૂર્વક સારી રીતે સત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org