________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[પર્વ ૮મું પૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરીને મૃત્યુ પામેલા તે ધર્મરૂચિ મુનિ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં અહમિંદ્ર દેવ થયા.
અહીં ધમષ આચાર્યો “ધર્મરૂચિ મુનિને આટલે બધે વિલંબ કેમ થયે?' એ જાણવાને માટે બીજા મુનિઓને તપાસ કરવા મોકલ્યા. તેઓએ બહાર જઈને જોયું તો તેમને મૃત્યુ પામેલા દીઠા, તેથી તેમનું રજોહરણ વિગેરે લઈ ગુરૂ પાસે આવી મોટા ખેદ સાથે તે વાત ગુરૂને જણાવી. ગુરૂએ અતિશય જ્ઞાનના ઉપગથી જાણી લઈને પિતાના સર્વ શિષ્યોને નાગશ્રીનું બધું દુશ્ચરિત્ર જણાવ્યું, તે સાંભળવાથી બધા મુનિઓને અને સાદવીઓને કેપ ઉત્પન્ન થયે, તેથી તેઓએ તે વાર્તા સામદેવ વિગેરે અનેક લોકોને જણાવી. તે સાંભળી
મદેવ વિગેરે વિપ્રોએ નાગશ્રીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોએ પણ તેને ઘણે તિરસકાર કર્યો, તેથી તે સર્વત્ર દુઃખી થઈ ભટકવા લાગી. અને કાસ, શ્વાસ, જવર અને કુષ્ઠ વિગેરે સેળ ભયંકર રોગોથી પીડા પામતી સતી તે ભવમાંજ નારકીપણાને પ્રાપ્ત થઈ એ પ્રમાણે સુધા તૃષાથી આતુર, ફાટ્યાં તુટહ્યાં વસ્ત્ર પહેરતી અને નિરાધાર ભટકતી એ સ્ત્રી અનુક્રમે મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને ચંડાળ જાતિમાં ઉત્પન્ન થઈ અને મૃત્યુ પામીને સાતમી નરકે ગઈ. પછી શ્લેષ્ઠ જાતિમાં ઉત્પન્ન થઈને મરીને નરકે ગઈ. એવી રીતે એ પાપિણી સર્વ નરકમાં બે વાર જઈ આવી. પછી પૃથ્વીકાય વિગેરેમાં અનેકવાર ઉત્પન્ન થઈ અને અકામનિર્જરાથી ઘણું કમને ખપાવ્યાં. પછી ચંપાનગરીમાં સાગરદત્ત શેઠની સ્ત્રી સુભદ્રાના ઉદરથી સુકુમારિકા નામે પુત્રી થઈ તેજ નગરમાં જિનદત્ત નામે એક ધનવાન સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામે ગૃહિણી અને સાગર નામે પુત્ર હતો. એક વખતે જિનદત્ત સાગરદત્તને ઘેર ગયે, ત્યાં સુકુમારિકાને યૌવનવતી જોઈ. તે મહેલ ઉપર ચડીને કંદુક્કડ કરતી હતી. તેને જોઈ જિનદત્તને વિચાર થયે કે “આ કન્યા મારા પુત્રને યોગ્ય છે.” આવું ચિંતવન કરતો તે પોતાને ઘેર આવ્યા. પછી ફરીને બંધુવર્ગ સહિત સાગરદત્તને ઘેર જઈ પોતાના પુત્રને માટે સુકુમારિકાની માગણી કરી. સાગરદત્ત બેલ્યા “આ પુત્રી માટે પ્રાણથી પણ પ્રિય છે, એના વિના હું ક્ષણવાર પણ રહી શકતો નથી, માટે જે તમારે પુત્ર સાગર મારે ત્યાં ઘરજમાઈ થઈને રહે તો હું મારી પુત્રી ઘણા દ્રવ્ય સાથે તેને અર્પણ કરું.” “હું વિચારીને કહીશ” એમ કહી જિનદત્ત પિતાને ઘેર ગયે, અને તે વાત સાગરને કહી. તે સાંભળી સાગર મૌન રહ્યો; એટલે “જેને નિષેધ ન કરે તે સંમત છે” એવા ન્યાયથી તેના પિતાએ સાગરને ઘરજમાઈપણે રહેવા દેવાનું કબુલ કર્યું. અનુક્રમે સાગરને તે કુમારી સાથે પરણાવ્યું. રાત્રે તેની સાથે તે વાસગૃહમાં જઈ શય્યામાં સુતો. તે વખતે પૂર્વ કર્મના ચેગે તે સુકુમારિકાના સ્પર્શથી સાગરનું અંગ અંગારાની જેમ બળવા લાગ્યું, તેથી તે માંડમાંડ ક્ષણવાર સહન કરીને સૂઈ રહ્યો. પણ જ્યારે સુકુમારિકા ઊંઘી ગઈ ત્યારે તેને છોડી દઈને તે પિતાને ઘેર નાસી ગયે. નિદ્રા પૂર્ણ થતાં પાસે પતિને ન જેવાથી સુકુમારિકા ઘણું રૂદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org