Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠો ]
રામ કૃષ્ણ પાંડવાદિના વિવાહ
: * [ ૩૩૭
કરવા લાગી. પ્રાતઃકાળે સુભદ્રાએ વવરને દંતધાવન કરાવવાને માટે એક દાસીને મેકલી, ત્યાં જતાં દાસીએ સુકુમારિકાને પતિરહિત અને રૂદન કરતી જોઈ, એટલે તેણે સુભદ્રા પાસે આવીને તે વાત કહી. સુભદ્રાએ શેઠને જણાવી, એટલે શેઠે જિનદત્ત પાસે જઇને તેને ઉપાલંભ આપ્યા. જિનદત્તે પેાતાના પુત્રને એકાંતમાં ખેલાવીને કહ્યું કે ‘ૐ વત્સ! તેં સાગરદત્ત શેઠની પુત્રીનો ત્યાગ કર્યું તે ઠીક કર્યું નહી, માટે હમણાં તે સુકુમારિકા પાસે પાછા જા; કારણ કે મેં સજ્જનોની સમક્ષ તને ત્યાં રાખવાનું કબુલ કર્યું છે.' સાગર ખેલ્યો ‘હે પિતા ? અગ્નિમાં પેસવાને તૈયાર થવું તે હું સારૂં ગણું છું, પણ તે સુકુમારિકા પાસે જવા કદિ પણુ ઇચ્છતો નથી.' આ ખધી વાર્તા દીવાલની પાછળ ગુપ્તપણે ઊભા રહીને સાગરદત્ત શેઠ સાંભળતા હતા, તેથી તે નિરાશ થઈને પેાતાને ઘેર આવ્યા અને સુકુમારિકાને કહ્યું કે • હે પુત્રી ! તારી ઉપર સાગર તેા વિરકત થયો છે, માટે હું તારે માટે બીજો પતિ શેાધી આપીશ. તું ખેદ કરીશ નહીં.'
એક વખતે સાગરદત્ત શેઠ પેાતાના મહેલના ગેખમાં બેસીને માર્ગ તરફ જોતા હતા, તેવામાં હાથમાં ખપ્પર ધારણ કરનારા, જીણુ વસ્રના ખંડને પહેરનારા અને મક્ષિકાથી વી’ટાયેલે કાઈ ભિક્ષુક માગે ચાલ્યો જતો તેમના જોવામાં આવ્યો; એટલે સાગરદત્ત તને ખેલાવી ખપ્પર વિગેરે છે।ડાવી સ્નાન કરાવીને જમાડયો, અને તેનું શરીર ચંદનથી ચર્ચિત કરાવ્યું. પછી તેને કહ્યું કે રે ભદ્ર! આ મારી પુત્રી સુકુમારિકા હુંદ્ગમને આપું છું, માટે ભાજન વિગેરેમાં નિશ્ચિંત થઈને એની સાથે અહી' સુખે રહે.' આ પ્રમાણે કહેવાથી તે સુકુમારિકાની સાથે વાસગૃહમાં ગયો; પણ તેની સાથે શયન કરતાં તેણીના અંગના સ્પથી જાણે અગ્નિનો સ્પ થયો હોય તેમ તે દાઝવા લાગ્યો, તેથી તત્કાળ ઉઠીને પેાતાનો જે વેશ હતો તે પહેરીને તે પલાયન કરી ગયો. સુકુમારિકા પ્રથમની જેમજ ખેદ પામી. તેની એવી અવસ્થા જોઈ તેના પિતાએ તેને કહ્યું, ‘વત્સે ! ખેદ કર નહીં, તારા પૂર્વ પાપકર્મીનો ઉદય થયા છે, બીજુ કાંઈ કારણ નથી; માટે સંતોષ ધારણ કરી મારે ઘેર રહી નિત્ય દાન પુણ્ય કર્યાં કર.' આ વચનથી સુકુમારિકા શાંત થઈ અને ધર્માંતત્પર થઈને ત્યાં રહી સતી નિરંતર દાન આપવા લાગી.
k
અન્યદા ગેાપાલિકા નામે સાધ્વી તેને ઘેર આવી ચડયાં. તેમને સુકુમારિકાએ શુદ્ધ અન્નપાનથી પ્રતિલાભિત કર્યાં. પછી તેની પાસેથી ધમ સાંભળી પ્રતિષેધ પામીને સુકુમારિકાએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચતુ, છઠ્ઠું અને અઠ્ઠમ વિગેરે તપને આચરતી એ સુકુમારિકા સાધ્વી ગેાપાલિકા આર્યાની સાથે હંમેશાં વિહાર કરવા લાગી. એક વખતે સુકુમારિકા સાધ્વીએ પેાતાની ગુરૂણીને કહ્યું કે, · પૂજ્ય આ! આપની આજ્ઞા હોય તો હું સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં શિવમ’ડળની સામે ખેતી સતી આતાપના લઉ.’ આર્યાં મેલ્યાં કે પેાતાના નિવાસસ્થાનની બહાર રહીને સાધ્વીને આતાપના લેવી કલ્પતી નથી, એમ આગમમાં કહેલું' છે.' ગુરૂણીએ આ પ્રમાણે કહ્યાં છતાં તે સાંભળ્યું ન હેાય તેમ કરીને સુકુમારિકા સુભૂમિભાગ ઉદ્યાનમાં ગઈ, અને સૂ સામી ષ્ટિ સ્થાપન કરીને આતાપના લેવા લાગી,
"
C - 43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org