Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઢો] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ
[૩૩૫ નિક દેવતાઓની જેવા કૃષ્ણાદિક રાજાએથી અલંકૃત સ્વયંવરમંડપમાં આવી. તેની સખીએ તેને પ્રત્યેક રાજાને નામ લઈ લઈને બતાવવા માંડયા. તેઓને અનુક્રમે જોતી જોતી દ્રોપદી જ્યાં પાંચ પાંડવો બેઠા હતા ત્યાં આવી, અને તેણે અનુરાગી થઈને પાંચ પાંડવોના કંડમાં સ્વયંવરમાળા આપણુ કરી. તે વખતે “આ શું?’ એમ સર્વ રાજમંડળ આશ્ચર્ય પામી ગયું. તેવામાં કોઈ ચારણ મુનિ આકાશમાર્ગે ત્યાં આવ્યા એટલે કૃષ્ણાદિક રાજાઓએ તે મુનિને નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછયું કે “શું આ દ્રોપદીને પાંચ પતિ થશે?' મુનિ છેલ્યા-“આ દ્રૌપદી પૂર્વ ભવના કર્મથી પાંચ પતિવાળી થશે, પણ તેમાં આશ્ચર્ય શું છે? કેમકે કર્મની ગતિ મહા વિષમ છે. તેનું વૃતાંત સાંભળે. ચંપાનગરીમાં સામદેવ, સેમભૂતિ અને સેમદત્ત નામે ત્રણ બ્રાહ્મણે રહેતા હતા, તેઓ સદર બંધુ હતા. ધન ધન્યથી પરિપૂર્ણ એવા તેઓને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામે પત્રીઓ હતી. તે ત્રણે ભાઈઓ પરસ્પર સ્નેહ ધરાવતા હતા, તેથી તેઓએ એક વખતે એ ઠરાવ કર્યો કે
આપણે ત્રણે ભાઈઓએ એક એક ભાઈને ઘેર વારા પ્રમાણે સાથે ભેજન કરવું. તે પ્રમાણે વર્તતાં એક દિવસ એમદેવને ઘેર જમવાને વારો આવ્યો, એટલે ભજનને અવસર પ્રાપ્ત થયા અગાઉ નાગશ્રીએ વિવિધ પ્રકારનાં ભજનની તૈયારી કરવા માંડી. તેમાં તે રમણીએ અજાયે કડવી તુંબડીનું શાક કર્યું. પછી એ શાક કેવું થયું છે તે જાણવાને માટે તેણીએ ચાખી જોયું, ત્યાં તો બહુ કડવું હોવાથી તેને અન્ય જાણું તેણીએ થુંકી કાઢ્યું. પછી વિચારવા લાગી કે “મેં ઘણું સ્વાદિષ્ટ વિવિધ પદાર્થોથી આ શાક સુધાયું, તથાપિ એ કડવું જ રહ્યું. આમ વિચારી તેણીએ તે શાક ગેપવી દીધું, અને તે સિવાયનાં બીજાં ભવ્ય ભેજનવડે તેણે પિતાને ઘેર આવેલા કુટુંબ સહિત પોતાના પતિને તથા દિયરને જમાડયા. તે સમયે સુભૂમિભાગ નામના તે નગરના ઉદ્યાનમાં જ્ઞાનવાન અને પરિવાર સહિત શ્રીધમશેષ આચાર્ય સમવસર્યા. તેમના ધર્મરૂચિ નામે એક શિષ્ય માસક્ષમણને પારણે સોમવાદિક સર્વે જમી ગયા પછી નાગશ્રીને ઘેર ભિક્ષા લેવા આવ્યા. નાગશ્રીએ વિચાર કર્યો કે “આ શાકથી આ મુનિજ તેષિત થાઓ.” એમ વિચારી તેણે તે કડવી તુંબડીનું શાક તે મુનિને વહેરાવ્યું. મુનિએ જાણ્યું કે “આજે મને આ કેઈ અપૂર્વ પદાર્થ મળે છે. તેથી તેમણે ગુરૂ પાસે જઈ તેમના હાથમાં તે પાત્ર આપ્યું. ગુરૂ તેની ગંધ લઈને બેલ્યા-“હે વત્સ! જે આ ૫દાર્થ તું ખાઈશ તે મૃત્યુ પામીશ, માટે આને પરઠવી દેવું અને ફરીવાર હવે આ પિંડ સારી રીતે તપાસીને લેજે. ગુરૂનાં આવાં વચનથી તે મુનિ ઉપાશ્રયની બહાર શુદ્ધ સ્થડિલ પાસે તે પાઠવવા આવ્યા, તેવામાં શાકમાંથી એક બિંદુ ભૂમિપર પડી ગયું, તેના રસથી ખેંચાઈને અનેક કીડીઓ આવી તેને લગ્ન થઈ. તે બધી તત્કાળ મૃત્યુ પામી ગઈ. તે જોઈ તે મુનિને વિચાર થયો કે “આના એક બિંદુમાત્રથી અનેક જંતુઓ મરે છે, તો તેને પરઠવવાથી કેટલાય જંતુઓનું મરણ થશે, માટે હું એક મૃત્યુ પામું તે સારૂં, પણ ઘણાં જંતુએ મરે તે સારું નહીં આ નિશ્ચય કરી તેણે તે તુંબડીનું શાક સમાહિત પણે ભક્ષણ કરી લીધું. પછી સમાષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org