Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૩૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૮ મું રજા લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ વિગેરેને તે પુત્રને સર્વ વૃત્તાંત કહ્યો અને રૂકમિણીને પણ તેના લક્ષ્મીવતી વિગેરે પૂર્વભવની વાર્તા જણાવી. પછી રૂકમિણીએ ભક્તિથી અંજલિ જેડી ત્યાં રહ્યા સતા સીમંધર પ્રભુને નમસ્કાર કર્યો, અને “સેળ વર્ષ પછી પુત્રને સમાગમ થશે' એવાં અરિહંત ભગવંતનાં વચનથી તે સ્વસ્થ થઈ
પૂર્વે શ્રી ઋષભદેવ સ્વામીને કુરૂ નામે એક પુત્ર હતા, જેનાં નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કરૂને પુત્ર હસ્તી નામે થયે, જેના નામથી હસ્તિનાપુર નગર વસેલું છે. તે હસ્તી રાજાના સંતાનમાં અનંતવીર્ય નામે રાજા થયે. તેને પુત્ર કતવીર્ય નામે રાજા થયો. તેને પુત્ર સુભમ નામે ચક્રવતી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા બાદ. શાંતનુ નામે એક રાજા થયે. તેને ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયે; અને સત્યવતીને ચિત્રાંગદ ને ચિત્રવીર્ય નામે પુત્રા થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડ ને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. તેમાં પાંડુ પતરાષ્ટ્રને રાજ્ય સોંપી મૃગયા કરવામાં તત્પર રહેવા લાગ્યો. પતરાષ્ટ્ર સુબળ રાજાના પુત્ર અને ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વિગેરે આઠ બહેનને પરણે. તેનાથી તેને દુર્યોધન વિગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. અને બીજી સ્ત્રી માઠી કે જે શલ્યરાજાની બહેન થતી હતી, તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા એ પાંચે પાંડુકુમારો પંચાનન-સિંહની જેમ ખેચરોને પણ અજેય થયા. પિતાના જયેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુનીતિને નહીં સહન કરનારા તે પાંચે પાંડે પોતાના લેકોત્તર ગુણવડે લેકેને આશ્ચર્ય પમાડવા લાગ્યા.
અન્યદા કાંપીલ્યપુરથી ધ્રુપદરાજાના દૂતે આવી નમસ્કાર કરી પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું “અમારા સ્વામી દ્રપદ રાજાને ચુલની રાણીના ઉદરથી જન્મેલી આ ધષ્ટદ્યુમ્નની નાની બહેન દ્રૌપદી નામે કન્યા છે, તેના સ્વયંવરમાં દશ દશા, રામ કૃષ્ણ, દમદંત, શિશુપાલ, રૂમિ, કણ, સુધન અને બીજા પણ રાજાઓને તથા તેમના પરાકમી કુમારને દ્રુપદ રાજાએ તે મોકલી મોકલીને બોલાવ્યા છે. તેઓ હાલ ત્યાં જતા જાય છે તે તમે પણ આ દેવકુમાર જેવા પાંચ કુમારો સાથે ત્યાં આવી સ્વયંવરમંડપને અલંકૃત કરા.” તે સાંભળી પાંચ જયવંત બાવડે કામદેવની જેમ પાંચ પુત્રોએ યુક્ત એવા પાંડુરાજા કાંપીત્યપુર ગયા અને બીજા પણ અનેક રાજાઓ ત્યાં આવ્યા. દ્રુપદ રાજાએ પૂજેલા પ્રત્યેક રાજાઓ અંતરીક્ષમાં રહેલા ગ્રહોની જેમ સ્વયંવરમંડપમાં હાજર થયા. તે અવસરે સ્નાન કરી, શુદ્ધ (ઉજજવળ) વસ્ત્ર પહેરી, માલ્યાલંકાર ધારણ કરી અને અહંતપ્રભુને પૂછને રૂપવડે દેવકન્યા જેવી દ્રૌપદી સખીઓ સાથે પરવરી સતી સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org