________________
( ૩૩૨] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું ગુમાવી મૃત્યુ પામ્ય, અને જોતિષ દેવામાં ધમકેતુ નામે દેવ થયા. અવધિજ્ઞાનથી પૂર્વનું વિર જાણી તે મધુના જીવને શોધવા લાગે, પણ મધુ તે સાતમા દેવલોકમાં મહદ્ધિક દેવ હેવાથી તેને જોવામાં આવ્યા નહીં. પછી તે ત્યાંથી એવી મનુષ્યભવ પામીને તાપસ થયે. તે ભવમાં બાળપ કરી મૃત્યુ પામીને તે વૈમાનિક દેવતા થશે. તથાપિ તે ભાવમાં પણ મધુને જેવાને સમર્થ ઘય નહીં. પાછે ત્યાંથી ચ્યવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મવેગે જતિષીમાં ફરીને ધૂમકેતુ નામે દેવતા થશે. તે વખતે મધુનો જીવ મહાશક દેવલેકમાંથી વી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી મિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે. પિલે ધૂમકેતુ પૂર્વના વૈરથી તે બાળકને જન્મતાંજ હરી ગયે, અને તેને મારવાની ઈચ્છાથી તે દુષ્ટ એક ટંકશિલા ઉપર તેને મૂકીને ચાલ્યા ગયે, પણ પિતાના પ્રભાવથી તે સર્વ અંગે અક્ષત રહ્યો, અને તેને કાળસંવર વિદ્યાધર પિતાને ઘેર લઈ ગયો. સેળ વર્ષને અંતે રૂકમિણી સાથે તેને સમાગમ થશે.”
આ પ્રમાણે પ્રશ્નના પૂર્વ ભવન વૃત્તાંત સાંભળીને “રમિણીને પુત્રને વિયોગ ક્યા કર્મથી થોએમ નારદે પૂછયું, એટલે શ્રી સીમંધર પ્રભુએ આ પ્રમાણે તેના પુર્વ ભવને વૃત્તાંત કહ્યું –
આ જ બૂઢીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશને વિષે લમીગ્રામનામે એક ગામમાં સેમદેવ નામે બ્રાહાણ રહેતા હતા. તેને લક્ષ્મીવતી નામે સ્ત્રી હતી. એક વખતે તે લક્ષ્મીવતી ઉપવનમાં ગઈ. ત્યાં મોરનું ઈંડું પડેલું હતું, તેને તેણે કુંકુમવાળા હાથથી સ્પર્શ કર્યો. તેના પર્શથી તે ઈંડાને વર્ણ અને ગંધ ફરી ગયો, તેથી તેની માતા મયૂરીએ તેને પિતાનું છે એમ નહીં જાણવાથી સોળ ઘડી સુધી છોડી દીધું (સેવ્યું નહીં.) ત્યાર પછી અકસ્માત, વર્ષાદ વરસતાં તેના જળવડે ધેવાઈને તે ઈંડું પિતાના મૂળ સ્વભાવમાં આવી ગયું. તેથી તેને ઓળખીને તેની માતાએ તેને સેવ્યું, એટલે એગ્ય કાળે તેમાંથી મેર થયે. ફરીવાર લક્ષ્મીવતી ત્યાં આવી, તે વખતે મયૂરના રમણીય બચ્ચાને જોઈ તેની માતાના રૂદન કરતાં છતાં તેને પકડી લીધું, અને પિતાને ઘેર લાવીને પાંજરામાં પૂર્યું. પ્રતિદિન ખાનપાનથી તેને પ્રસનન કરીને તેણે તેને એવું નૃત્ય શીખવ્યું કે જેથી તે સુંદર નૃત્ય કરવા લાગ્યું. તેની માતા મયૂરી વિરસ સ્વરે પિકારતી પોતાના પ્યાર બચ્ચાના નેહથી નિયંત્રિત થઈ સતી તે પ્રદેશને છેડી શકી નહીં. પછી લોકેએ આવીને લક્ષમીવતીને કહ્યું, “તમારૂં કૌતુક પૂર્ણ થતું નથી પણ તેની માતા મયૂરી બિચારી મરી જાય છે, માટે તેના બચ્ચાને છેડી દે.” લેકની વાણીથી એ બ્રાહ્મણને દયા આવી, તેથી સોળ માસના તે મેરના યુવાન બચ્ચાને તેણે જ્યાં હતું ત્યાં મૂકી દીધું. આ કૃત્યથી તે બ્રાહ્મણીએ પ્રમાદવડે સોળ વર્ષનું પુત્રના વિરહનું મોટું વેદનીય કર્મ બાંધ્યું.
એક વખતે એ લક્ષ્મીવતી પિતાના વિભૂષિત રૂપને દર્પણમાં જેતી હતી, તેવામાં સમાધિગુપ્ત નામે એક મુનિ ભિક્ષાને માટે તેના ઘરમાં આવ્યા, એટલે તેના પતિ સામદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org