Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠો] રામ પાંડવાદિને વિવાહ
[૩૩૧ પણ દેવકથી ચ્યવી ઘણું ભવભ્રમણ કરી તે કનકપ્રભા રાજાની ચંદ્રાભા નામે પટ્ટારાણી થઈ રાજા વિશ્વસેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પોતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયા. મધુ અને કૈટભે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પલ્લી પતિ ઉપદ્રવ કરવા લાગે તેને મારવાને મધુ ચાલ્યો. ત્યાં માર્ગમાં વટપુરાના રાજા કનકપ્રભે ભોજનાદિથી તેને સત્કાર કર્યો. પછી સ્વામિભક્તિથી સેવકપણે વતંતે તે રાજા ચંદ્રાભા રાણીની સાથે ભોજનને અંતે તેમની પાસે આવ્યો અને કેટલીક ભેટ ધરી. ચંદ્રભા રાણી મધુને પ્રણામ કરીને અંતઃપુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઈચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યો, એટલે મધુરાજા આગળ ચાલ્યા. પછી ભીમ પલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યું. રાજા કનકપ્રભે ફરીવાર તેને સત્કાર કર્યો. જ્યારે તે ભેટ ધરવા આવ્યા ત્યારે મધુરાજા બે કે, “તમારી બીજી ભેટ મારે જોઈતી નથી, માત્ર આ ચંદ્રભા રાણી અને અર્પણ કરે. તેની આવી માંગણીથી જ્યારે કનકપ્રભે પિતાની રાણી તેને આપી નહીં ત્યારે તે બળાત્કારે ખેંચી લઈ પિતાના નગરમાં ચાલ્યા ગયે. રાણીના વિયોગથી વિધુર થયેલ કનકપ્રભ રાજા મૂછ ખાઈ પૃથ્વી પર પડયો. થોડીવારે સાવધ થઈ ઊંચે સ્વરે વિલાપ કરવા લાગે અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગે.
અહીં મધુરાજા એક વખતે મંત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠા હતા, તેમાં વખત ઘણે થવાથી તેને ચુકાદ કર્યા વગર રાજા ચંદ્રાભાને મંદિરે ગયે. ચંદ્રાભાએ પૂછયું, “આજે મોડા કેમ આવ્યા?” તેણે કહ્યું “આજે એક વ્યભિચાર સંબંધી કેસને ન્યાય આપવું હતું, તેમાં હું રોકાયે હતેચંદ્રભા હસીને બેલી કે–“તે વ્યભિચારી પૂજવા ગ્ય છે.” મધુરાજાએ કહ્યું “વ્યભિચારી શી રીતે પૂજવા ચગ્ય થાય? તેઓને તે શિક્ષાજ કરવી જોઈએ.” ચંદ્રાભા બોલી “જે તમે એવા ન્યાયવાન છે તો તમેજ પ્રથમ વ્યભિચારી છે, તે કેમ જાણતા નથી ? તે સાંભળી મધુરાજા પ્રતિબંધ પામી લજજા પામી ગયે. એ સમયે કનકપ્રભ રાજા ચંદ્રામા રાણીના વિયોગથી ગાંડ બની ગામેગામ ભટકતે અને બાળકોથી વીંટાયલે તેજ નગરના રાજમાર્ગમાં ગાતે અને નાચતે નીકળે. તેને જોઈ ચંદ્રભા વિચાર કરવા લાગી કે-અહે! મારા પતિ મારા વિયેગથી આવી દશાને પ્રાપ્ત થયે, તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે.” આ પ્રમાણે ચિંતવી તેણે મને પિતાને પતિ બતાવ્યું, એટલે તેને જોઈ પિતાના ઇષ્ટ કામને માટે મધુને અતિ પશ્ચાત્તાપ થયું. તેથી તત્કાળ મધુએ ધુંધુ નામના પિતાના પુત્રને રાજ્ય સેંપી કૈટભની સાથે વિમલવાહન મુનિની પાસે દીક્ષા લીધી. તેઓ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાદશાંગના ધારણ કરનારા અને સદા સાધુઓની વૈયાવૃત્ય કરનારા થયા. અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બન્ને મૃત્યુ પામી મહાશુક્ર દેવલેકમાં સામાનિક દેવતા થયા. રાજા કનકપ્રભ પણ સુધાતૃષાથી પીડિત થઈ ત્રણ હજાર વર્ષ વ્યર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org