________________
સર્ગ ૬ ડ્રો] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ
[૩૨૯ પૂછવું છે, તે જે તમે જાણતા હે તો કહો.” તે સાંભળી તે બંને તે વિષયના અજ્ઞાની હોવાથી લજજાથી અધમુખ થઈને ઊભા રહ્યા, એટલે મુનિએ તેમને પૂર્વભવ કહેવા માંડ્યો - અરે બ્રાહ્મણે! તમે પૂર્વભવને વિષે આ ગ્રામની વનસ્થલીમાં માંસભક્ષક શિયાળ થયેલા હતા. એક કણબીએ પિતાના ક્ષેત્રમાં રાત્રે ચર્મની રજુ વિગેરે મૂકી હતી, તે વૃષ્ટિથી આદ્ર થતાં તમે બધી ભક્ષણ કરી ગયા. એ આહારથી મૃત્યુ પામીને પિતાના પૂર્વકૃત કર્મથી આ ભવમાં તમે સેમદેવ બ્રાહ્મણના બે પુત્રો થયા છે. પ્રાતઃકાળે તે ખેડુ કણબીએ સર્વ ચર્મરજજુને ભક્ષણ કરેલી જોઈ, પછી તે પિતાને ઘેર ગયે. અનુક્રમે મૃત્યુ પામીને તે પિતાની પુત્રવધુના ઉદરથી પુત્રપણે જન્મે. ત્યાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે જાણયું કે “આ મારી પુત્રવધુ તે મારી માતા થઈ છે અને મારો પુત્ર તે મારા પિતા થયે છે, તે હવે મારે તેમને શી રીતે બોલાવવા?” આવા વિચારથી તે કપટવડે જન્મથીજ મુંગે થઈને રહે છે. જે આ વૃત્તાંત વિષે તમને પ્રતીતિ ન આવતી હોય તે તે મુંગા ખેડુ પાસે જઈ તેને પૂછો એટલે તે મૌન છોડી દઈને તમને સર્વ વૃત્તાંત જણાવશે.” પછી લેકે તત્કાળ તે મુંગા ખેડુતને ત્યાં લઈ આવ્યા. મુનિએ તેને કહ્યું “તારા પૂર્વ ભવને વૃત્તાંત પ્રથમથી કહી બતાવ. આ સંસારમાં કર્મને વશે પુત્ર તે પિતા પણ થાય અને પિતા તે પુત્ર પણ થાય એવી અનાદિ સ્થિતિ છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી, માટે પૂર્વ જન્મના સંબંધથી થતી લજજા અને મૌનપણું છોડી દે. પછી પિતાના પૂર્વ સંબંધને બરાબર કહેવાથી હર્ષ પામેલા તે ખેડુતે મુનિને નમસ્કાર કરી સર્વના સાંભળતાં પિતાના પૂર્વ જન્મને વૃત્તાંત જેમ મુનિએ કહ્યો હતો તેમ કહી સંભળાવે, તે સાંભળી ઘણું લેકોએ દીક્ષા લીધી, તે ખેડુત પ્રતિબોધ પામે અને પેલા અગ્નિભૂતિ અને વાયુભૂતિ લોકોથી ઉપહાસ્ય પામતા વિલખા થઈને ઘેર ચાલ્યા ગયા. પછી ઉન્મત્ત બ્રાહ્મણ વૈર ધારણ કરી રાત્રે ખગ લઈને તે મુનિને મારવા આવ્યા ત્યાં પેલા સુમન યશે તેમને ખંભિત કરી દીધા. પ્રાતઃકાળે લોકેએ તેવી સ્થિતિમાં તેમને દીઠા. તેનાં માતા પિતા તેને ખંભાયેલા જોઈ આકંદ કરવા લાગ્યાં. તે વખતે સુમન યક્ષ પ્રત્યક્ષ થઈને કહેવા લાગ્યો કે
આ પાપી દુર્મતિએ મુનિને મારવા માટે રાત્રીએ ઈચ્છતા હતા, તેથી મેં તેને ઑભિત કર્યા છે, હવે જે તેઓ દીક્ષા ગ્રહણ કરવાનું કબુલ કરે તે હું તેમને છેડીશ, અન્યથા છેડીશ નહીં.' તેઓએ કહ્યું “અમારાથી સાધુને ધર્મ પાળવો મુશ્કેલ છે, તેથી અમે શ્રાવકને ચગ્ય એ ધર્મ આચર.” આ પ્રમાણે તેમના કહેવાથી દેવતાએ તેમને છોડી મૂક્યા. ત્યારથી તેઓ તે જિનધર્મને યથાવિધિ પાળવા લાગ્યા, પણ તેમનાં માતાપિતાએ તે જરા પણ જૈનધર્મને અંગીકાર કર્યો નહીં.
અગ્નિભૂતિ અને વાયુભૂતિ મૃત્યુ પામી સૌધર્મકલ્પમાં છ પાપમના આયુષ્યવાળા દેવતા થયા, ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુર નગરમાં અહંદાસ વણિકને ઘેર પૂર્ણભદ્ર અને માણિભદ્ર C - 42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org