________________
સગ ૬ હા ] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ
૩૩૯ કર્યો. દશાહ બોલ્યા, “હે બહેન ! તે તમારા ભાગીદારો કૌર પાસેથી ભાગ્યોગે સંતાન સહિત તું જીવતી આવી, તેજ સારું થયું.” કુંતી પણ બેલી કે-જ્યારે સાંભળ્યું કે તમે પુત્રાદિક પરિવાર સહિત જીવતા છે, ત્યારેજ હું સંતાન સહિત જીવતી રહી છું. વળી રામ કૃષ્ણનું લેકોત્તર ચરિત્ર સાંભળી હર્ષ પામી સતી તેમને જેવાને ઉત્સુક થઈને હું અહીં આવી છું.” પછી ભાઈઓએ કહ્યું એટલે કુંતી પુત્ર સહિત સભામાં આવી. તેને જોઈ રામ કૃષ્ણ ઉભા થયા અને ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી રામ કૃષ્ણ અને પાંડવ ક્રમ પ્રમાણે પરસ્પર નમસ્કાર અને આલિંગન કરી યથાયોગ્ય સ્થાને બેઠા. કૃષ્ણ બેલ્યા- “તમે અહીં તમારેજ ઘેર આવ્યા તે બહુ સારું કર્યું, કારણ કે તમારી અને યાદવોની લમી પરસ્પરને સાધારણ છે.” યુધિષ્ઠિર બેલ્યા–“હે કૃષ્ણ! જે તમને માને છે, તેઓને લક્ષમી સદા દાસીરૂપ છે, તે જેને તમે માને, તેઓની તે વાત જ શી કરવી? અમારા માતૃકુળ (શાળ) ને જ્યારથી તમે અલંકૃત કરે છે ત્યારથી અમે યદુકુળને અને અમને સર્વથી વિશેષ પરાક્રમી માનીએ છીએ.” એવી રીતે વિવિધ આલાપ થયા પછી કુંતી અને તેના પુત્રોને સત્કાર કરીને કૃષ્ણ તેમને જુદા જુદા મહેલમાં નિવાસ કરાવ્યું. દશાર્ડોએ લક્ષમીવતી, વેગવતી, સુભદ્રા, વિજયા અને રતિ નામની પિતાની પાંચ કન્યાઓ અનુક્રમે પાંચે પાંડવોને આપી. યાદવેએ અને રામ કૃષ્ણ પૂજેલા તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા.
અહીં સંવર વિદ્યાધરને ઘેર પ્રધગ્ન માટે થયે. પછી બધી કળાઓ પ્રાપ્ત કરી. તેને પવનવયમાં આવેલ જેઈ સંવર વિદ્યાધરની સ્ત્રી કનકમાળા કામાતુર થઈ તેણી ચિંતવવા લાગી કે-“આના જેવો સુંદર પુરૂષ કઈ બેચરામાં નથી. દેવ પણ આ હેય એમ હું માનતી નથી તે મનુષ્યની શી વાત? જેમ પતે ઉછેરેલા વૃક્ષના ફળનું પતે આસ્વાદન કરે તેમ મારા ઉછેરેલા આ પ્રદ્યુમ્નના યૌવનનું ભેગરૂપે ફળ મારે સ્વયમેવ જ ભોગવવું, નહીં તે મારો જન્મ વૃથા છે.” આ વિચાર કરી એક વખતે તેણે મધુર વાણીથી પ્રદ્યુમ્નને કહ્યું કે
અહીં ઉત્તરશ્રેણીમાં નલપુર નામે નગર છે. તેમાં ગૌરી વંશને નિષધ નામે રાજા છે, તે રાજસિંહની હું પુત્રી છું અને તેને નૈષધિ નામે એક પુત્ર છે. મારા પિતાએ મને ગૌરી વિદ્યા આપી છે અને સંવર વિદ્યાધર પ્રજ્ઞપ્તિ વિદ્યા મને આપીને પર છે મારામાં અનુરક્ત થયેલે સંવર બીજી કોઈ યુવતીને ઈચ્છતો નથી. હું કે જેણે પૂર્વોક્ત બંને વિદ્યા સિદ્ધ કરી છે તેના બળથી સંવરને આ જગત્ તૃણસમાન છે. આવી હું તારા પર અનુરાગી થઈ છું, માટે મને ભજ. અજ્ઞાનથી પણ મારા પ્રેમને ભંગ કરીશ નહીં.” પ્રદ્યુમ્ન બે
અરે પાપ શાંત થાઓ ! આ તમે શું બેલે છે? તમે માતા છે અને હું પુત્ર છું, માટે આ આપણું બંનેના નરકપાતની વાત છેડી દે.” કનકમાળા બેલી–“તું મારો પુત્ર નથી, તને કેઈએ માર્ગમાં ત્યજી દીધેલ તે અગ્નિજવાળપુરથી આવતાં સંવર વિધાધર અહીં લાવેલ છે. તેણે મને ઉછેરવાને માટે આપ્યો હતે, માટે તું બીજા કોઈને પુત્ર છે, તેથી નિશંકપણે તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org