Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૯૨ | શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું હતો અને તું નળને વરી ગઈ હતી. વળી દધિપર્ણની સાથે તે કુજ પણ આવશે, કારણકે તે જે નળરાજા હશે તો તને બીજા વરને આપવાનું સાંભળી તે સહન કરી શકશે નહીં. વળી નળ અશ્વના હૃદયને જાણનાર છે, તેથી જે તે કુબડો નળ હશે તો રથને હાંકતાં તે રથના અશ્વથી જ તે ઓળખી શકાશે, કેમકે જ્યારે તે રથ હાંકે છે, ત્યારે તેના પ્રેરેલા અશ્વો જાણે પવનજ અશ્વમૂર્તાિએ થયેલ હોય તેમ પવનવેગી થાય છે. વળી તેને આવવામાં દિવસ પણ નજીકન જણાવીશ કે જેથી નળ અહીં સત્વર આવે, કેમકે કઈ બીજે સાધારણ માણસ સ્ત્રીનો પરાભવ સહન કરે નહીં, તો નળરાજા તો શી રીતેજ સહન કરે ?”
આ પ્રમાણે નિર્ણય કરીને ભીમરાજાએ દૂત મોકલી સુસુમારપુરના દધિપર્ણને પંચમીને દિવસે દવદંતીના સ્વયંવરમાં આવવા આમંત્રણ મોકલ્યું, એટલે કુંડિનપુર આવવાને તત્પર થયેલે દધિપણું રાજા મનમાં ચિંતવવા લાગે કે-“વૈદર્ભોને પ્રાપ્ત કરવાને ઘણા દિવસ થયા ઈચ્છું છું તે મળવાનો વખત આવ્યે, પણ તે તો દૂર છે અને સ્વયંવર તો આવતી કાલે જ છે, તેથી આવતી કાલે ત્યાં શી રીતે પહોંચાય? માટે હવે શું કરવું ?” આ પ્રમાણે ચિંતાથી થોડા પાણીમાં માછલું તરફડે તેમ તે તરફડવા લાગ્યા.
આ ખબર સાંભળી કુજ વિચારમાં પડ્યો કે “સતી દવદંતી બીજા પુરૂષને ઈચ્છે જ નહીં, અને કદિ ઈચ્છે તે હું છતાં તેને બીજે કણ ગ્રહણ કરે? માટે આ દષિપણે રાજાને હું ત્યાં છ પહેરમાં લઈ જઉં, જેથી તેની સાથે તારું પણ ત્યાં પ્રાસંગિક ગમન થાય.” પછી તેણે દધિપર્ણને કહ્યું “તમે બહુ ખેદ કે ફકર કરે નહીં, ખેડ કે ચિંતાનું જે કારણ હોય તે કહે, કેમકે રોગની વાત કહ્યા વગર રોગીની ચિકિત્સા થતી નથી.” દધિપણે કુજને કહ્યું, નળરાજ મૃત્યુ પામેલ છે, તેથી વૈદભી આવતી કાલે ફરીવાર સ્વયંવર કરે છે. ચૈત્ર માસની શુકલ પંચમીએ તેને સ્વયંવર છે અને તેના અંતરમાં હવે માત્ર છ પહેર બાકી છે, તો તેટલા વખતમાં હું ત્યાં શી રીતે જઈ શકીશ? તેનો દૂત ત્યાંથી ઘણે દિવસે જે માગે અહીં આવ્યો તેજ માગે હવે દેઢ દિવસમાં ત્યાં શી રીતે જઈ શકું? માટે હું દવદંતીમાં ફોગટનેજ લુબ્ધ થયે છું.' કુબડે કહ્યું, “હે રાજન ! જરા પણ ખેદ કરે નહીં. તમને થોડા વખતમાં વિદર્ભનગરીએ પહોંચાડું, માટે મને તમે અશ્વ સહિત રથ આપ.” રાજાએ કહ્યું, “ ચ્છાથી રથાશ્વને લઈ આવ.” પછી નળે ઉત્તમ રથ અને અને સર્વ લક્ષણે લક્ષિત બે જાતિવંત અ લીધા. તેની સર્વ કાર્યમાં કુશળતા જોઈને દધિપણું વિચારમાં પડ્યો કે “આ કેઈ સામાન્ય પુરૂષ નથી, તે દેવ કે કેઈ ખેચર હોય એમ લાગે છે.” પછી રથને ઘડા જોડી કુલ્લે રાજાને કહ્યું, “હવે રથમાં બેસે, હું તમને પ્રાતઃકાળે વિદર્ભનગરીએ પહોંચાડી દઈશ.” પછી રાજા, તાંબૂલવાહક, છત્રધારક, બે ચામરપારીઓ અને કુજ એમ છે જણા સજજ કરેલા રથમાં બેઠા. કુત્તે પેલાં શ્રીફળ અને કરંડકને વઅવડે કટિ ઉપર બાંધી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ઘેડાને હંકાર્યા. અશ્વના હૃદયને જાણનારા નળે હાંકેલે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org