Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ-કંસને વધ
[૩૧૩ કંસને પ્રિય મિત્ર હોય તે કાલિય નામે સર્પ યમુનાના જળમાં મગ્ન થઈ કૃષ્ણને હસવા માટે તેની સામે દોડડ્યો. તેના ફણામણિના પ્રકાશથી “આ શું હશે?' એમ સંજમ પામી રામ કંઈક કહેતા હતા, તેવામાં તે કૃણે કમળનાળની પેઠે તેને પકડી લીધે. પછી કમળના નાળથી તેને વૃષભની જેમ નાસિકામાં નાથી લીધે, અને તેની ઉપર ચઢીને કૃષ્ણ તેને ઘણીવાર જળમાં ફેરવ્યું. પછી તેને નિજીવ જે કરી અત્યંત ખેદ પમાડીને કૃષ્ણ બહાર નીકળ્યા. તે વખતે સ્નાનવિધિ કરનારા બ્રાહ્મણે કૌતુકથી ત્યાં આવીને કૃષ્ણને વીંટાઈ વળ્યા. ગોપથી વીંટાયેલા રામ તથા કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા, અને કેટલીક વારે તે નગરીના દરવાજા પાસે આવ્યા.
તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પોત્તર અને ચંપક નામના બે હાથીને તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણા કરી, તેથી તે બંને તેની સન્મુખ દોડયા. કૃષ્ણ દાંત ખેંચી કાઢીને મુષ્ટિના પ્રહારથી સિંહની જેમ પોત્તરને મારી નાખ્યા અને રામે ચંપકને મારી નાખે. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે “આ બંને અરિષ્ટ વૃષભ વિગેરેને મારનાર નંદના પુત્રો છે.” પછી નીલ અને પીત અને ધારણ કરનારા, વનમાળાને ધરનારા અને ગાવાળીઓથી વીંટાયેલા તે બને ભાઈએ મલેના અક્ષવાટ (અખેડા)માં આવ્યા, ત્યાં એક મહામંચની ઉપર બેઠેલા લોકોને ઉઠાડી તે પર બંને ભાઈઓ પરિવાર સાથે નિઃશંક થઈને બેઠા. પછી રામે કૃષ્ણને કંસ શત્રુને બતાવ્યું અને પછી અનુક્રમે સમુદ્રવિજયાદિ દશાર્ણ કાકાઓને અને તેની પાછળ બેઠેલા પોતાના પિતાને ઓળખાવ્યા. તે સમયે
આ દેવ જેવા બે પુરૂષ કોણ હશે?” એમ મંચ ઉપર રહેલા રાજાઓ અને નગરજનો પરસ્પર વિચાર કરતા તેમને જોવા લાગ્યા.
કંસની આજ્ઞાથી પ્રથમ તો તે અખાડામાં અનેક મલે યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલે ચાર મલ્લ પર્વતની આકૃતિ ધરત ઊભું થયું. મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતો અને કરાટવડે સર્વ રાજાઓને આક્ષેપ કરતો તે ઊંચે સ્વરે બોલ્યો “જે કઈ વીરપુત્ર હેય અથવા જે કઈ વિમાની દુર્ધર પુરૂષ હોય તે મારી બાહુયુદ્ધની શ્રદ્ધા પૂરી કરે.”
આ પ્રમાણે અતિ ગર્જના કરતા ચાણુરના ગર્વને નહીં સહન કરતા મહાભુજ કૃષ્ણ મંચ ઉપરથી નીચે ઊતરીને તેની સામે કરાટ કર્યો. સિંહના પુંછના આશ્લેટની જેમ તે કૃષ્ણના કરાટે ઉગ્ર વિનિથી ભૂમિ અને અંતરીક્ષને ફોડી નાખ્યાં. “આ ચાણુર વય અને વપુથી મટે, શ્રમ કરવા વડે કઠોર, બાહયુદ્ધથીજ આજીવિકા કરનારો અને દૈત્યની જે સદા કરે છે, અને આ કૃષ્ણ દુષ્પમુખ, મુગ્ધ, કમળાદરથી પણ કોમળ અને વનવાસી હોવાથી મલ્લયુદ્ધના અભ્યાસ વગરનો છે, તેથી આ બંનેનું યુદ્ધ ઘટતું નથી, આ અઘટિત થાય છે, આવા વિશ્વનિંદિત કામને ધિક્કાર છે.” આ પ્રમાણે ઊંચે સ્વરે બોલતા લેકેને કૈલાહળ |c - 40
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org