Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] કૃષ્ણના પરાક્રમ
[૩૧૧ કૃષ્ણ વૃંદાવનમાં ક્રીડા કરતા હતા તેવામાં અન્યદા કંસને કેશી નામે બળવાન અશ્વ યમરાજાની જેમ દુષ્ટ આશા ધરાવતે મુખ ફાડીને ત્યાં આવ્યો. દાંતવડે વાછડાઓને ગ્રહણ કરતા, ખુરીવડે ગર્ભિણી ગાયોને હણતા અને ભયંકર હેકારવ કરતા એ અશ્વને જોઈને કૃષ્ણ તેની તર્જના કરી. પછી મારવાની ઈચ્છાથી પ્રસારેલા અને દાંતરૂપી કરવતથી દારૂણ એવા તેના સુખમાં વજના જે પિતાને હાથ કૃષ્ણ વાળીને નાખી દીધે. ગ્રીવા સુધી તે હાથ લઈ જઈને તેનાવડે તેનું મુખ એવું ફાડી નાંખ્યું કે જેથી તે અરિષ્ટના સમૂહની જેમ તત્કાળ પ્રાણુરહિત થઈ ગયે. એક વખતે કંસને પરાક્રમી એવો ખર અને મેંઢે ત્યાં આવ્યા, તેમને ૫ણ મહાભુજ કૃષ્ણ લીલામાત્રમાં મારી નાખ્યા.
આ બધાને મારી નાખેલા સાંભળીને કંસે શત્રુની બરાબર પરીક્ષા કરવાને માટે શા ધનુષ્યની પૂત્સવના મિષથી સભામાં સ્થાપના કરી. તેની ઉપાસના કરવા માટે પિતાની કુમારિકા બહેન સત્યભામાને તેની પાસે બેસાડી અને માટે ઉત્સવ આરંભે; કંસે એવી આઘેષણ કરાવી કે “જે આ શા ધનુષ્યને ચઢાવશે તેને આ દેવાંગના જેવી સત્યભામાં આપવામાં આવશે.” આ આઘાષણ સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા; પણ કંઈ તે ધનુષ્યને ચઢાવવાને સમર્થ થયે નહિં. આ ખબર વસુદેવની સ્ત્રી મદનગાના પુત્ર અનાષ્ટિએ સાંભળી, એટલે તે વીરભાની કુમાર વેગવાળા રથમાં બેસીને ગોકુળમાં આવ્યું. ત્યાં રામ કૃષ્ણને જોઈ તેમના આવાસમાં એક રાત્રી આનંદવાર્તા કરવાને રહ્યો. પ્રાતઃકાળે અનુજ બંધુ રામને ત્યાં રાખી મથુરાના માર્ગને બતાવનાર કૃષ્ણને સાથે લઈને ચાલે. મેટાં વૃક્ષથી સંકીર્ણ એવા માર્ગે ચાલતાં તેને રથ એક વડના વૃક્ષ સાથે ભરાયે. તે રથને છોડાવવાને અનાવૃષ્ટિ સમર્થ થયો નહીં તે વખતે પગે ચાલતા કૃષ્ણ લીલામાત્રમાં તે વડને ઉમળીને દૂર ફેંકી દીધે, અને રથને માર્ગ સરલ કરી દીધું. અનાધષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈને બહુ ખુશી થયો, તેથી રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડયા. અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરીને જ્યાં અનેક રાજાઓ બેઠેલા છે એવી શા ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. ત્યાં જાણે ધનુષ્યની અધિષ્ઠાત્રી દેવતા હોય તેવી કમળલેચના સત્યભામાં તેમના જેવામાં આવી. સત્યભામાએ કૃષ્ણના સામું સતુષ્ણ દષ્ટિએ જોયું, અને તત્કાળ તેણે કામદેવના બાણથી પીડિત થઈ મનવડે કૃષ્ણને વરી ચૂકી. પ્રથમ અનાવૃષ્ટિએ ધનુષ્ય પાસે જઈને તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ લપટી ગયા હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે; તેને હાર તુટી ગયે, મુગટ ભાંગી ગયે અને કુંડળ પડી ગયાં. તે જોઈ સત્યભામા સ્વલ્પ અને બીજા સર્વે વિકસિત ને ખુબ હસી પડયા. આ સર્વેના હાસ્યને નહીં સહન કરતાં કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી. કુંડળાકાર કરેલો તે તેજસ્વી ધનુષ્યવડે ઇન્દ્રધનુષ્યથી જેમ નવ વર્ષને મેઘ શોભે તેમ કૃષ્ણ ભવા લાગ્યા. પછી અનાવૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org