________________
૩૨૬] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું આપી હતી. પછી સર્વે રાજાઓના જતાં છતાં કૃષ્ણ પદ્માવતીનું હરણ કર્યું અને સ્વયંવરમાં આવેલા રાજાઓમાંથી જે યુદ્ધ કરવા આવ્યા તેમને જીતી લીધા. પછી રામ કૃષ્ણ પિતપોતાની સ્ત્રીઓને લઈને દ્વારકામાં આવ્યા. ત્યાં કૃષ્ણ ગૌરીના મંદિર પાસે એક નવીન ગૃહમાં પદ્માવતીને રાખી.
ગાંધાર દેશમાં પુષ્કલાવતી નગરીને વિષે નગ્નજિતુ રાજાને પુત્ર ચારૂદત્ત નામે રાજા હતે તેને ગાંધારી નામે સુંદર બહેન હતી. તે લાવણ્યસંપત્તિથી ખેચરીઓને હરાવતી હતી. ચારૂદત્તને પિતા નગ્નજિત મૃત્યુ પામ્યા પછી તેના ભાગીદારોએ ચારૂદત્તને જીતી લીધે, એટલે તેણે દૂત મોકલીને શરણ કરવા યોગ્ય કૃષ્ણનું શરણ લીધું. કૃષ્ણ ગાંધારદેશમાં આવી તેના ભાગીદારોને મારી નાખ્યા, અને ચારૂદત્તને રાજય ઉપર સ્થાપન કર્યો, એટલે ચારૂદત્ત પિતાની બહેન ગાંધારી કૃષ્ણની વેરે પરણાવી. કૃષ્ણ તેને દ્વારકામાં લાવ્યા, અને પદ્માવતીના મંદિરની પાસે તેને એક પ્રાસાદ આપે. આ પ્રમાણે કૃષ્ણને આઠ પટ્ટરાણીઓ થઈ, તેઓ અનુક્રમે પૃથક્ પૃથક મહેલમાં રહેવા લાગી.
એક વખતે રૂકમિણુના મંદિરમાં અતિમુક્ત મુનિ આવ્યા. તેમને જોઈ સત્યભામા પણ ઉતાવળે ત્યાં આવ્યાં. રૂકમિણીએ મુનિને પૂછયું કે “મારે પુત્ર થશે કે નહીં ?' મુનિએ કહ્યું, “તારે કૃષ્ણ જેવો પુત્ર થશે. આ પ્રમાણે કહીને મુનિ ગયા પછી મુનિનું આ વચન પિતાને માટે જ છે એમ સત્યભામા માનવા લાગી અને તેણીએ રૂકમિણીને કહ્યું કે “મારે કૃષ્ણ જે પુત્ર થશે.” રૂમિણ બેલી, “મુનિનું વચન કોઈ છળ કરવાથી ફળતું નથી, માટે તે પુત્ર તો મારે થશે, એમ પરસ્પર વાદ કરતી તે બંને કૃષ્ણની પાસે આવી. એ સમયે સત્યભામાને ભાઈ દુર્યોધન ત્યાં આવી ચઢ્યો; તેને સત્યભામાએ કહ્યું કે “મારે પુત્ર તારો જામાતા થશે.” રૂકમિણીએ પણ તે પ્રમાણે તેને કહ્યું, એટલે તેણે કહ્યું કે “તમારામાંથી જેને પત્ર થશે તેને હું મારી પુત્રી આપીશ.” સત્યભામા બોલી કે “જેને–પુત્ર પ્રથમ પરણે, તેના વિવાહમાં બીજીએ પિતાના કેશ આપવા. આ વિષે રામ, કૃષ્ણ અને આ દુર્યોધન સાક્ષી અને જામીન છે.” આ પ્રમાણે કબુલ કરીને તે બંને પિતાપિતાને સ્થાનકે ગઈ.
એક વખતે રૂફમિણીએ સ્વપ્નમાં જોયું કે “જાણે પોતે એક શ્વેત વૃષભ ઉપર રહેલા વિમાનમાં બેઠેલી છે.” તે જોઈ તે તરત જાગ્રત થઈ. તે વખતે એક મહદ્ધિક દેવ મહાશક દેવકમાંથી ચ્યવી રૂમિણીના ઉદરમાં અવતર્યો. પ્રાતઃકાળે ઉઠી રૂકમિણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણને કહી. એટલે “તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એ પુત્ર થશે” એમ કૃષ્ણ કહ્યું. આ સ્વપ્નની વાર્તા સત્યભામાની એક દાસીએ સાંભળી, એટલે તેણે શ્રવણમાં દુઃખદાયક તે વાર્તા સત્યભામાને કહી. તત્કાળ તેણે પણ એક સ્વપ્નની કલ્પાન કરી કૃષ્ણ પાસે જઈને કહ્યું કે “આજે મેં સ્વપ્નમાં ઐરાવત હસ્તી જેવો હાથી જ છે.” કૃષ્ણ તેની ઇંગિત ચેષ્ટા ઉપરથી “આ વાર્તા ખાટી છે” એવું ધારી લીધું, પણ તેને કપાવવી નહીં એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org