________________
૩૨૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પર્વ ૮ મું મોટા પરિવાર તથા સમૃદ્ધિ સાથે તમને આપેલી છે, અને મને તે તમે એકલી કેરીની જેમ લઈ આવ્યા છે, તો હું મારી સપત્નીઓની આગળ હાસ્યપાત્ર થાઉં નહીં તેમ કરે.” આવાં તેનાં વચન સાંભળી “તને હું સર્વથી અધિક કરીશ.” એમ કહી કૃષ્ણ રૂમિણીને સત્યભામાના મહેલની પાસેના એક મહેલમાં ઉતારી. ત્યાં તેને ગાંધર્વ વિવાહથી પરણીને કૃષ્ણ તેની સાથે સ્વચ્છેદે ક્રીડા કરવા લાગ્યા.
કૃષ્ણ રૂકુમિણીના ઘરમાં બીજા કોઈને પ્રવેશ અટકાવ્યું હતું, તેથી એક વખતે સત્યભામાએ કૃષ્ણને આગ્રહથી કહ્યું કે “તમારી પ્રિયાને તે બતાવે.” કૃષ્ણ લીલેદાનમાં શ્રીદેવીના ગૃહમાંથી સ્વજનેથી છાની રીતે તેની પ્રતિમા ઉપડાવી લીધી અને નિપુણ ચિત્રકારો પાસે શ્રીદેવીની પ્રતિમા ચીતરાવી. પછી કૃષ્ણ ત્યાં આવી શ્રીદેવીના સ્થાનમાં રૂકમિણીને સ્થાપિત કરી અને શિખવ્યું કે અહીં મારી બધી દેવીઓ આવે, ત્યારે તું નિશ્ચળ રહેજે.' પછી કૃષ્ણ સ્વસ્થાને ગયા, એટલે સત્યભામાએ પૂછયું કે “નાથ! તમે તમારી વલ્લભાને કયા સ્થાનમાં રાખી છે?' કૃષ્ણ કહ્યું, “શ્રીદેવીના ગૃહમાં રાખેલાં છે.” પછી સત્યભામાં બીજી સપત્નીઓને સાથે લઈને શ્રીદેવીના મંદીરમાં આવી. ત્યાં રૂકૃમિણીને શ્રીદેવીના સ્થાનમાં જઈ તેને ભેદ જાણ્યા સિવાય શ્રીદેવીજ છે એમ જાણીને સત્યભામાં બેલી-અહે! આ શ્રીદેવીનું કેવું રૂપ છે? અહો ! આના બનાવનારા કારીગરોનું કેવું કૌશલ્ય છે?' આ પ્રમાણે કહી તેણીએ તેને પ્રણામ કર્યા. પછી કહ્યું “હે શ્રીદેવી ! તમે પ્રસન્ન થઈને એવું કરો કે જેથી હું હરિની નવી પત્ની રૂકુમિણુને મારી રૂપલક્ષમીથી જીતી લઉં. આ કાર્ય સિદ્ધ થવાથી હું તમારી મહા પૂજા કરીશ.” એમ કહી તે કૃષ્ણની પાસે આવી અને પૂછ્યું કે “તમારી પત્ની કયાં છે? શ્રીદેવીના ગૃહમાં તે નથી.” પછી કૃષ્ણ, સત્યભામા અને બીજી પત્ની સાથે શ્રીદેવીના મંદિરમાં આવ્યા, એટલે રૂફમિણી અંદરથી બહાર આવ્યાં અને કૃષ્ણને પૂછયું કે “હું કોને નમું?” કૃષ્ણ સત્યભામાને બતાવી; એટલે સત્યભામા બોલી ઊઠી “આ દેવી મને શી રીતે નમશે? કારણ કે હુંજ હમણું અજ્ઞાનથી તેને નમી છું.” હરિએ હાસ્ય કરીને કહ્યું, “તમે તમારી બહેનને નમ્યા તેમાં શું દેષ છે?' તે સાંભળી સત્યભામા વિલખી થઈને ઘેર ગઈ અને રૂકમિણી પણ પિતાને મંદિરે આવી. કૃષ્ણ રકૃમિણુને મોટી સમૃદ્ધિ આપી અને તેની સાથે પ્રેમામૃતમાં મગ્ન થઈને રમવા લાગ્યા.
એક વખતે નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. કૃષ્ણ તેમની પૂજા કરી અને પૂછયું કે “હે નારદ ! તમે કૌતુક માટેજ ભમે છે, તે કાંઈ પણ આશ્ચર્ય કેઈ સ્થાનકે જોવામાં આવ્યું છે?' નારદ બેલ્યા “હમણાંજ આશ્ચર્ય જોયું છે તે સાંભળે:-“વૈતાઢયગિરિ ઉપર જાંબવાનું નામે ખેચરેંદ્ર છે, તેને શિવાચંદ્રા નામે પ્રિયા છે. તેમને વિશ્વસેન નામે એક પુત્ર અને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રૂપવાન કન્યા નથી. તે બાળા નિત્ય ક્રીડા કરવાને માટે હંસીની જેમ ગંગાનદીમાં જાય છે. તે આશ્ચર્યભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org