Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૩૨૩
સગ ૬ ડ્રો]
રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ ઘણું ક્રૂર અને ઘણું પરાક્રમી છે, વળી તેના પક્ષના બીજા પણ ઘણું વીરે તૈયાર થઈને તેની સાથે આવે છે, અહી તમે બંને ભાઈ તે એકલા છે, તેથી મને ભય લાગે છે કે આપણી શી ગતિ થશે ?' હરિએ તેનાં આવાં ભયભરેલાં વચનો સાંભળી હાસ્ય કરીને કહ્યું, પ્રિયે! ભય પામીશ નહીં, કેમકે તું ક્ષત્રિયાણી છે. આ બિચારા રૂકમિ વિગેરે મારી પાસે કેણ માત્ર છે? હે સુબ્રુ! તું મારું અદ્ભુત બળ જે.” આ પ્રમાણે કહી તેને પ્રતીતિ થવા માટે કૃષ્ણ અર્ધચંદ્ર બાણવડે કમળનાળની પંક્તિની જેમ તાલવૃક્ષની શ્રેણીને એક ઘાએ છેદી નાખી, અને અંગુઠા ને આંગળીની વચ્ચે રાખીને પિતાની મુદ્રિકાને હીરે મસૂરના દાણાની જેમ ચૂર્ણ કરી નાખે. પતિના આવા બળથી રૂમિણી હર્ષ પામી અને પ્રભાતકાળના સૂર્યવડે પદ્મિનીની જેમ તેનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. પછી કૃષ્ણ રામને કહ્યું, “આ વધુને લઈને તમે ચાલ્યા જાઓ, હું એકલે આપણી પછવાડે આવતા રૂકૃમિ વિગેરેની મારી નાખીશ.” રામે કહ્યું, “તમે જાઓ, હું એકલે આ સર્વને મારી નાખીશ.” બંનેનાં આવાં વચન સાંભળી રૂમિણ ભય પામીને બોલી-“હે નાથ! મારા સહોદર રૂમિને તે બચાવજે.” રામે કૃષ્ણની સંમતિથી રૂકમિણીનું તે વચન સ્વીકાર્યું, અને પોતે એકલા યુદ્ધ કરવાને ત્યાં ઊભા રહ્યા. કૃષ્ણ દ્વારકા તરફ ચાલ્યા ગયા.
અનુક્રમે શત્રુઓનું સૈન્ય નજીક આવ્યું, એટલે રામ મૂશળ ઉગામી સમુદ્રને મથાચળની જેમ રણમાં તે સૈન્યનું મંથન કરવા લાગ્યા. વાવડે પર્વતની જેમ રામના હળથી હાથીઓ ભૂમિ પર પડ્યા અને મૂશળથી ઘડાના ઠીંકરાની જેમ રથે ચૂર્ણ થઈ ગયા. છેવટે શિશુપાલ સહિત રકૃમિની સેના પલાયન કરી ગઈ પણ વીમાની રૂમિ એકલે ઉભો રહ્યો. તેણે રામને કહ્યું-“અરે ગોપાળ! મેં તને જોયો છે. મારી આગળ ઊભું રહે, ઊભું રહે, હું તારા ગાયના પાનથી થયેલા મદને ઉતારી નાખીશ. તેનાં આવાં અભિમાનનાં વચન છતાં તેને બચાવવાનું પોતે કૃષ્ણની આગળ કબુલ કરેલું હોવાથી તે વચન સંભારીને રામે મૂશળને છોડી દીધું, અને બાણેથી તેને રથ ભાંગી નાંખે, કવચ છેદી નાખ્યું અને ઘેડાને હણી નાખ્યા. પછી જ્યારે રૂકૃમિ વધકેટીમાં આવ્યું ત્યારે રામે શુરબાણથી તેના મુખ પરના કેશનું લંચન કરી નાખી હસતાં હસતાં કહ્યું કે “અરે મૂર્ખ ! મારી ભ્રાતૃવધુને તું ભાઈ થાય છે, તેથી મારે અવધ્ય છે, માટે ચાલ્યો જા. મારા પ્રસાદથી તું મુંડ થયા છતાં પણ તારી પત્નીએ સાથે વિલાસ કર.” આવાં રામનાં વચનથી લજજા પામીને રૂકુમિ કુંડિનપુરમાં ગયે નહીં, પણ ત્યાં જ ભેજકટ નામે નગર વસાવીને રહ્યો.
અહીં કૃષ્ણ રૂફણિીને લઈને દ્વારકા પાસે આવ્યા. દ્વારકામાં પ્રવેશ કરતાં કૃષ્ણ રૂફમિણીને કહ્યું, “હે દેવી! જુઓ, આ મારી રત્નમયી દ્વારકાનગરી દેવતાએ રચેલી છે. તે સુબ્ર! આ નગરીના દેવવૃક્ષમય ઉધાનને વિષે દેવીની જેમ અવિચ્છિન્ન સુખથી તમે મારી સાથે ક્રીડા કરશે.” રૂકૃમિણ બેલી, “હે સ્વામિન્ ! તમારી બીજી પત્નીએ તેમના પિતાઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org